બધા જ લોકો આમ કરી
શકે કે કેમ તે સવાલ છે.એટલે અહીં એક સહેલો
ઉપાય (માર્ગ) પણ બતાવ્યો છે. (જપયોગ) જીવનભર ઈશ્વરનું સતત
સ્મરણ કરવું (નામ-જપ) તે સહુથી સહેલો ઉપાય છે.જે બીજા કોઈ પણ
પદાર્થનો વિચાર નહિ કરતાં-એક ચિત્તથી –સ્થિર-થઇ –સતત પરમાત્માનું સ્મરણ કરે છે-તેને–અંત
સમયે પરમાત્માનું જ સ્મરણ રહે છે-અને-
અને એકવાર જે
મહાત્માએ પરમાત્માને પામી લીધા છે-તેમને ફરીથી જન્મ (પુનર્જન્મ) નથી.
જન્મ-કે-જે-અશાશ્વત
અને દુઃખનું સ્થાન-છે-તેની પીડામાંથી તે મુક્ત થાય છે.(૧૫)
બ્રહ્મલોક(બ્રહ્માના લોક) –સુધીના બધા લોક-ઉત્પત્તિ અને વિનાશને આધીન હોય છે.
એટલે-બ્રહ્મ લોકમાં
આત્માની ગતિ થઇ હોય –તો પણ-ફરીથી જન્મ થઇ શકે છે.
પુણ્યોના આધારે સ્વર્ગ-લોકની પ્રાપ્તિ થાય પણ –
સ્વર્ગલોકમાં પુણ્યો ભોગવીને પુણ્યનો ક્ષય થાય –પછી જન્મ
લેવો પડે છે.
બ્રહ્મલોકના
બ્રહ્મા –ભલે પોતાના બ્રહ્મત્વનો ઘમંડ (અભિમાન) રાખે-પણ –
તેમને પણ –પુનર્જન્મના ફેરામાંથી નિવૃત્તિ નથી.
માત્ર જયારે
પરમાત્મા (નિર્વિકલ્પ-નિરાકાર બ્રહ્મ)ની પ્રાપ્તિ થાય-પછી પુનર્જન્મ થતો નથી.(૧૬)
હવે પછી ના ૧૭-૧૮-૧૯
શ્લોક માં –બ્રહ્મા (બ્રહ્મદેવ)ના આયુષ્યના સમયની ગણત્રીનું વર્ણન છે.તેમાં
કહેવાનો મતલબ એવો
છે-કે બ્રહ્મદેવની સાથે સાથે ચરાચર (સૃષ્ટિ ) પેદા થાય છે અને-નાશ પણ થાય છે.
જે પ્રમાણે દૂધનું દહી થયા પછી-દૂધનું નામરૂપ નાશ પામે છે-તે પ્રમાણે –
આકાર (જગત)નો નાશ
થવા સાથે જગતનું “જગત-તત્વ” પણ નાશ પામે છે.
પરંતુ જેમાંથી એ
જગતની ઉત્પત્તિ થઇ છે-તે સ્થળ તો તેના મૂળ સ્વરૂપ (નિરાકાર) માં જ હોય છે.
આવું જે નિરાકાર (આકાર વગરનું) મૂળ સ્વરૂપ (પરમાત્મા) ને
“અવ્યક્ત” કહેવામાં આવે છે. અને
જયારે તે નિરાકાર,સાકાર બને છે,નામ રૂપ ધારણ કરે છે-ત્યારે તેને (જગતને) “વ્યક્ત” કહે છે.
જેવી રીતે “આકાર” ને
જોવાથી અને ધીરે ધીરે જાણવાથી –“નિરાકાર” ની પ્રતીતિ થાય છે. ને
નિરાકાર ને જાણવાથી
આકારની પ્રતીતિ થાય છે. તેવી જ રીતે.
આ “વ્યકત” અને
“અવ્યક્ત” એ એક બીજાની પ્રતીતિ કરાવનારાં બે “નામો” જ છે.
વાસ્તવિક રીતે જોવા
જતા,આ બંનેમાંથી એકે વસ્તુ નથી.
જે પ્રમાણે દાગીનાના
ભાગી નાખેલ આકારને લગડી કહેવામાં આવે છે, પછી ફરીથી તે લગડીમાં થી
દાગીના બનાવતાં લગડી
નાશ પામે છે. તે જ પ્રમાણે-
“વ્યક્ત” અને
“અવ્યક્ત” આ બંને વિચારો-“બ્રહ્મ” સંબંધી હોવા છતાં,
તે “બ્રહ્મ” વ્યક્ત કે
અવ્યક્ત નથી.તે “બ્રહ્મ” ઉત્પન્ન
થતો નથી કે નાશ પામતો નથી.
જેમ પાણી પર તરંગ
ઉત્પન્ન થાય ને નાશ પામે -તો પણ પાણી તો કાયમ જ રહે છે.(૨૦)