થોડો સમય પૈઠણ માં રહ્યા પછી, જ્ઞાનેશ્વર પોતાના ભાઈ બહેનો અને શુદ્ધિપત્ર સાથે પૈઠણ થી નીકળ્યા,
અને નેવાસા મુકામે આવી પહોંચ્યા.
નેવાસા ગામ નગર જિલ્લામાં (મહારાષ્ટ્ર) પ્રવરા નદી
ને કિનારે વસેલું છે.
નેવાસા બે ગામ મળીને થયેલું, (૧) ખંડોબાનું
નેવાસા (૨) મોહનીરાજનું નેવાસા.
આ બે ગામ મળી ને નેવાસાક્ષેત્ર થયેલું. નેવાસાની
પશ્ચિમ દિશાએ “જ્ઞાનેશ્વરી નો શિલાસ્તંભ” નામથી
પ્રસિદ્ધ થયેલ પથ્થર છે. આ નેવાસા ક્ષેત્ર માં જ
જ્ઞાનેશ્વરી-ગીતા-ગ્રંથ ની રચના થઇ હતી.
જ્ઞાનેશ્વર જયારે નેવાસા પહોંચ્યા - ત્યારે તેમને
એક સતી સ્ત્રીને પોતાના પતિના શબ ની આગળ
આક્રોશ કરતી જોઈ.જ્ઞાનેશ્વરે તપાસ કરતા જણાયું
કે-મૃત પુરુષ નું નામ “સચ્ચિદાનંદ” હતું.
આ નામ સાંભળતાની સાથે જ તેઓ બોલી ઉઠયા કે-
“શું સત્-ચિત્-આનંદ ને મૃત્યુ આવેલું કોઈએ
સાંભળ્યું છે ? સચ્ચિદાનંદ સર્વ ઉપાધિ
વગરનું છે,
તેને મૃત્યુ નો સ્પર્શ શી રીતે થઇ શકે ?”
પોતાના મુખે થી આવા શબ્દો ઉચ્ચારી તેમણે શબ પર
હાથ ફેરવ્યો,
એટલે તરત જ મૃત પુરુષ જીવંત થઇ ને બેઠો થયો!!!!
અને જ્ઞાનેશ્વર ના ચરણ પર મસ્તક પર મુકીને તેમણે
શરણે પડ્યો.
આ પુરુષ (સચ્ચિદાનંદ) તે નેવાસા ગામનો કુલકર્ણી
હતો.અને પાછળથી-
જ્ઞાનેશ્વર મહારાજ જેમ જેમ “જ્ઞાનેશ્વરી-ગીતા” ને
કહેતા ગયા-તેમ તેમ તેને તે લખતો ગયો.
અને તેના પછી એણે “જ્ઞાનેશ્વર વિજય” નામ નો
ચરિત્રાત્મક ઓવીબદ્ધ ગ્રંથ પણ લખ્યો હતો.
ત્યાર પછી થોડો સમય જ્ઞાનેશ્વર મહારાજ તેમનાં ભાઈ
બહેન સાથે આળંદી માં જઈને રહ્યા.
પૈઠણ માં જ્ઞાનેશ્વરે કરેલા ચમત્કાર થી તેમની
ખ્યાતિ આળંદી સુધી પહોંચેલી હતી,
તેથી આ વખતે આળંદી ના લોકોએ તેમનો ઘણો સારો
આદર-સત્કાર કર્યો.
પણ આળંદીમાં વિસોબા ચાટી નામનો એક બ્રાહ્મણ રહેતો
હતો તેના મગજમાંથી હજુ પણ,
“એ સન્યાસી નાં બાળકો છે” એ વાત નીકળી ગઈ નહોતી.
આબ્રહ્માન વિદ્વાન અને સદાચારી હતો પણ
તેનામાં કુલાભિમાન બહુ હતું, જ્યાં ત્યાં
જ્ઞાનેશ્વર ની નિંદા કર્યા કરતો.
એક વખત દિવાળીના દિવસો માં નિવૃત્તિનાથે
મુક્તાબાઈ ને કહ્યું કે –
“આજે તો સરસ માંડ (એક જાતની ખાવાની વસ્તુ) જમવાની
અમારી ઈચ્છા છે.”
મુક્તાબાઈ માંડ બનાવવા માટે વાસણ લેવાને
કુંભારવાડા માં જવા નીકળ્યા. ત્યાં રસ્તામાં વિસોબા સામે મળ્યો.તેણે મુક્તાબાઈ ને
પૂછ્યું કે –ક્યાં જાય છે ? મુક્તાબાઈ એ હકીકત જણાવી.
વિસોબા મુક્તાબાઈ ની સાથે જ કુંભારવાડામાં ગાયો
અને કુંભારો ને કહેવા લાગ્યો કે-
“ખબરદાર,કોઈએ આ છોડીને વાસણ આપ્યું છે તો....”
મુક્તાબાઈ ને કોઈએ વાસણ નહિ આપવાથી ઉદાસ થઇ ને
ઘેર પાછાં આવ્યા.
અને જ્ઞાનેશ્વર ને સર્વ વૃતાંત કહી સંભળાવ્યું.
જ્ઞાનેશ્વરે તરત જ યોગ દ્વારા પંચાગ્નિનું આવાહન
કરીને –
પોતાની પીઠ ને અત્યંત તપાવી,અને તે પર માંડ
શેકવાનું મુક્તાબાઈ ને કહ્યું !!!!!
મુકતાબાઇ જ્ઞાનેશ્વરની પીઠ પર માંડ શેકે છે,તે
વિસોબાએ જોયું,અને તેની આંખ ઉઘડી.
એક મહામૂલા રત્ન ને કાચ સમજવા માટે તેણે અત્યંત
પશ્ચાતાપ થયો.અને દોડીને તેણે
જ્ઞાનેશ્વર ના ચરણે મસ્તક મુક્યું. અને
જ્ઞાનેશ્વર ને ગુરૂ બનાવ્યા.
પાછળથી,એક વખતનો જ્ઞાનેશ્વર નો નિંદક વિસોબા “મહાવિષ્ણુચા
અવતાર,શ્રીગુરૂ માઝા જ્ઞાનેશ્વર”