Apr 27, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૯૯

પોતાની જાતની પોતે જ પ્રશંસા કરનારા,અક્કડ બનીને જગતમાં ફરનારા,તથા
ધન અને માનના અભિમાન માં ઉન્મત્ત થયેલા –આવા આસુરી સંપત્તિ ધરાવતા મનુષ્યો,શાસ્ત્રવિધિ ને છોડી ને –માત્ર દંભ અને પોતાની મોટાઈ બતાવવા કેવળ નામના જ યજ્ઞો કરે છે.(૧૭)

આવા લોકો-અહંતા,બળ,ગર્વ,કામ તથા ક્રોધનો આશ્રય કરી,તેમના પોતાના 
આત્મામાં રહેલ પરમાત્માનો,અને તે જ રીતે બીજા લોકોના આત્મામાં રહેલ પરમાત્માનો દ્વેષ કરે છે.
વળી બીજા કોઈનો ઉત્કર્ષ થાય તે પણ તેમાંથી સહન થતો નથી.(ઈર્ષા)

આવા દ્વેષી અને ઈર્ષાથી યુક્ત,ક્રૂર અને પાપી નરાધમોને વારંવાર સંસારની અતિદુઃખદાયક –
આસુરી યોનિમાં જ –પરમાત્મા નાખે છે. અને આવા જન્મોજન્મ આસુરી યોનિને પ્રાપ્ત થયેલા મનુષ્યો,
વધારે અને વધારે મોહથી મૂઢ થઇ ને –પરમાત્માને ના પામતાં અધમ ગતિને પ્રાપ્ત થાય છે.(૧૮-૨૦)

ટૂંક માં આમ-
કામ,ક્રોધ અને લોભ- એ –નરકના ત્રણ દ્વારો છે,જે મનુષ્યમાં રહેલ આત્માનો નાશ કરનાર છે,
માટે આ ત્રણે –કામ-ક્રોધ-લોભનો –મનુષ્યે ત્યાગ કરવો જોઈએ.(૨૧)

ધર્મ,અર્થ,કામ અને મોક્ષ-એ ચારે પુરુષાર્થ ત્યારે જ સિદ્ધ થાય જયારે મનુષ્ય કામ,ક્રોધ,મોહથી મુક્ત થાય.
આ ત્રણે દોષોથી મુક્ત થઇ પોતાનું કલ્યાણ કરી લેવાના માર્ગે જે ચાલે છે
તેને ઉત્તમ ગતિ (આત્મ-પરમાત્મ પ્રાપ્તિ) પ્રાપ્ત થાય છે. (૨૨)

છેવટે શ્રીકૃષ્ણ કહે છે-કે-
જે શાસ્ત્રોક્ત વિધિને છોડીને–પોતાની ઈચ્છા પ્રમાણે જ વર્તન કરી –કામ,ક્રોધ,લોભમાં જ મચેલો રહે છે-
તેને સિદ્ધિ,સુખ કે ઉત્તમ ગતિ –પ્રાપ્ત થતી નથી.
એટલા માટે –કયાં કાર્ય (કર્મો) કરવા યોગ્ય છે-કે કયાં કાર્ય કરવા યોગ્ય નથી (નિષિદ્ધ કર્મો)-
તેને માટે શાસ્ત્ર (વેદો વગેરે) જ પ્રમાણ છે.
માટે શાસ્ત્રમાં કહેલાં કરવા યોગ્ય કર્મોને જાણી લઇ ને–આ જગતમાં તેનું જ આચરણ કરવું જોઈએ (૨૪)

અધ્યાય-૧૬-દૈવાસુરસંપદ્વિભાગયોગ-સમાપ્ત


જ્ઞાનેશ્વરી ગીતા ઉપર આધારિત  
            PREVIOUS PAGE
         NEXT PAGE 
          INDEX PAGE