શ્રીકૃષ્ણ કહે છે-કે-સર્વે પ્રાણીઓના (જીવોના) હૃદયમાં (અંતઃકરણમાં)
નિવાસ કરનારો હું (ઈશ્વર) છું.મારાથી જ (ઈશ્વરથી જ) –સર્વ પ્રાણીઓને (જીવોને)
જ્ઞાન અને સ્મૃતિ (યાદ રહેવું તે) ઉત્પન્ન થાય
છે. વળી મારાથી જ (ઈશ્વરથી જ)
બધા વેદો (ચાર વેદો)થી જે જાણવાનું –સત્ય (બ્રહ્મ)
છે તે હું જ (ઈશ્વરજ) છું.
વેદોનો કર્તા (વેદોનો રચનાર) હું (ઈશ્વર) છું અને
વેદોનો જ્ઞાતા (જાણનાર) હું (ઈશ્વર) છું. (૧૫)
જેમ સૂર્યના પ્રકાશથી જ સૂર્યનાં દર્શન થાય
છે.
તેમ પરમાત્માનું “જ્ઞાન” થવા માટે પરમાત્મા જ
કારણભૂત છે.
અને જેમ દિવસે વાદળાં ઘેરાવાથી સૂર્યનો પ્રકાશ
ઓછો થાય છે-તે પણ –પ્રકાશ વડે જ જાણવામાં આવી
શકે છે-તેમ-પ્રાણીઓ (જીવો) પરમાત્માને ના ઓળખી ને વિષયોનું (સ્વાદ-વગેરેનું) સેવન કરવામાં
મસ્ત બને છે-અને અજ્ઞાનનું આવરણ થાય છે-તે પણ
પરમાત્માની સત્તાથી જ થાય છે.
જ્ઞાની હોય કે અજ્ઞાની-સર્વ જીવોનું મૂળ કારણ –પરમાત્મા
જ છે.
જે પ્રમાણે,અંધારામાં રજ્જુ (દોરડી) એ સર્પ (સાપ)
ભાસે (લાગે) છે,તે ભાસનું મૂળ કારણ રજ્જુ જ છે,
તે પ્રમાણે,મનુષ્યમાં જ્ઞાન કે અજ્ઞાન વધે-તેનું
મૂળ કારણ –પરમાત્મા જ છે.
પરમાત્માનું ખરું સ્વરૂપ ન જાણી
શકાયાથી-વેદો-પરમાત્માને જાણવા માટેની ખટપટ કરવા લાગ્યા.
તેથી તેની શાખાઓ થઇ.અને તે દરેકમાં પરમાત્માનું
જ વર્ણન છે.
જે પ્રમાણે-કપૂર ને સળગાવવામાં આવે અને તેના બળી
ગયા પછી-
તેની પાછળ-તેની મેશ રહેતી નથી-અને અગ્નિ પણ રહેતો
નથી-
તે પ્રમાણે-‘અજ્ઞાન’નો સંપૂર્ણપણે નાશ કરનાર ‘જ્ઞાન’-નો
પણ જે વેળાએ સંપૂર્ણ પણે નાશ પામે છે-
તેવા વખતે-તે –“જ્ઞાન” નથી એમ પણ નથી કહી શકાતું
અને તે “જ્ઞાન” છે એમ પણ નથી કહી શકાતું.
એટલે એમ પણ કહી શકાય કે-જ્ઞાન અને અજ્ઞાન-બંનેનો લય (નાશ) થતાં-
જે શુદ્ધ સ્વરૂપ –બાકી રહે છે-તેમાં-“શબ્દ”
પ્રવેશી શકતો જ નથી.
માટે –તે (બ્રહ્મ) –છે-કે –તે (બ્રહ્મ) નથી-એ
શબ્દ દ્વારા કહી શકાતું નથી,તેનું વર્ણન થઇ શકતું નથી.
અને તેને કોઈ સાધનથી શોધી શકાતું પણ નથી.(માત્ર
અનુભવી જ શકાય છે)
આવી કોઈ એક વિશેષ “સ્થિતિ” છે-(નિરાકાર-નિર્ગુણ) –તે
પરમાત્માનું શુદ્ધ સ્વરૂપ છે.
આમ-અહીં-શ્રીકૃષ્ણ-
સ્થૂળ અને સૂક્ષ્મ-જગતના સર્વ પદાર્થોમાં
(જીવોમાં- (પ્રાણીઓમાં) –
પોતાની (પરમાત્મા ની) વ્યાપ્તિ નું નિરૂપણ કરતાં કરતાં
–છેવટે-તે -
પોતાના નિરુપાધિક (ઉપાધિ-માયા-પ્રકૃતિ વગરના)
સ્વરૂપને બતાવી દે છે.
હવે પછી ક્ષર-અક્ષર અને પુરુષોત્તમ-પુરુષ નું
વર્ણન છે. આ અત્યંત ગુહ્ય શાસ્ત્ર છે.
અને તેને બરોબર રીતે સમજવું જરૂરી છે.