Mar 20, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૭૦

---સૃષ્ટિઓનો –આદિ-મધ્ય-અંત-હું છું.
   -વિદ્યાઓમાં –બ્રહ્મ વિદ્યા (અધ્યાત્મવિદ્યા)-હું છું.
   -‘તત્વ-નિર્ણય’ ને જાણવાની ઈચ્છાથી કરવા માં આવતો –વાદ-હું છું.
   -અક્ષરોમાં –-કાર-હું છું.અને સમાસોમાં –દ્વંદ-નામનો સમાસ હું છું.
   -સર્વને (કીડીથી લઈને બ્રહ્મદેવને) ગ્રસનાર-મહાકાળ-હું છું..(૩૨-૩૩)
---સર્વનો સંહાર કરનાર –મૃત્યુ –હું છું  
   -ભવિષ્યમાં થનારાં પ્રાણીઓની ઉત્પત્તિ અને ઉન્નતિનો-હેતુ-હું છું.
   -સ્ત્રી જાતિની સાત શક્તિઓ કીર્તિ,લક્ષ્મી,વાણી,સ્મૃતિ,બુદ્ધિ,ધૃતિ,ધૈર્ય,ક્ષમા-હું   છું.(૩૪)

---સામવેદમાંનો-બૃહ્ત્સામ-હું છું.
   -છંદોમાં–ગાયત્રી છંદ-હું છું.
   -મહિનાઓમાં-માર્ગશીર્ષ-માસ હું છું
   -ઋતુઓમાં–વસંત ઋતુ-હું છું.(૩૫)

---છળ કરનારાઓમાં –જુગાર-હું છું.
   -પ્રભાવશાળી પુરુષોનો-પ્રભાવ-હું છું.
   -જીતનારાઓનો –વિજય-હું છું.
   -નિશ્ચય કરનારાઓનો-નિશ્ચય-હું છું.
   -સાત્વિક પુરુષોનો-સાત્વિક ભાવ-હું છું.
   -યાદવોમાં-વાસુદેવ-હું છું.
   -પાંડવોમાં –ધનંજય (અર્જુન) હું છું.
   -મુનિઓમાં –વેદવ્યાસ-હું છું
   -કવિઓમાં –ઉશના- હું છું. (ઉશના=શુક્રાચાર્ય-કે જે વારુણી કવિનો પુત્ર હતો).(૩૬-૩૭)

---દમન કરનારાઓમાં–દંડ-હું છું.
   -જય મેળવવાની ઈચ્છા રાખનારાઓની –નીતિ-હું છું.
   -ગુપ્ત (ગુહ્ય) રાખવા યોગ્ય ભાવોમાં-મૌન-હું છું.
   -જ્ઞાનવાનોનું -તત્વજ્ઞાન-હું છું.(૩૮)

જેવી રીતે સમુદ્ર પરનાં તરંગોની ગણત્રી ક્યારેય થઇ શકે નહિ-તેવી રીતે
પરમાત્માની ગુણ-વિશેષ વિભૂતિઓની ગણત્રી કદી પણ થઇ શકતી નથી.
આવી વસ્તુ સ્થિતિ હોવાં છતાં અહીં મુખ્ય-મુખ્ય પંચોતેર (૭૫) વિભૂતિઓ બતાવી છે.
બાકી પરમાત્મા સિવાય હોઈ શકે એવાં જગતમાં ચરાચર પ્રાણીઓ કોઇ જ નથી.
પરમાત્માની દિવ્ય વિભૂતિઓનો અંત નથી.(૩૯-૪૦)

ટૂંકમાં જે જે વસ્તુ-ઐશ્વર્યયુક્ત,શોભાયુક્ત અથવા કોઈ પણ પ્રભાવથી યુક્ત હોય-
તે તે પરમાત્મા ના “તેજના અંશ” માંથી ઉત્પન્ન થયેલી છે.(૪૧)

પૂર્ણ પરમાત્મા-એ-આ સંપૂર્ણ જગતને પોતાની “યોગમાયા” ના “અંશમાત્ર” થી ધારણ કરીને
સ્થિત થયેલા છે-માટે તે પરમાત્માને જ “તત્વ” થી જાણવા જોઈએ.(૪૨)

અધ્યાય-૧૦-વિભૂતિયોગ-સમાપ્ત