Oct 1, 2013

Sat-Sloki-Gujarati-03

શત-શ્લોકી-03-(આદિ) શંકરાચાર્ય રચિત

જે મનુષ્ય આત્મા ઉપર જ પ્રેમ રાખનારો છે તે-
જયારે ચાલતો હોય,ત્યારે માને છે કે -હું “આત્મા-રૂપી સમુદ્ર નો એક તરંગ છું”,
જયારે બેઠો હોય છે ત્યારે સમજે છે કે-હું “જ્ઞાન-રૂપી દોરામાં પરોવાયેલ એક મણકો છું”
જયારે ઇન્દ્રિયો ના વિષય નો અનુભવ કરતો હોય ત્યારે માને છે કે-હું “આત્મા ની દૃષ્ટિ થી જોવાઉ છું”
અને જયારે સુએ છે ત્યારે માને છે કે-હું “આનંદ ના સમુદ્રમાં મગ્ન છું”
આવી રીતે જીવન વિતાવતો મનુષ્ય એ મુમુક્ષુ (સંસાર થી છુટવાની ઈચ્છા રાખનાર) છે (૧૨)

જેને શાસ્ત્રજ્ઞાન અને આત્મા નો અનુભવ પૂર્ણપણે થયો છે,તે પુરુષ ચોક્કસ રીતે સમજે છે કે-
“નામ અને રૂપ વાળું આ જગત –એ પરમાત્મા નો એક અંશ જ છે,અને એની અંદર રહેલા
ચેતન આત્મા ને લીધે જ તે હાલે ચાલે (સજીવ) છે  વળી-
તે એમ પણ જાણે છે કે-સૂર્યની જેમ આ આત્મા કંઇ કરતો નથી કે ભોગવતો નથી.
અને આવી રીતે સર્વ ઠેકાણે પરમાત્મા રહેલા છે એમ સમજી ને ધ્યાનપૂર્વક વ્યવહાર ચલાવે છે.(૧૩)

વૈરાગ્ય બે જાતના છે. (૧) નૈર્વૈદ્ય અને (૨) જ્ઞાનગર્ભ
પહેલો, નૈર્વૈદ્ય-વૈરાગ્ય ઘણું કરી (મોટે ભાગે) ઘર,સ્ત્રી,ધન,મિત્ર વગેરે ની તૃષ્ણા થી (આસક્તિથી)
ઉપજતાં દુઃખો ને કારણે થાય છે. જયારે
બીજો, જ્ઞાનગર્ભ-વૈરાગ્ય, જ્ઞાન નો ઉપદેશ લાગવાથી,જેમ ઓકી નાખેલાં આં પર અણગમો ઉપજે છે,
તેમ દુનિયા ની દરેક ચીજ પરથી જેનું મન ઉઠી જાય છે –તે છે.

આ જ રીતે જેનું મન વશ હોય-તેવા પુરુષો નો સંન્યાસ પણ બે પ્રકારનો છે.
પહેલાં તેઓ ઘરબાર નો ત્યાગ કરે છે અને પછી દેહ ના “હું ભાવ” નો ત્યાગ (સંન્યાસ) કરે છે  (૧૪)

આ જગતના બધા જીવો સુખ માટે જ પ્રયત્ન કરે છે દુઃખ માટે નહિ,પણ દુઃખ સામે ચડીને આવી ઉભું રહે છે.
દુઃખ ના સ્થાન બે છે –(૧) અહંતા (હું એટલે દેહ જ છું-એમ સમજવું તે) (૨) મમતા (આસક્તિ)
દેહ (શરીર) પર “અહંતા” થવી અને તેં કારણે શરીર સાથે સંબંધ ધરાવતાં સ્ત્રી-પુત્રો વગેરે તરફ “મમતા’
(આસક્તિ) થવી –તે બંને દુઃખ ના સ્થાન છે.
આમ સમજવા છતાં મનુષ્યો “મોહ” ને કારણે “શરીર એટલે જ આત્મા છે” એમ માને છે.
અને તેથી શરીર નાં લાડ લડાવી- રોગ-વગેરે નાં દુઃખો ભોગવે છે. અને જયારે
સ્ત્રી-પુત્રો નો નાશ થાય ત્યારે તેમની મમતા ને કારણે મોટું દુઃખ અનુભવે છે (ભોગવે છે)
પણ શત્રુ મરી જાય ત્યારે દુઃખ થતું નથી કારણકે તેના પર મમતા હોતી નથી.(૧૫)

જેમ વટેમાર્ગુ (પ્રવાસી) જયારે કોઈ ઘરમાં રાત્રે વિસામો કરવા રહ્યો હોય ત્યારે તે ઘર પ્રત્યે પોતાના ઘરનાં જેવી તેને મમતા હોતી નથી
તેમ જો મનુષ્ય (પોતાના માની લીધેલ) દેહ તરફ જો મમતા ના રાખે તો,તેને દેહનાં સુખ દુઃખ ની અસર થતી નથી.
“આકાશમાંના વાદળો ની જેમ આ દેહ ને બીજા પદાર્થો જે આવવાનાં હોય છે આવે જ છે ને
જે જવાનાં હોય તે જાય જ છે” આમ દરેક “વિષય”  ના સંબંધ માં જે મનુષ્યે જાણ્યું છે,તે
તે વિષયો ના માટે કોઈ પણ પ્રયત્ન કર્યા વગર શાંતિ થી બેસે છે.(દોડ-ભાગ કરતો નથી) (૧૬)


PREVIOUS PAGE____________INDEX  PAGE_______________NEXT  PAGE