અધ્યાય-૮-અક્ષરબ્રહ્મ યોગ-૧
અર્જુન શ્રીકૃષ્ણને
પૂછે છે-કે-“બ્રહ્મ” એટલે શું ?
“કર્મ” શાનું નામ છે ? “અધ્યાત્મ” શેને કહેવામાં આવે છે ? “અધિભૂત”-“અધિદૈવ”-“અધિયજ્ઞ”
એટલે શું ? તે મને જરા વિગતથી સમજાવો.
જેણે અંતઃકરણને –સ્વાધીન-કર્યું
છે-તે મરણ વખતે તમને કેવી રીતે ઓળખી શકે છે-
શ્રીકૃષ્ણ જવાબ
આપતાં કહે છે-કે-
(૧) બ્રહ્મ-અવિનાશી (જેનો નાશ ન થઇ શકે તેવા) અને શ્રેષ્ઠ છે.
(૨) અધ્યાત્મ-
(અધિ-આત્મ) આ બ્રહ્મનું શરીરમાં આત્મા રૂપે રહેવું-એટલેકે-હોવું-(“સ્વ”-ભાવ) –તે –
(૩) કર્મ-નો
એક સીધો- અર્થ-સત્કાર્ય-બલિદાન (દેવો–સૂર્ય-વગેરે- ને આપેલું બલિદાન)
બલિદાન-એટલે- કે -જે
દેવતાઓને રાંધેલા ચોખા વગેરે બલિદાન અપાય છે-તે-યજ્ઞનું કર્મ –
યજ્ઞમાં હોમેલું
બલિદાન –સૂક્ષ્મરૂપે-સૂર્યને પહોંચે છે-સૂર્યથી વરસાદ અને વરસાદથી અન્ન –પેદા થાય
છે-
કે જે અન્નથી જીવોનું પોષણ થાય છે-એટલે કે યજ્ઞ-કર્મ (સ્વ-ધર્મ રૂપી કર્મ)
જીવોનો આધાર છે.
અને આ જ વસ્તુનુ
બીજી રીતે - વર્ણન કરતાં-જ્ઞાનેશ્વર કહે-
છે-કે-
--આ જગતની ઉત્પત્તિ (સર્ગ) શામાંથી અથવા કોનામાંથી થાય છે?કોણ કરે છે?(જગતનો“કર્તા”-કોણ છે?)
--અને આ જગતનો નાશ (વિસર્ગ) કોણ કરે છે?(જગત ના નાશનું “કારણ” –કોણ છે ?)
તેનું અવલોકન
કરવામાં આવે તો-તેનું મૂળ “અવ્યક્ત”(દેખી ના શકાય તેવું- બ્રહ્મ) જ છે –એમ જણાય છે.
સાદી ભાષામાં કહીએ
તો-
“મૂળ” માં “કર્તા” નું
અને “અંત” માં “કારણ” નું- ઠેકાણું જણાતું નથી.(દેખાતું નથી)
- તેમ છતાં-વચ્ચે –“કાર્ય” (જગતની વૃદ્ધિ) –આપોઆપ -થાય છે-
(અવ્યક્ત-બ્રહ્મ- “કર્તા”
ના સિવાય પણ”આકારો”-“શરીરો” બને છે)
આ–જે –પ્રક્રિયા (કાર્યની પ્રક્રિયા) ચાલી રહી છે-તેને “કર્મ” કહે છે.
(૪) અધિભૂત-પંચમહાભૂતોમાં રહેલો-
જે પ્રમાણે આકાશમાં
વાદળાં બને છે-ત્યારે તે દેખાય છે-અને જયારે તે વરસી જાય છે ત્યારે પછી દેખાતાં નથી,
તે પ્રમાણે પંચમહાભૂતોમાંથી શરીર બને છે-તે દેખાય છે-અને મૃત્યુ પછી-તે પંચમહાભૂતો
છૂટા પડી
જાય છે.અને પોતપોતાનામાં મળી જાય છે.પરમાત્માની-પ્રકૃતિ- આ ક્રિયા કરે છે-
(૫) અધિદૈવ-દેવો (સૂર્ય-રામ-કૃષ્ણ -વગેરે) માં રહેલો રહેલો-
આત્મા –એ પંચ-મહાભૂતમાંથી બનેલા શરીરનો દેવતા છે-
અને દરેક “દેવ” -ના –દેખી
શકાય તેવા સ્વરૂપમાં પણ –એ જ આત્મા છે.
(૬) અધિયજ્ઞ-યજ્ઞ
માં “કર્મ”રૂપે રહેલો-
શરીર (દેહ) કે જે
કર્મ (કાર્ય) રૂપી યજ્ઞ કરે છે-તે કર્મ પણ પ્રકૃતિના આધારે જ થાય છે.
પ્રકૃતિ પરમાત્માને
આધીન છે-એટલે પરમાત્મા તે યજ્ઞ માં પણ રહેલો છે.(૩-૪)
યજ્ઞ ની વ્યાખ્યા
આપતાં જ્ઞાનેશ્વર કહે છે-કે-
“વૈરાગ્ય” રૂપી
લાકડાંમાં “ઇન્દ્રિયોના સંયમ” રૂપી અગ્નિ સળગાવી,
તેમાં “વિષયરૂપી”
દ્રવ્યની આહુતિ આપવાનું “યજ્ઞ-કર્મ” છે.
શરીર મરે છે-પણ
આત્મા મરતો નથી આવું “જ્ઞાન” જે જ્ઞાની ને
થઇ ગયું છે-તેને ખબર છે-કે-
આત્મા એ પરમાત્મામાં જ વિલીન થવાનો છે-(મળી જવાનો છે)-
આ સમજને લીધે- તેને
ભય રહેતો નથી અને
અંતકાળે –આવો જીવ-જો
પરમાત્માનું સ્મરણ કરતાં કરતાં જીવ છોડે-
તો તે પરમાત્માના
સ્વરૂપમાં જ મળી જાય છે-તેમાં કોઈ શંકા નથી.(૫)