ઉષ્ણતા (ઉનાશ) તો એક જ છે,તે પ્રમાણે ચરાચર જીવોમાં –એક જ અવિનાશી,બ્રહ્મ સૂક્ષ્મ
રૂપે વ્યાપ્ત છે. (તે- જ જ્ઞેય છે) તે બ્રહ્મ શરીરની અંદર પણ છે-અને શરીરની બહાર
પણ છે.
દૂર છે અને નજીક પણ છે.તે બ્રહ્મ –સર્વવ્યાપક અને પરિપૂર્ણ છે,
જેમ-હજારો જુદા જુદા ઘડાઓમાં ચંદ્રનું પ્રતિબિંબ
જુદું જુદું દેખાય છે,
પણ તેમાં જેમ ભેદ નથી,તેમ બ્રહ્મ સર્વમાં છે.(૧૬)
તે બ્રહ્મ-“આકાશ” ની જેમ પરિપૂર્ણ છે, તેના કદી પણ ભાગ પડેલા નથી.-પણ-
ચરાચર પ્રાણીઓમાં તે વિભકત (ભાગ પડેલું) (આત્મા
રૂપે) હોય તેમ ભિન્ન ભિન્ન દેખાય છે.
જેવી રીતે-બાલ્યાવસ્થા,તરુણાવસ્થા અને વૃદ્ધાવસ્થા-ને
એક-જ શરીર આધારભૂત છે,
--સવાર,બપોર અને સાંજ –એ ત્રણ સમય પસાર થાય પણ
આકાશને તેનાથી કોઈ ફરક પડતો નથી
તેવી રીતે-
--સૃષ્ટિ ના ઉત્પત્તિ સમયે –જેને- આપણે-
બ્રહ્મદેવ -કહીએ છીએ,
--સ્થિતિના સમયે-સર્વ નું પોષણ કરનારને-વિષ્ણુ-
કહીએ છીએ,
--લય (નાશ)ના સમયે –જેને –આપણે રુદ્ર (મહેશ) -કહીએ
છીએ,
--અને ઉપરનાં ત્રણે કાર્યો (ઉત્પત્તિ,સ્થિતિ,લય)
-જયારે સમાપ્ત થાય છે-ત્યારે જે “શૂન્ય” હોય છે-
તેને
આપણે –“પ્રકૃતિ” -કહીએ છીએ.
--આ પ્રકૃતિ રૂપ “શૂન્ય” નો પણ જે નાશ કરે છે-તેને
“મહાશૂન્ય” કહ્યું છે.
(શ્રુતિએ વર્ણન કર્યા મુજબ) –આ “મહાશૂન્ય” –તે જ આપણું “જ્ઞેય”-બ્રહ્મ
છે......(૧૭)
તે બ્રહ્મ “પ્રકાશોનો પણ પ્રકાશ” એટલે કે-સૂર્યપ્રકાશ
–કે જે-સમસ્ત જગતને પ્રકાશ આપે છે-
તેનો પણ પ્રકાશ છે.(અર્થાંત-તે સૂર્યને પણ
પ્રકાશ આપે છે!!!!)
તે અંધકાર (અજ્ઞાન રૂપી અંધકાર) ની પેલી (બીજી) બાજુએ છે-એમ કહેવાય છે.
તે બ્રહ્મ (પરમાત્મા) જ “જ્ઞાન” છે,તે જ “જ્ઞેય” છે.
તે જ “જ્ઞાન”થી પ્રાપ્ત કરવા યોગ્ય છે, અને
તે જ સર્વ ના હૃદય માં રહેલો (વિદ્યમાન) છે.
આ રીતે –ક્ષેત્ર,ક્ષેત્રજ્ઞ –જ્ઞાન અને જ્ઞેય
વિષે સ્પષ્ટતા કરી.
જેને જાણવાથી, જ્ઞાની ભક્ત,પરમાત્મા ના સ્વરૂપમાં મળી જાય છે (તદ્રુપ થાય છે).(૧૮-૧૯)
અત્યાર સુધીમાં------“સર્વત્ર આત્મા (પરમાત્મા)
છે”
આ વાતનું સ્પષ્ટીકરણ કરવા માટે –એક જ બ્રહ્મ ના
ચાર વિભાગ કરી બતાવ્યા.(ક્ષેત્ર,ક્ષેત્રજ્ઞ,જ્ઞાન,જ્ઞેય)
આટલું કર્યા પછી પણ અર્જુન ને બ્રહ્મ સ્પષ્ટ રીતે
જાણવામાં ના આવ્યું-એટલે હવે –
એક બ્રહ્મ ના ચાર ભાગ ને બદલે-અને-તે બ્રહ્મ એક જ છે એવું પણ ના માનતાં-
અર્જુન ને આ વસ્તુ સમજાવવા માટે હવે–શ્રીકૃષ્ણ-
તે –બ્રહ્મ-ના બે ભાગ કરે છે. –પુરુષ અને
પ્રકૃતિ.(આત્મા અને અનાત્મા ).
પુરુષ અને પ્રકૃતિ નું જેમાં વર્ણન છે-તે
માર્ગ ને “સાંખ્ય માર્ગ” પણ કહે છે.
અને જે સાંખ્યમાર્ગ નું પૂર્ણ પણે વર્ણન કરવા “કપિલ
અવતાર” થયો હતો.