જે સાચે જ સત્નું સ્વરૂપ (પરમાત્મા) છે-
તે
સત્નું રૂપ દૃષ્ટિગોચર (દેખાતાં) થતાં –આત્મસ્વ-રૂપ ની પ્રાપ્તિ થાય છે.
ॐ કાર
અને તત્-કાર થી “કર્મો” બ્રહ્મરૂપ થાય છે.કર્મો –સત્ (ઉત્તમ) બને છે,
જયારે
આ કર્મો-કોઈ વખત –કોઈ એક ગુણ (સત્વ-રજસ-તમસ)ના કારણથી અસત્ બને છે-
ત્યારે ॐ કાર અને તત્-કારની સહાય થી તે-સત્-એ- અસત્ કર્મોનો
ઉત્તમ પ્રકારે ઉદ્ધાર પણ કરે છે.
યજ્ઞ,દાન અને તપમાં (કર્મો માં) “તત્પર”
રહેવું-તેને –સત્-કહેવામાં આવે છે.એટલે કે-
યજ્ઞ,દાન અને તપમાં –સ્થિતિ-હોય (યજ્ઞ,દાન ,તપ જયારે કરવામાં આવતા હોય) ત્યારે –
તેને –સત્-શબ્દથી ઓળખવામાં આવે
છે,અને એ કારણથી જ –તે (યજ્ઞ વગેરે) સત્-કર્મના નામથી
ઓળખી શકાય છે.એટલે કે-તેને સત્કર્મ
કહેવામાં આવે છે.(૨૭)
જે લોકોએ શાસ્ત્રનું જ્ઞાન મેળવ્યું
છે, તેઓ સહુ પ્રથમ ધ્યાન દ્વારા –“ॐ કારને સિદ્ધ કરી” –પછી જ
તેનો વાચાથી (વાણીથી) ઉચ્ચાર કરે છે,
અને ત્યાર પછી યજ્ઞ-દાન-તપની ક્રિયાઓનો (કર્મોનો)
પ્રારંભ કરે છે. ત્યાર પછી તે કર્મો ને –તત્-કહી પરમાત્માને અર્પણ કરે
છે,એટલે તે સત્-કર્મો બને છે.
એટલા માટે જ - ॐ –તત્- સત્ –એ “બ્રહ્મ” નું ત્રણ અક્ષરનું નામ નહિ પણ તે “બ્રહ્મ”
જ છે.
શ્રીકૃષ્ણ કહે છે-કે-હે અર્જુન,આ ત્રણ અક્ષરનું નામ એ નામ
નહિ પણ બ્રહ્મ જ છે,એટલા માટે,
તુ જે કર્મો (યજ્ઞ-દાન-તપનાં) કરે –તેના આરંભમાં કે
મધ્યમાં કંઈક પણ આડખીલી પેદા થાય -કે –
તે કર્મો અપૂર્ણ પણ રહી જાય તો,
જેમ પારસમણિના સ્પર્શથી થયેલા સોનામાં,તે સોનું ઉત્તમ
કે હલકું-એવો ફરક હોતો નથી,
તેમ કરેલાં કર્મોને એક વખત આ ત્રણ નામ વાળા અક્ષરોનો (બ્રહ્મનો) સ્પર્શ થવાથી અને
તે કર્મો બ્રહ્મને અર્પણ થવાથી-તે બ્રહ્મરૂપ જ થઇ જાય
છે.
શ્રદ્ધા વડે,ॐ –તત્-સત્-નો નિર્દેશ કરી ને કરાતા કર્મો –સત્કર્મો છે-
પણ શ્રદ્ધા વગર કરેલાં-યજ્ઞ,દાન તપ (કર્મો) ને અસત્
કહેવામાં આવે છે. અને આવાં
અસત્ કર્મો નો અહીં (આ લોક માં) કે મૃત્યુ પછી (પરલોકમાં)
કંઈ (અર્થ) નથી. (૨૮)
અધ્યાય-૧૭-શ્રદ્ધાત્રય વિભાગયોગ-સમાપ્ત.