અધ્યાય-૧૪-ગુણત્રય વિભાગ યોગ
આગળના અધ્યાય-૧૩માં પુરુષ (પરમાત્મા-આત્મા) અને
પ્રકૃતિ (માયા)નું વર્ણન કર્યું, અને કહ્યું-કે-બંનેના સંયોગથી જગતનું નિર્માણ થાય છે.પ્રકૃતિના
ગુણોના આગ્રહથી જ પુરુષ (પરમાત્મા-આત્મા) સંસારમાં નિમગ્ન થાય છે.
માયા (પ્રકૃતિ)ની
ઉપાધિથી જ સુખ-દુઃખના નિર્માણ થાય છે.
શ્રીકૃષ્ણ જુએ છે-કે- પૂર્વે- અનેક જુદી જુદી
રીતે “જ્ઞાન”ને સ્પષ્ટ કરીને -અર્જુનને કહેવા છતાં.
અર્જુનના અજ્ઞાન નો હજુ સંપૂર્ણને નાશ થયો
નથી,એટલે-
અહીં આ અધ્યાય-૧૪ માં - તે “જ્ઞાન” ને પુનઃ (ફરીથી) કહે છે.
શ્રીકૃષ્ણ કહે છે-કે-જે જ્ઞાનને જાણી ને સર્વ
મુનિઓ જન્મથી જ મોક્ષ-સિદ્ધિને પામ્યા
છે-તે –
ઉત્તમ અને શ્રેષ્ઠ “જ્ઞાન” હું તને પુનઃ (ફરીથી)
કહું છું.(૧)
આ જ્ઞાન નો આશ્રય કરીને,જે લોકો મારામાં (પરમાત્મામાં) આવી મળી ગયા છે,તે પછી,
ઉત્પત્તિ કાળમાં જન્મતા નથી કે પ્રલયકાળમાં
નષ્ટ પામતા નથી.(૨)
વેદાંતીઓ જેને “માયા” કહે છે-તેને સાંખ્યમતવાદીઓ
“પ્રકૃતિ” કહે છે.
અને આ પ્રકૃતિ ને “મહત” પણ કહે છે. કારણ કે
તે-મહદ-બ્રહ્મનું લય-સ્થાન છે.(વિશ્રામ સ્થાન છે)
તે સર્વ જગત કરતાં મોટી છે અને જેના સંસર્ગથી (યોગથી) “વિકાર” અને “ગુણ” વૃદ્ધિ પામે છે.
આ મહદ-બ્રહ્મ(પરમાત્માના)નું,પ્રકૃતિ(કે-માયા) એ ગર્ભ મુકવાનું સ્થાન છે,અને તેમાંથી –
સર્વ જીવો (પ્રાણીઓ)ની ઉત્પત્તિ થાય છે.(૩)
બીજી (સાદી) રીતે કહીએ-તો-
માયા (પ્રકૃતિ)ના અનુરોધથી ચૈતન્ય (પરમાત્મા) –પોતાના આત્મસ્વ-રૂપને ભૂલી જઈને-
અનેક રૂપો ધારણ કરે છે.
જે રીતે મૂર્છા પામેલો મનુષ્ય-જયારે મૂર્છામાંથી
જાગે ત્યારે કહે”હું સ્વર્ગ જોઈ આવ્યો”
તેવી રીતે-એક વાર દૃષ્ટિ –આત્મસ્વ-રૂપમાંથી ચળી
–(મૂર્છા આવી)
એટલે પછી જે જે કલ્પનાઓ થાય છે-તે સર્વને “સૃષ્ટિ” કહેવામાં
આવે છે.
સૃષ્ટિની રચવા પાછળની સત્તા તો પરમાત્મા
માત્ર પાસે જ છે.
માયાથી થતી આત્મસ્વ-રૂપની વિસ્મૃતિ –તે અજ્ઞાનનું (માયાનું) સ્વરૂપ છે.
અને જયારે આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે-ત્યારે
પરમાત્મા સાથેની તદ્રુપતા જ થઇ જાય છે..
(ઘડાનો (માયાનો-ઉપાધિ નો) નાશ થતાં –ઘટાકાશ-એ
મહાકાશમાં મળી જાય છે)
જ્ઞાનેશ્વર સૃષ્ટિની ઉત્પત્તિ (સર્ગ) ફરીથી ટૂંકમાં-સમજાવતા કહે છે-કે-
--પરમાત્માના આત્મસ્વ-રૂપના સંસર્ગમાં આવતી પ્રકૃતિ (માયા)ને,
પરમાત્મની સત્તા (આત્મ સત્તા) થી ગર્ભ
રહે છે.
--ત્યાર પછી તે જીવભૂતા પ્રકૃતિના ઉદરમાં અષ્ટપ્રકૃતિ-રૂપી (વિકૃતિ રૂપી) ગર્ભની વૃદ્ધિ થાય છે.
(અષ્ટ
પ્રકૃતિ=પૃથ્વી,જળ,તેજ,વાયુ,આકાશ,મન,બુદ્ધિ અને અહંકાર)
--પ્રથમ બુદ્ધિ-તત્વ અને પછી,અહંકાર અને મનની
ઉત્પત્તિ થાય છે.
--જેમના યોગથી પંચમહાભૂતો,ઇન્દ્રિયો અને તેના
વિષયોની ઉત્પત્તિ થાય છે.
--વિષયો અને ઇન્દ્રિયોનો ક્ષોભ થાય છે,એટલે તેની
પાછળ –સત્વ,રજ,તમસ –ગુણો હોય છે-જ.
--અને આ ગુણોના યોગ થી-જેવી વાસના ઉપજી હોય –તે પ્રમાણે
જીવ જુદા જુદા જન્મ ધારણ કરે છે.
આ રીતે સર્વ જગતના પિતા -પરમાત્મા (પુરુષ-બ્રહ્મ)
છે, અને માતા -પ્રકૃતિ (માયા) છે.
સત્વ,રજસ અને તમસ ગુણો-એ પ્રકૃતિમાંથી ઉત્પન્ન
થયેલા છે-અને-તેઓ આ દેહમાં રહેલા –
અવિનાશી જીવાત્મા (આત્મા) ને બાંધી નાખે છે.
(બંધન માં નાખે છે.) (૪-૫)