Mar 31, 2020

ભાગવત રહસ્ય -૨૩૧

મોટા મંડપની અંદર સીતાજીનો સ્વયંવર રચાયો છે.વિશ્વામિત્ર,રામ-લક્ષ્મણની સાથે પધાર્યા છે.જનકજીએ જાહેર કર્યું-પૃથ્વીને નક્ષત્રી કરી,પરશુરામજીએ આ શંકર ભગવાનનું ધનુષ્ય મારા ઘરમાં રાખ્યું છે,હજાર યોદ્ધાઓ ભેગા મળે ત્યારે જ આને ઉઠાવી શકે છે. મારી દીકરી સીતા –ત્રણ વર્ષની હતી –ત્યારે આ ધનુષ્યનો ઘોડો બનાવીને રમતી હતી,માટે જે કોઈ આ ધનુષ્યને ઉઠાવશે,અને તેની પણછ ચડાવશે-તેને હું મારી કન્યા પરણાવીશ.

તે સમયે આકાશમાર્ગે રાવણ જતો હતો –તેણે મોટો મંડપ જોયો,તેથી નોકરોને તેણે પૂછ્યું-કે-
આ શાનો મંડપ છે ? નોકરોએ કહ્યું –કે અહીં સીતાજીનો સ્વયંવર છે.
રાવણને આમંત્રણ નહોતું છતાં તે સ્વયંવરમાં આવ્યો છે.વિના કારણે તે-જનકરાજા જોડે ઝગડો કરવા 
લાગ્યો છે. પોતાની આત્મ-પ્રસંશા કરતાં –કહે છે-કે-તમે લોકો મને ઓળખાતા નથી.શિવ-પાર્વતીની સાથે 
આખો કૈલાશ પર્વત મેં ઉઠાવ્યો હતો-તો આ જુના પુરાણા ધનુષ્યનો તો શું હિસાબ ?

કૈલાસમાં તે વખતે પાર્વતીજી શિવજીને કહે છે-તમારા ચેલા રાવણને બહુ અભિમાન થયું છે-રાવણ ધનુષ્ય ઉઠાવી ન શકે તેવો ઉપાય કરો. શિવજીની આજ્ઞા થી-ત્રણસો શિવગણો –સૂક્ષ્મરૂપે ધનુષ્ય ઉપર ચઢી બેઠા છે.રાવણ ધનુષ્ય ઉઠાવવાનો પ્રયત્ન કરે છે-ત્રણસો શિવગણો સાથેનુ ધનુષ્ય ઉઠાવ્યું છે,સભામાં ચારે તરફ 
જુએ છે-કે કોઈ તેની જય કેમ બોલાવતું નથી.રાવણે ઓગણીશ હાથથી ધનુષ્ય ઉપાડ્યું છે-વીસમો હાથ પીઠ પર રાખ્યો છે-તે જ વખતે શિવ-ગણોએ તેમની બધી તાકાત ભેગી કરી અને ધનુષ્ય રાવણની છાતી પર પાડ્યું.રાવણ નીચે પડ્યો અને લોહી ઓકવા લાગ્યો,તેને મૂર્છા આવી છે.

જનકરાજાએ તેના સેવકોને કહ્યું-કે જોઈ શું રહ્યા છો ?બ્રાહ્મણનો દીકરો છે તે મરી જશે તો અપશુકન થશે અને મારી દીકરીના લગ્ન માં વિઘ્ન આવશે.
હજારો સેવકો કુદી પડ્યા અને –રાવણની છાતી પરથી ધનુષ્ય હટાવ્યું.
રાવણની આવી ફજેતીથી બીજા રાજાઓ સાવધાન થઇ ગયા-બધા વિચારે છે-કે આવા જબરા રાવણથી જે 
કાર્ય થઇ ન શક્યું તો આપણાથી તો કેવી રીતે થાય ?આપણો તો છેલ્લો વરઘોડો જ નીકળે.
એટલે બધા ડહાપણની વાતો- કહેવા લાગ્યા-કે અમે તો સ્વયંવર-લગ્ન જોવા જ આવ્યા છીએ.
ધનુષ્ય ઉઠાવવા કોઈ પ્રયત્ન કરતુ નથી.

વિશ્વામિત્રે આજ્ઞા કરી એટલે રામજી ધનુષ્યનો ભંગ કરવા જાય છે. વિશ્વામિત્ર ,શિવજીને પ્રાર્થના કરે છે-
“તમને અભિષેક કર્યા વગર મેં પાણી પીધું નથી,મારો રામ ધનુષ્ય ઉઠાવવા જાય છે,મારા રામ માટે તમે 
ધનુષ્યને હલકું બનાવજો.” સીતાજી પ્રાર્થના કરે છે-કે-“ધનુષ્ય,હલકું-ફૂલ થજો”
રામજી શિવ-ધનુષ્યને વંદન કરે છે,અને ધનુષ્યને ઉઠાવી લીધું.વીજળીનો ચમકારો થયો,
પણછ ચઢાવવા જ્યાં ધનુષ્ય વાળ્યું-ત્યાં તેના બે ટુકડા થઇ ગયા છે.
લોકો અંજાઈ ગયા છે-કેવી રીતે ધનુષ્ય ઉઠાવ્યું,કેવી રીતે નમાવ્યું તે ખબર પણ પડી નથી.

સીતાજીએ વિજયમાળા હાથમાં લીધી છે,આઠ સખીઓ ડાબી બાજુ,આઠ સખીઓ જમણી બાજુ 
મંગળગીતો ગાય છે. અને ધીરે ધીરે રામને માળા પહેરાવવા આવે છે.
રઘુનાથજી વિચાર કરવા લાગ્યા-માતપિતાની આજ્ઞા વગર મારે લગ્ન કરવાં નથી.
સીતાજી અતિ સુંદર છે-તેથી શું ?
અતિસુંદર રાજ-કન્યા વરમાળા અર્પણ કરવા આવી છે-પણ રામજી માતપિતાની આજ્ઞા વગર વરમાળા પહેરવા તૈયાર નથી.સીતાજી હાર પહેરાવવા બે હાથ ઉંચા કરી પ્રયત્ન કરે છે,
સીતાજી રામજી ના પ્રમાણ માં જરા ઠીંગણા છે,
      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE