જ્ઞાનેશ્વર નો પત્ર લઈને ચાંગદેવનો શિષ્ય આળંદી થી નીકળ્યો.અને
તાપી નદી ના કિનારે આવી- ચાંગદેવ ને તે પત્ર આપી
ને આળંદી ની સર્વ હકીકત થી ચાંગદેવ ને વાકેફ કર્યા.અને જ્ઞાનેશ્વર ના ખૂબ વખાણ
કર્યા.
ચાંગદેવે પત્ર વાંચ્યો,અને પોતે યોગ ના સહારે- હદ ઉપરાંત
વર્ષો સુધી દેહ ને ટકાવી રાખ્યો-
તે બદલ તેમને અફસોસ થયો.અને તરત જ આળંદી જવાનો
નિર્ણય કર્યો.
શિષ્યો એ અનુરોધ કર્યો કે-મહારાજ તમારો આ સકળ
વૈભવ સાથે લઈને જ જાઓ,એક વખત તે
જ્ઞાનેશ્વર આપનો વૈભવ જોશે-તો- તે જ આપના શરણે
આવશે.
ચાંગદેવે કહ્યું કે-આ સર્વ વૈભવ તેમણે વિષ તુલ્ય
લાગશે,કારણકે તે બ્રહ્મરૂપ થયા છે.
માત્ર તમારામાંથી જેની મરજી હોય તે સાથે આવે.ચાંગદેવ
ના આવા કહેવાથી,રાજા થી રંક અને
વાઘ,સિંહ જેવા ક્રૂર પશુઓ સાથે તેમનું શિષ્યગણ
તેમના વૈભવ સાથે જ આળંદી જવા તૈયાર થયા.
અને ચાંગદેવ ની સર્વ મંડળી ત્રીજે દિવસે આળંદી ના
નજીક આવી પહોંચી.
કેટલાક શિષ્યોએ આગળ જઈ જ્ઞાનેશ્વર ને ચાંગદેવ
મહારાજ આવી પહોંચ્યા છે-તેના સમાચાર આપ્યા.
તે વખતે જ્ઞાનેશ્વર ,પોતાના ભાઈ બહેનો સાથે ઓટલા પર બેઠા હતા, ત્યારે સમાચાર સાંભળી
નિવૃત્તિનાથ બોલ્યા કે-ચાંગદેવ જેવા મહાન પુરુષ
આપણને મળવા આવે તો આપણે તેમને લેવાને
સામે જવું જોઈએ.
એટલે જ્ઞાનેશ્વરે તરત જ જે ઓટલા પર બધા બેઠા હતા
તે ઓટલા ને ચાલવાની આજ્ઞા કરી.
એટલે ઓટલો સજીવ પ્રાણી ની જેમ ચાલવા માંડ્યો.
ચાંગદેવ સામેથી વાઘ પર સવારી કરીને આવતા હતા.અને
આળંદી ના આ બાળસંતો ઓટલા પર બેસી ને જતા હતા. બંને એ યોગ થી સિદ્ધિ મેળવી હતી -
પણ ચાંગદેવ માં અહંકાર હતો જયારે જ્ઞાનેશ્વર માં
અહંકાર નું નામ નહોતું.
ચાંગદેવ ને પત્ર માં જ્ઞાનેશ્વરે આત્મબોધ કર્યો
હતો.પણ અહંકાર જ્યાં સુધી દૂર ન થાય ત્યાં સુધી આત્મબોધ થતો નથી.અને સમર્થ સદગુરૂ
ના ચરણે બેઠા સિવાય અહંકાર દૂર થતો નથી.
ચાંગદેવ કદી પણ કોઈ યોગી થી હાર્યા નહોતા,પણ કોઈ
આત્મજ્ઞાની સમર્થ ગુરૂ ને શરણે પણ ગયા નહોતા.
તેમને આવા ગુરૂ ની આવશ્યકતા હતી,અને આવા ગુરૂ ને
પાત્ર થયા ત્યારે પરમાત્મા એ તેમને
જ્ઞાનેશ્વર જેવા ગુરૂ પાસે મોકલી આપ્યા.
વાઘ પર બેસી અને હાથ માં સાપ નો ચાબુક કરી પુરા
ઠાઠ થી ચાંગદેવ ,જ્ઞાનેશ્વર ની મુલાકાતે જતા હતા ,
પણ જડ ઓટલા પર બેસી ને આવતા જ્ઞાનેશ્વર ને જોઈ
તેમનું અભિમાન પીગળી ગયું.
ચાંગદેવ ના અંતર નું રૂપાંતર થયું અને તે જ્ઞાનેશ્વર ને શરણે ગયા.અને તેમના સંગ માં જ
રહેવા લાગ્યા.
જ્ઞાનેશ્વરની નજીક રહેવાથી તેમને ઘણો લાભ થવા
માંડ્યો પણ હજુ સુધી તે ગુરુકૃપા ને પાત્ર થયા નહોતા.
તેમનું શિષ્યગણ પણ ત્યાં જ હતું,તે સર્વ લૌકિક
વિદ્યા(યોગ) ના અભ્યાસીઓ હતા,તેઓ ને ચાંગદેવ ,
જ્ઞાનેશ્વર પાસે રહે તે ગમતું નહોતું.અને
ચાંગદેવને પણ તે શિષ્યો હવે ગમતા નહોતા.
ચાંગદેવ ના મન ની વાત જાણી,જ્ઞાનેશ્વરે તેમના શિષ્યો
ને દૂર કરવાની એક યુક્તિ ખોળી કાઢી.
ચાંગદેવ ઘણા વખતથી કહ્યા કરતા હતા કે મને –પાશષ્ટિ
–નો અર્થ બરાબર સમજાવો.પણ જ્ઞાનેશ્વર
વાત ટાળતા હતા.એક વખત ચાંગદેવે ઘણો જ આગ્રહ
કર્યો,ત્યારે,જ્ઞાનેશ્વરે કહ્યું કે-
“એક જીવ નું બલિદાન આપો તો –તમને અર્થ સમજાવું.”
ચાંગદેવે પોતાના શિષ્યો ને ભેગા કરી કહ્યું કે –મારા
માટે જે કોઈ પોતાના દેહ નું બલિદાન આપવા તૈયાર હોય તે મને કાલે સવારમાં આવી ને મળે”
આ સાંભળતા જ શિષ્યો માં કોલાહલ થઇ ગયો.
ગુરૂ ને માટે પોતાના દેહ નું બલિદાન આપવા –મફતના
લાડુ ખાઈ ને એશોઆરામ કરતા શિષ્યો માં થી
બીજા દિવસે કોઈ પણ રહ્યો નહિ.
“ભેખ ધર્યા માં ત્રણ ગુણ.નહિ વેરો નહિ વેઠ,બાવો
બાવો સહુ કરે અને સુખે ભરે પેટ”
બધા લાડુ-ભગત શિષ્યો એ રાતોરાત વિદાઈ લીધી.(નાસી
ગયા)