વિસોબા ની ઘટના શકે-૧૨૦૯ અને શકે-૧૨૧૨ ની વચમાં
બની.
આ ત્રણ વર્ષ દરમ્યાન જ્ઞાનેશ્વર પોતાનાં ભાઈબહેન
સાથે,આળંદી,નેવાસા અને આપેગાંવ –
એ ત્રણ સ્થળે જતાં આવતાં રહેતાં.
લોકોએ તેમનો વિરોધ શકે-૧૨૧૨ ના પ્રારંભ માં સંપૂર્ણ
પણે છોડી દીધો હતો.
આ વખતે જ્ઞાનેશ્વર ની ઉંમર માત્ર-૧૫ વર્ષની હતી.
અને માત્ર ૧૫ વર્ષની ઉંમરે નેવાસામાં –ગુરૂ
નિવૃત્તિનાથ સમક્ષ –
ગીતા પર ભાષ્ય “જ્ઞાનેશ્વરી-ગીતા” રચવાનો પ્રારંભ
કર્યો.(મરાઠી ભાષામાં -ઓવી-રૂપે)
જ્ઞાનેશ્વર ના ચરિત્ર માં આવી ગયેલા બધા ચમત્કારો
ને બાજુ પર રાખીએ-તો પણ-
કોમળ વય (૧૫ વર્ષની ઉંમર) માં ગીતા પર કાવ્યમય
ભાષામાં,સરળ રીતે અને દૃષ્ટાંતો થી ભરપૂર,તેમનું જે અદભૂત વક્તવ્ય “જ્ઞાનેશ્વરી”
માં છે-તેના જેવો કોઈ બીજો ચમત્કાર નથી.
ગીતા પર આજ પર્યંત સંસ્કૃત,પ્રાકૃત કે પરદેશી
ભાષામાં હજારો ટીકાઓ લખાણી છે,પણ
તેમાંનો એક પણ ગ્રંથ “જ્ઞાનેશ્વરી” ની બરોબરી કરી
શકે તેમ નથી.
એક કાવ્ય ગ્રંથ તરીકે, એક તત્વજ્ઞાન વિષયક ગ્રંથ
તરીકે,ધર્મ રહસ્ય પ્રગટ કરનાર ગ્રંથ તરીકે,
ભાષા ગ્રંથ તરીકે કે સ્વાનુભવ યુક્ત ગ્રંથ
તરીકે-કે કોઈ પણ પ્રકારના ગ્રંથ તરીકે –જો-
“જ્ઞાનેશ્વરી” નું નિરીક્ષણ કરવામાં આવે તો-તેની
બરોબરી કરી શકે તેવો ગ્રંથ મળવાની સંભાવના ઓછી છે.
જ્ઞાનેશ્વરી પછી અમૃતાનુભવ,ચાંગદેવ પાસષ્ઠી,હરિપાઠ,યોગવશિષ્ઠ,સ્વાત્મપત્ર
–વગેરે ગ્રંથો અને
સેંકડો અભંગો જ્ઞાનેશ્વરે રચ્યા છે.
શકે-૧૨૧૨ માં જ્ઞાનેશ્વરી ની સમાપ્તિ થયા પછી
જ્ઞાનેશ્વર તીર્થયાત્રાએ નીકળ્યા.
યાત્રામાં ભાઈ બહેનો અને ભક્તો પણ સામેલ થયા.
યાત્રામાં પંઢરપુર આવ્યું. પંઢરપુર માં નામદેવ
કરી ને એક અતિ પ્રેમાળુ ભક્ત છે,અને વિઠ્ઠલનાથ સાથે
તે પ્રત્યક્ષ વાતો કરે છે,એમ જ્ઞાનેશ્વર જાણતા
હતા. તેથી નામદેવ ને જઈ તે મળ્યા અને પોતાની સાથે
તીર્થયાત્રામાં આવવાની વિનંતી કરી. નામદેવ પણ
તેમની સાથે જોડાણા.
રસ્તામાં “તેરગાંવ” નામનું ગામ આવ્યું,ત્યાં
ગોરોબા નામે કુંભાર જ્ઞાતિના ભક્ત રહેતા હતા.
તેમણે અત્યંત ભક્તિભાવ થી આ સંત મંડળી નું સ્વાગત
કર્યું.
પ્રત્યેક મુકામે નામદેવજી કીર્તન કરતા.નામદેવજી
ની અનુપમ ભક્તિ-અને પથ્થરને પણ પીગાળી નાખે
તેવો તેમનો પ્રેમ જોઈ સંત મંડળી ને આનંદ આવતો.
નામદેવ ને પંઢરીનાથ માં અત્યંત પ્રેમ હતો.તે
સંપૂર્ણ ભક્ત હતા. પરંતુ-
સર્વાત્મભાવ (પ્રભુ સર્વ જગ્યાએ છે) નો ઉદય તેમના
માં થયો નહોતો,હજી સદગુરુને પાત્ર થયા નહોતા,
અને પોતે વિઠ્ઠલનાથ જોડે પ્રત્યક્ષ વાત કરે
છે-તેવું થોડું અભિમાન પણ હતું.
જ્ઞાનેશ્વરની ઈચ્છા હતી કે-નામદેવને –સગુણ,નિર્ગુણ
–સર્વ ઈશ્વરનાં જ સ્વરૂપો છે-એવો બોધ થાય.
એકવખત સંત મંડળી બેઠી હતી.ત્યાં મુક્તાબાઈ ગોરોબા
કુંભાર નો ઘડા ઘડવાનો ટપલો હાથમાં લઇ
આવ્યા અને ગોરોબા ને પૂછ્યું કે-કાકા આ શું છે ?
ગોરોબા એ જવાબ આપ્યો કે-ઘડો કાચો છે-કે-પાકો છે
તે આનાથી સમજાય છે.
મુક્તાબાઈ બોલ્યાં-આ સર્વ માણસો પણ ઈશ્વરના બનાવેલા
ઘડાઓ જ છે,તેમાંથી કાચા કોણ અને પાકા કોણ તે તમે કહી શકશો ?
ગોરોબા એ ટપલો હાથમાં લીધો અને પ્રત્યેક સંત ના
મસ્તક પર જરા અવાજ થાય તેમ મારવા લાગ્યા.
કોઈ પણ સંતે જરા પણ બડબડાટ કર્યો નહિ પણ નામદેવનો
વારો આવ્યો,એટલે તેઓ એકદમ બોલી ઉઠયા કે –ખબરદાર જો મારા માથા પર ટપલો માર્યો
તો.....પરીક્ષાની આ તે કોઈ રીત છે ?
આ શબ્દો સાંભળી ગોરા કુંભારે નિર્ણય આપ્યો
કે-સર્વ ઘડાઓ માં આ ઘડો કાચો છે.
નામદેવે સદગુરૂ ને પાત્ર થયા નથી,(એટલે અહમ દેખાય
છે) અને તેમના માં સર્વાત્મભાવ થયો નથી.
પાછળથી વિસોબા એ તેમને પરમાત્મા સર્વત્ર છે-તેનું
જ્ઞાન આપ્યું.અને ગુરૂ બન્યા.