સાધારણ નિયમ એવો છે
કે-અંતસમયે (મરણ સમયે) અંતઃકરણમાં જેનું સ્મરણ થાય છે, અથવા મનમાં વાસનાઓ રહી
જાય છે-તો-જ- તેનો બીજો જન્મ થાય છે.એટલે-કે-
જે
મનુષ્યો-મનમાં જે જે ભાવ લાવીને –શરીરને છોડે છે-(મૃત્યુ પામે છે) –
તે તેમના બીજા જન્મમાં
-આગળના જન્મમાં મરતી
વખતે મનમાં જે ભાવ હતા –
માટે જ મન અને
બુદ્ધિ ને સર્વદા પરમાત્મામાં અર્પણ કરીને સદૈવ પરમાત્માનું ચિંતન –
કરવાથી, અંત સમયે પણ
પરમાત્માનું જ ચિંતન રહે છે-અને જીવ પરમાત્મામાં જ મળી જાય છે (૭)
પોતાના મનને બીજે
ક્યાંય જવા ન દેતાં-યોગાભ્યાસના સાધનથી,મનને એકાગ્ર કરી,
પરમાત્મામાં
પરોવવાથી-તે જીવ પ્રકાશાત્મક પરમ પુરુષ (પરમાત્મા) માં જઈ મળે છે (૮)
જીવન દરમ્યાન મનને
એકાગ્ર કરવાના કોઈ પણ સાધન કર્યા હોય તો જ અંતકાળે મન નિશ્ચળ રહી શકે છે. અને જે
મનુષ્ય અંતકાળે-
--ભક્તિયુક્ત થઇ અને
મનને નિશ્ચળ રાખી-બે ભ્રમરોની વચ્ચે (આજ્ઞાચક્રમાં) “પ્રાણ” ને સ્થિર કરી-
--પરમાત્માનું જ
ચિંતન કરે છે-તે પરમાત્મા માં જ લીન થાય છે.(મળી જાય છે).(૯-૧૦)
જેમ,જયારે,પવનનો જયારે
વંટોળિયો બને છે –ત્યારે તેની આગળ વાદળો નભી શકતા નથી,
વાદળોનું કશું જોર ત્યાં
ચાલતું નથી,પણ આકાશ –એ એક જ એવું છે-જે તેની સામે અડગ રહી શકે છે.
તે જ પ્રમાણે-
“જ્ઞાની” -જેને સમજી
ચુક્યો છે-(જગત) તે વસ્તુ જ્ઞાન ની “મર્યાદા” માં આવી ગયેલી કહેવાય છે.
જ્ઞાનીને ખબર પડી ગઈ
છે-કે જગત મિથ્યા છે-તેથી જ તે જગતને ક્ષર (નાશવંત) કહેવામાં આવે
છે.
અને જે સહજતાથી જાણી
શકાતું નથી –અને જે જ્ઞાનની સીમા બહાર છે-તેને અક્ષર (અવિનાશી) કહે
છે.
આ અક્ષર (બ્રહ્મ) એ
શુદ્ધ અને માયા વગરનું (માયાતીત) હોઈ-“સચ્ચિદાનંદરૂપ” છે.
અને જે- અક્ષર (બ્રહ્મ) ને પામવા-વિરક્ત મનુષ્યો-વિષયો (સ્વાદ-વગેરે)ની ઈચ્છા છોડી અને
નિષ્ઠુરતાથી –ઇન્દ્રિયો (મુખ-વગેરે)નું દમન કરી, બ્રહ્મચર્ય-વગેરે જેવા અનેક વ્રતો પાળી,
ઉદાસીન વૃત્તિ ધારણ
કરીને બેસે છે-અને અંતે દુર્લભ પદ (અક્ષર-બ્રહ્મ)ને પ્રાપ્ત થાય છે.(૧૧)
એટલા માટે જ નિર્વિકાર બ્રહ્મનો વાચક-એકાક્ષર-પ્રણવ- ॐકાર –નો ઉચ્ચાર કરતાં-કરતાં –અને
પરમાત્માનું સ્મરણ કરતાં કરતાં-જે દેહનો ત્યાગ કરે છે-
તે નિશ્ચયપૂર્વક પરમાત્મામાં જ સમાઈ જાય છે.(મુક્ત થઇ જાય છે).(૧૨-૧૩)
(ઉપરના બે શ્લોકમાં આધ્યાત્મિક અભ્યાસ (યોગ) કરી -પરમાત્માનું સ્મરણ કરતાં કરતાં
કેવી રીતે કરી ને "પ્રાણ" ત્યાગ થાય તે બતાવ્યું છે.
જ્ઞાનેશ્વરે અત્યંત રસમય (અને રહસ્યમય) રીતે આનું વર્ણન કર્યું છે-
કેવી રીતે કરી ને "પ્રાણ" ત્યાગ થાય તે બતાવ્યું છે.
જ્ઞાનેશ્વરે અત્યંત રસમય (અને રહસ્યમય) રીતે આનું વર્ણન કર્યું છે-
જે કદાચ થોડા આગળ
વધેલા સાધકોને જ –ખૂબીથી સમજાય કે અનુભવાય - તેવું લાગે છે.
શરૂઆતના સાધકોને
કદાચ –સમજવામાં અઘરું લાગે???!!!
જયારે ઇન્દ્રિયો(મુખ-વગેરે) ના –દ્વારો- ને- નિગ્રહ-રૂપી તાળાં વડે વસાયેલાં હોય છે-ત્યારે જ –
--સહજતાથી- ચિત્ત (મન-વગેરે)
–સ્વાધીન થઇ હૃદયમાં સ્થિર થઇ બેસી જાય
છે.
--ચિત્તની સ્થિરતા
થઇ એટલે પ્રાણાયામથી ॐકાર નુ ધ્યાન કરવું.અને-
--પ્રાણવાયુને
ક્રમેક્રમે –બ્રહ્મરંઘ્ર સુધી લાવવો. પછી-
--“અ”કાર,”ઊ”કાર અને
“મ”કાર –એ ત્રણે માત્રાઓ નો –લય-અર્ધમાત્રા- ( ᴗ ) માં થાય-ત્યાં સુધી-
ધારણાશક્તિના-બળ-થી પ્રાણવાયુને-બ્રહ્માકાશ-માં મળવાની તૈયારીમાં હોય –તેવી રીતે ધરી રાખવો.
અર્થાંત-ત્યાં સુધી તે પ્રાણવાયુને મસ્તકના (બ્રહ્મરન્ઘ્રના) આકાશમાં સ્થિર કરવો.-ત્યાર પછી-
-- ॐકાર (ની અર્ધમાત્રા પરના)અને તેનો (મસ્તક-ના ઉપરના આકાશનો-બ્રહ્મકાશનો) સંયોગ થતાં –
તે સર્વ (એક કે લીન થઇ) મૂળ-સ્વરૂપ (બ્રહ્મ-(બિંદુ)માં મળી જાય છે.
--આમ થતાની સાથે-જ- ॐકારનું સ્મરણ બંધ પડી જાય છે.
--અને તે જ વખતે "પ્રાણ"નો અંત થાય છે.(કે એકતા થાય છે) અને બ્રહ્માનંદ-સ્વ-રૂપ જ બાકી રહે છે.)
(નોંધ-આ વસ્તુમાં કહેલ ગુહ્ય-જ્ઞાન જે સમજનાર હશે તેને જ સમજાઈ જશે)