કંસની રાણીઓ અસ્તિ-પ્રાપ્તિ,કંસના મૃત્યુ પછી પિતા જરાસંઘને ઘેર આવી છે.જરાસંઘે
જયારે જાણ્યું કે,શ્રીકૃષ્ણે કંસને માર્યો તેથી મારી પુત્રીઓ વિધવા થઇ છે,એટલે
તે ગુસ્સે થયો અને મથુરા પર ચડાઈ કરી.ભગવાને
વિચાર્યું કે-હાલ જરાસંઘને મારીશ તો પૃથ્વી પર નો ભાર ઓછો થશે નહિ,તે જીવતો હશે
તો તેના
પાપી સાથીદારો રાજાઓની સાથે સેના લઇને લડવા આવશે તો તે પાપી રાજાઓને શોધવા જવું નહિ
પડે,તેઓ અત્રે આવશે જ.
જરાસંઘ
સત્તર વાર લડવા આવ્યો, અને શ્રીકૃષ્ણ-બલરામે તેની સેનાનો નાશ કર્યો.
તે
પછી જરાસંઘ, કાળયવનની જોડે સંધી કરી તેની સાથે લડવા આવ્યો છે.
પ્રભુજીએ દાઉજી મહારાજ ને પૂછ્યું કે –હવે શું કરવું છે ? સત્તર વાર હરાવ્યો છતાં આ નફ્ફટ
પાછો
આવ્યો
છે,તેના પર શિવજીની કૃપા છે,તે મરતો નથી.
દાઉજી
મહારાજે કહ્યું કે –આ લોકો શાંતિથી અહીં રહેવા દેતા નથી,મારે હવે આનર્ત-મંડળ (ઓખા-મંડળ)
માં
રહેવું
છે.(આનર્ત-દેશના રાજા રૈવત ની કન્યા રૈવતી સાથે બલરામ નું લગ્ન થયું હતું,અને
રાજ્ય મળ્યું હતું)
શ્રીકૃષ્ણે
કહ્યું કે તમે ત્યાં જાવ,તો હું પણ ત્યાં આવીશ.
શ્રીકૃષ્ણે
નિશ્ચય કર્યો છે કે-હવે મારે મથુરામાં રહેવું નથી.હું શાંતિથી આનર્ત-દેશમાં દરિયા-કિનારે
રહીશ.
તેમણે
વિશ્વકર્માને બોલાવ્યા છે,અને આજ્ઞા આપી,અને આજ્ઞા મુજબ,વિશ્વકર્માએ સમુદ્રની
મધ્યમાં એક
વિશાળ
નગરી બનાવી.યાદવો ને તે નગરીમાં રાખ્યા છે.
મોટા
મોટા મહેલોમાં દ્વાર જલ્દી જોવામાં ના આવ્યાં,એટલે લોકો બોલવા લાગ્યા કે-
“દ્વાર
કહાં હૈ?દ્વાર કહાં હૈ?” એટલે તે નગરીનું નામ પડ્યું દ્વારિકા.
ઉપનિષદ
માં “ક” શબ્દનો અર્થ “બ્રહ્મ” કર્યો છે,દ્વાર એટલે દરવાજો અને કા એટલે બ્રહ્મ.
જ્યાં
પ્રત્યેક દ્વારે પરમાત્મા છે તેવી નગરી એટલે દ્વારિકા.જ્યાં દ્વારે દ્વારે
બ્રહ્માનંદનું સુખ છે.
શરીર
રૂપી ઘરમાં આંખ,નાક,કાન વગેરે ઇન્દ્રિયો રૂપી દરવાજાઓ છે,ત્યાં પરમાત્માને પધરાવવાથી,
જરાસંઘ
અને કાળ-યવન પજવી શકે નહિ કે પ્રવેશી શકે નહિ.
પ્રત્યેક
ઇન્દ્રિયથી ભક્તિ કરી અને બ્રહ્મ-વિદ્યાથી,બ્રહ્મનો આશરો લેવાથી,બ્રહ્મ-જ્ઞાન
મળે છે,
આમ
બ્રહ્મનો આશરો લેવાથી મનુષ્ય બ્રહ્મ-રૂપ થાય છે અને તેને કાળ-યવન મારી શકતો નથી.
જરાસંઘ
બ્રાહ્મણોને ધમકી આપીને આવેલો કે-જો આ વખત મારી હાર થશે તો તમોને મારી નાખીશ.
તેથી
બ્રાહ્મણો ને બચાવવા પણ શ્રીકૃષ્ણ,જરાસંઘ સામે હારી ગયા છે,અને પ્રવર્ષણ પર્વત ઉપર
ગયા છે.
જરાસંઘ
(૫૧ વર્ષ પછીની વૃદ્ધાવસ્થા) લડવા આવે, પાછળ પડે ત્યારે,
પ્રવર્ષણ
પર્વત એટલે કે ભક્તિનો-બ્રહ્મ-વિદ્યાનો આશરો લેવો જોઈએ.
એકાવન-બાવન
(એકા-વન-બા-વન) નો અર્થ એ છે કે-એકાવન પછી મનુષ્ય બંગલામાં રહેવાને લાયક નથી.
તેણે વનમાં
જવું કે છેવટે ઘરમાં જ વાનપ્રસ્થ જીવન ગાળવું જોઈએ.
છોકરો
પરણે એટલે સમજવું કે મનુષ્યનો ગૃહસ્થાશ્રમ પુરો થયો અને વાનપ્રસ્થાશ્રમ ચાલુ થયો.
ભોગભૂમિમાં વિલાસી લોકોની વચ્ચે રહી વિરક્ત જીવન ગાળવું કઠણ છે.
જરાસંઘને કાળ-યવનનો ત્રાસ એ જન્મ-મરણનો ભયંકર ત્રાસ છે.નિશ્ચય કરવાનો કે હવે,
જન્મ-મરણના ત્રાસમાંથી છૂટવું છે,