તેનું બીજું નામ (ઉપનામ) “પુરુષ” છે.બાકી વસ્તુત: (સાચી રીતે) –
તે-બ્રહ્મ,---પુરુષ-સ્ત્રી-કે નપુંસક છે---તે –નિશ્ચયપૂર્વક
કહી શકાતું નથી.
તે-બ્રહ્મ-ને આંખ,નાક,કાન,હાથ,પગ,રૂપ,વર્ણ કે નામ
–વગેરે કશું પણ નથી. અને
તે-બ્રહ્મ-જ –પ્રકૃતિનો સ્વામી છે.તે સુખ-દુઃખનો ભોક્તા છે.અને અભોક્તા પણ છે.
કારણ કે તે અકર્તા (કર્મોનો નહિ કરનાર) અને
ઉદાસીન (અનાસક્ત) છે.
તે- પ્રકૃતિ પોતાના ગુણ-અને રૂપની જરા સરખી
હિલચાલ વડે,અપૂર્વ ખેલો કરી બતાવે છે,
તેથી તેને “ગુણમયી” એવું નામ મળ્યું છે. (તેને
માયા પણ કહે છે)
તે-પ્રકૃતિ–પ્રતિક્ષણે (ક્ષણે ક્ષણે) –રૂપ અને
ગુણથી નવી બને છે. અને
પોતાના જુસ્સા વડે-જડ-વસ્તુઓ પાસે પણ કામ કરાવે
છે.
વાસ્તવિક રીતે જોતાં –મન-એ –નપુંસક છે,તો પણ તેને
ત્રણે લોકમાં દોડાવે છે.
(બુદ્ધિને -કેવી –અહંકાર ને –કેવો અને મન ને
કેવું –એમ કહે છે-તેથી મનને નાન્યતર જાતિનું કહે છે)
સર્વ વ્યાપકતાને કારણે-
તે –પ્રકૃતિ (નિરાકાર-બ્રહ્મ)નો આકાર બને છે,ને તે પ્રકૃતિ (નિર્વિકાર –બ્રહ્મનો) વિકારી પણ બને છે.
જે પ્રમાણે-ઉત્તમ રત્નો-વસ્ત્ર માં વીંટાળેલા હોય
તો તેનું તેજ બહાર પડતું નથી. તે પ્રમાણે-
પુરુષ (બ્રહ્મ) પ્રકૃતિને આધીન થઇ જતાં (પ્રકૃતિ
વડે વીંટળાઈ જતાં) તેનું તેજ બહાર પડતું નથી.
જો કે બ્રહ્મ એ શુદ્ધ અને નિત્ય હોવા છતાં –આવી રીતની પ્રકૃતિની આધીનતાથી તેને ગુણ-સંગ લાગે છે,
--જેવી રીતે કંકુ પર સ્ફટિક (કે જે શુદ્ધ -કોઇ પણ
રંગ વગરનો છે-તે) મુકવાથી તે લાલ દેખાય
છે.
--જેવી રીતે મનુષ્ય ને –સ્વપ્નમાં - સુખ-દુઃખ –ભોગવવા
–નિંદ્રા પોતે-તેને નિંદ્રામાં જવા પ્રવૃત્ત કરે છે,
અને મનુષ્ય-ખોટે ખોટાં સુખ દુઃખ નિંદ્રામાં
ભોગવે છે-
--તેવી રીતે પુરુષ (બ્રહ્મ)ને જન્મ-મૃત્યુ –વગેરે ભોગવવાં
પડતાં નથી-છતાં તેનો ભાસ થાય છે.
તે સર્વનું કારણ –પુરુષ (બ્રહ્મ)ની પ્રકૃતિના
ગુણોની સંગત છે.(૨૨)
જુઈના છોડ ને આધાર આપવા માટે ઉભો કરેલ થાંભલો –જે
રીતે જુઈ ના સર્વ વિકારોથી અલિપ્ત
હોય છે-તે રીતે –પુરુષ (બ્રહ્મ) માત્ર સાક્ષીભૂત(સાક્ષી તરીકે) છે.
તે બ્રહ્મ (પુરુષ) –પ્રકૃતિ ને ધારણ કરે
છે,પ્રકૃતિને અનુકૂળ રહે છે,પ્રકૃતિનો ઉપભોગ લે છે-
અને તેને જ –પરમાત્મા-પરમેશ્વર -કહેવામાં આવ્યો
છે.
અને –આ જ પરમાત્મા –આત્મા રૂપે –દેહમાં (શરીરમાં)
પણ વિરાજેલો છે.(૨૩)