હેતુ-રૂપ છે.આત્મા તો ઉદાસીન કે દ્રષ્ટા છે-તે કર્મોનો સહાયક
નથી.
જેવી રીતે રાત્રિ અને દિવસ આકાશમાં ઉત્પન્ન થાય
છે,છતાં આકાશ તો તેમનાથી ભિન્ન જ હોય છે,તેવી રીતે પાંચ કારણોથી કર્મ-રૂપી વેલાઓની રચના
થાય છે,
હવે એ પાંચ કારણો કયા કયા છે તે જોઈએ.
(૧) દેહ –એ પ્રથમ કારણ છે.દેહને અધિષ્ઠાન (આધારભૂત શરીર) પણ કહે છે.
ઇન્દ્રિયો
વડે કષ્ટ સહી પ્રકૃતિ (માયા)ના યોગથી જે સુખ-દુઃખ પેદા થાય છે,તે ભોગવવા માટે
શરીર
સિવાય બીજું કોઈ સ્થળ નથી.બંધન અને મોક્ષની વાટાઘાટ પણ ત્યાંજ થાય છે.
(૨) કર્તા-એટલે જીવ.કે જેને ચૈતન્યનું પ્રતિબિંબ
પણ કહે છે. જીવ –કે જે પ્રકૃતિના સમાગમમાં આવે છે–
અને તેના
ગુણો ધારણ કરે છે-તે ગુણો ધારણ કરનાર કરનાર ભોક્તા.
(૩) ઇન્દ્રિયો-બુદ્ધિમાં રહેલું “એક”જ્ઞાન ઇન્દ્રિયો
દ્વારા જુદી જુદી રીતે બહાર આવે છે.
(૪) પ્રાણ,અપાન અને બીજા જુદા જુદા(શરીરમાં રહેલા) વાયુઓના જુદા જુદા વ્યાપારો.
(૫) દૈવ-આંખ –વગેરે ઇન્દ્રિયો ના જુદાજુદા દેવતાઓના સમુદાયની અનુકુળતા.(૧૩-૧૪)
શરીર,વાચા અને મનથી જે કંઈ પણ ન્યાય (શાસ્ત્ર
મુજબ) અથવા અન્યાય (શાસ્ત્ર વિરુદ્ધ)
કર્મ મનુષ્ય કરે છે- તેના આ પાંચ હેતુઓ હોય છે.
એટલા માટે જે મનુષ્ય આત્માને જ કર્તા તરીકે
નિહાળે છે,તે અજ્ઞાની –
શાસ્ત્રના સંસ્કારોથી શૂન્ય (મૂઢ) હોવાને લીધે
કંઈ જાણતો નથી..(૧૫-૧૬)
“હું આ કર્મ કરું છું” એવું જેને અભિમાન નથી,અને
જેની બુદ્ધિને “કર્મનો વિકાર”થતો નથી
(બુદ્ધિ લેપાતી નથી)-તે જો સર્વ લોકો નો વધ કરી નાખે –
તો પણ તે વધ કરતો નથી અને વધના “કર્મ”ના દોષથી
બદ્ધ થતો નથી.(૧૭)
જયારે સ્વાર્થ અને અહંકાર નષ્ટ થાય છે-અને જયારે વ્યક્તિગત લાભનો ત્યાગ કરવામાં આવે છે-
ત્યારે કર્મો માણસને બાંધી શકતાં નથી.તે જાણે છે-કે-જયારે શરીર નષ્ટ થાય છે
-ત્યારે
આત્મા નાશ પામતો નથી.એટલે-તેનામાં કર્તૃત્વભાવ (હું કરું છું) જ નથી.
તેથી-હણવાનું કાર્ય (કૃત્ય) એ જગતની સંવાદિતા (શાંતિ) માટે જરૂરી બની જાય છે.
તેનામાં કોઈ “કામના” રહી નથી-એટલે-
હણવાનું કાર્ય તે –જગતની શાંતિ અને સંવાદિતા
માટે (જગતના સંરક્ષણાર્થે)-
એક ન્યાયાધીશના જેવું કે-એક જલ્લાદ ખુનીને
ફાંસીએ ચડાવે –તેવું છે.
જ્ઞાનીની દૃષ્ટિ માં એવી કોઈ વસ્તુ જ નથી હોતી
કે જેનો તે નાશ કરે.કારણ કે તેનો –
દ્વૈતભાવ (આત્મા અને પરમાત્મા) લુપ્ત (નાશ) થયેલો
હોય છે.
સર્વ જગત તેનામાં “સ્વ સ્વ-રૂપ”
જ થયેલું હોય છે.
એટલા માટે તેની બુદ્ધિને પાપ-અને પુણ્યનો
સ્પર્શ પણ થતો નથી.