આત્મબોધ- --(આદિ) શંકરાચાર્ય રચિત
AATM
BODH-GUJARATI-BY (AADI) SHANKARACHARYA
તપ
વડે જેઓનાં પાપ નાશ પામ્યાં હોય, અને
રાગ-દ્વેષ (દ્વંદો) દૂર થયાં હોય,તેવા,
શાંત
“મુમુક્ષુ” (મોક્ષ ને ઇચ્છનાર) મનુષ્યો ને ઉપયોગી આ “આત્મબોધ” નામે ગ્રંથ રચાય છે.
(૧)
“મોક્ષ”
માટેનું એક જ સાધન છે, અને તે છે,”જ્ઞાન”
જેમ રસોઈ અગ્નિ
વગર તૈયાર થતી નથી,
તેમ,“એ” (સત્ય) “જ્ઞાન”
વગર “મોક્ષ” સિદ્ધ થતો નથી. (૨)
“કર્મ” (ક્રિયાઓ) એ “અજ્ઞાન” નું વિરોધી નથી,તેથી તે “અજ્ઞાન” ને દૂર કરતુ નથી,
(કેમકે
જે –જેનું વિરોધી હોય તે જ તેને દૂર કરે છે),પણ
જેમ, “પ્રકાશ” એ “અંધકાર” નો વિરોધી હોઈ, તે અંધકાર નો નાશ કરે
છે,
તેમ
“જ્ઞાન”
જ “અજ્ઞાન” નો નાશ કરે છે. (૩)
જેમ સૂર્ય જયારે
વાદળોથી ઢંકાયેલો હોય, ત્યારે દૃષ્ટિ ના દોષ થી “સૂર્ય નથી” તેમ લાગે છે,
પરંતુ,વાદળાં
દૂર થતાં સૂર્ય સ્વયં પ્રકાશે છે,અને દેખાય છે,
તેમ, “અજ્ઞાનનો
નાશ” થતાં કેવળ “શુદ્ધ આત્મા” (જ્ઞાન-સત્ય) સ્વયં પ્રકાશમાન થાય છે.(દેખાય
છે) (૪)
જેમ નિર્મળી (નામની વનસ્પતિ) નું ચૂર્ણ જયારે મેલા પાણી માં નાખવામાં આવે ત્યારે,
તે
પાણી ને નિર્મળ કરીને, પોતે પણ પાણી ના તળિયે બેસી જાય છે,
તેમ,અજ્ઞાન થી
મેલા જીવ ને જ્ઞાન ના અભ્યાસ થી,અત્યંત નિર્મળ કરી,
જ્ઞાની
બનાવી, તે પછી તે જ્ઞાની નું “જ્ઞાન” પોતે પણ પોતાની મેળે જ નાશ પામે છે.
(એટલે
કે-પહેલા જ્ઞાન થી અજ્ઞાન નો અને પછી તે જ્ઞાન નો પણ નાશ થાય છે.