વિઠ્ઠલપંત ની જેવી ઘટના (સંન્યાસમાં થી
ગૃહસ્થાશ્રમ માં આવવું) પહેલાં બ્રાહ્મણો માં બનેલી નહિ,
એટલે આ પ્રસંગ ને શાસ્ત્ર નો આધાર મળવો મુશ્કેલ
હતો.
વિઠ્ઠલપંત ને બાળકો ને યજ્ઞોપવિત આપવાની ચિંતા હતી.એટલે
છેવટે તેમણે એવો નિર્ણય કર્યો કે-
ગમે તે પ્રાયશ્ચિત કરવું પડે પણ બાળકો ને જ જાતિ-
કુળ થી જુદાં કરવાં નથી.
એટલે તેમણે બ્રાહ્મણો ની સામે સાષ્ટાંગ નમસ્કાર
કરી ને પ્રાર્થના કરી કે-
મેં કેવળ ગુરુની આજ્ઞા અર્થે જ ગૃહસ્થાશ્રમ નો
ફરીથી સ્વીકાર કર્યો છે,કામ વાસના ને આધીન થઈને નહિ,
આપ જે કહેશો તે દંડ ભોગવવા હું તૈયાર છું,તમે કહેશો
તે પ્રાયશ્ચિત્ત કરીશ,પણ કૃપા કરી મારાં બાળકો
યજ્ઞોપવિત ધારણ કરી શકે-એવો ધર્મ-શાસ્ત્રાર્થ
શોધી કાઢી અને યોગ્ય નિર્ણય આપો.
બ્રાહ્મણો એ ઉત્તર આપ્યો કે-તમારા અપરાધ માટે
શાસ્ત્ર માં ક્યાંય પણ પ્રાયશ્ચિત જણાવવામાં આવ્યું નથી.
તમારાં બાળકો ને જનોઈ ધારણ કરવાની અનુજ્ઞા નથી,
તમારો અપરાધ એવો ઘોરતમ છે-કે-
દેહાંત (દેહ નો અંત લાવવો ) સિવાય કોઈ પ્રાયશ્ચિત
તેને લાગુ પડતું નથી.
વિઠ્ઠલપંતે સ્ત્રી-પુત્રોનો મોહ છોડી –બ્રાહ્મણો ને
વંદન કરી-એકદમ પ્રયાગ-ક્ષેત્ર તરફ પ્રયાણ કર્યું અને
ગંગા-જમના ના ઓઘ માં પોતાના દેહનું વિસર્જન
કર્યું.રુકિમણીબાઈ પણ સાથે જ હતાં –તેમણે પણ
પોતાના સ્વામી ની પાછળ નદીના પાણીમાં ભૂસકો
મારી-દેહ નો ત્યાગ કર્યો.
ત્યારે નિવૃત્તિ નાથ ની ઉંમર ભાગ્યે જ દશ વર્ષ ની
હતી. માતા-પિતાના મૃત્યુ બાદ બાળકો થોડા દિવસ આપોગાંવ માં રહ્યા પરંતુ તેમના
દુશ્મનોએ તેમને તેમના બાપદાદા ના ઘરમાં પ્રવેશવા દીધા નહિ,અને
તેમની મિલકત પણ પચાવી પાડી.બાળકો ઘરબાર વગરના થઇ
ગયા.
બાળકો આકાશને છત અને ધરતી ને ઘર બનાવીને આપોગાંવ
માં રહ્યા.
નિવૃત્તિનાથ અને જ્ઞાનેશ્વર ભિક્ષા માગી લાવતા
અને
સોપાનદેવ નાની મુક્તાબાઈ ની સંભાળ લેતો. આમ તેઓએ
દિવસ વ્યતિત કર્યા હતા.
ભાઈઓ અને બહેન ને લઈને છેવટે નિવૃત્તિનાથ આળંદી
ગયા,
નિવૃત્તિનાથ તો પોતે શિવ સ્વ-રૂપ થયા હતા,પોતાના
દેહનું પણ તેમને ભાન નહોતું,
નિજ સ્વ-રૂપમાં મસ્ત હતા,તેમને તો પોતાને જનોઈ નો
કોઈ આગ્રહ નહોતો.
પણ જ્ઞાનેશ્વરે એક વખત કહ્યું કે-આપણે યજ્ઞોપવિત
ધારણ કરવી જોઈએ,
અને આ બાબત બ્રાહ્મણો પાસે ફરીથી નિર્ણય કરાવવો
જોઈએ.
નિવૃત્તિનાથ હવે ભાઈ-બહેન ને લઇ ને પૈઠણ તરફ
પ્રયાણ કર્યું.
ગોદાવરી ને કિનારે સ્નાન કરી,તેઓ ગામમાં ગયા.
વિઠ્ઠલપંત ના મામા કૃષ્ણાજી પંત પૈઠણ માં જ રહેતા
હતા.તેમને ઘેર તેઓ ઉતર્યા.
ચાર દિવસ પછી બ્રાહ્મણ સભા એકત્રિત થઇ,તેમની
સમક્ષ,નિવૃત્તિ નાથે -આળંદી ના બ્રાહ્મણો નો પત્ર
રજુ કર્યો-કે જેમાં લખ્યું હતું કે-“આ સન્યાસી ના
બાળકો છે,ને તેમને પ્રાયશ્ચિત નો શાસ્ત્રાર્થ જોઈએ છે”
પછી નિવૃત્તિનાથે આદરથી પ્રાર્થના કરી કે –અમે અનાથ
છીએ તેમને તમે સનાથ કરો.
બ્રાહ્મણો ની સભા માં મોટા મોટા વેદો ને
જાણનારા,શાસ્ત્રજ્ઞ અને અધ્યયન થી વિદ્વાન બ્રાહ્મણો બેઠા હતા.
કેટલાક સાત્વિક,દયાળુ વૃત્તિ ના બ્રાહ્મણો ને દયા
પેદા થઇ હતી તો- કેટલાક નિંદા કરતા હતા.
પુષ્કળ વાદ-વિવાદ ના અંતે-બ્રાહ્મણોએ નિર્ણય
આપ્યો કે-
“સન્યાસી ના બાળકો ને યજ્ઞોપવિત ધારણ કરવાની વિધિ
શાસ્ત્ર માં ક્યાંય દ્રષ્ટિગોચર (દેખાતી) નથી.
માટે તેમને આજ્ઞા આપી શકાતી નથી.
વળી પ્રાયશ્ચિત થી પણ તમને પાવન કરી શકાય નહિ,
માટે હાલ છો,તેવી જ દશામાં હરિ ચિંતન કર્યા કરો.
સર્વ જગતને કૃષ્ણ-રૂપ જુઓ,જીતેન્દ્રિયપણે
રહો,લગ્ન કરીને સંસાર ની વૃદ્ધિ કરશો નહિ,
દેહ રહે ત્યાં સુધી વૈરાગ્ય વૃત્તિ થી શ્રી હરિ
ની અનન્ય ભક્તિ કરો.-
કે જેથી તમારાં સર્વ પાપો બળી ને તમે પવિત્ર થશો.”