Jan 1, 2013

Sant Gnaneshvar Life-સંત જ્ઞાનેશ્વર-ચરિત્ર -૨


Click to choose Page number  1.....2....3....4....5....6....7....8....9....10


નિવૃત્તિનાથ,જ્ઞાનેશ્વર,સોપાનદેવ અને મુક્તાબાઈ-એ ચારેની પરિસ્થિતિ  બાળપણ થી જ
વૈરાગ્ય ને પોષનારી હતી.

વિઠ્ઠલપંત નો બ્રાહ્મણ સમજે બહિષ્કાર કરેલો હોવાથી, તેમનો બધો સમય સ્ત્રી અને બાળકો માં જ જતો.
રુક્મિણીબાઈ કુવા પર પાણી લેવા કે નદી પર વસ્ત્રો ધોવા જતી-
ત્યારે ગામની સ્ત્રીઓ તેને પણ મેણા મારતી.
છોકરાંઓ પણ બહાર જતાં ત્યારે નાનાંમોટાં સર્વ માણસો તેમને “સન્યાસી નાં બાળકો” કહી ત્રાસ આપતાં.

તે વખતના જમાનામાં “જ્ઞાતિ બહાર” કરવા જેવી બીજી સખ્ત શિક્ષા –તે સમાજ માં નહોતી.
સર્વ દંડો માં અત્યંત અસહ્ય દંડ તે –આવો બહિષ્કાર ગણાતો. આવા બહિષ્કૃત મનુષ્યોને-
મશ્કરી,અત્યાચાર,નિંદા –સહન કરવાં પડતાં.સર્વ પ્રકારના પ્રતિબંધો તેમને પ્રાપ્ત થતાં.
વિઠ્ઠલપંત નો બહિષ્કાર બ્રાહ્મણો એ કરેલો પણ બીજી જાતિ ના લોકો પણ તેમની સાથે કોઈ પણ
પ્રકાર નો સંબંધ રાખતાં નહોતા.અને આ દુઃખ છોકરાંઓ ને પણ સહન કરવું પડતું હતું.

નિવૃત્તિનાથ સાત વર્ષ ના થતાં –તેમના યજ્ઞોપવિત (જનોઈ) વિષે વિઠ્ઠલપંત ને ચિંતા થઇ.

સંન્યાસ લીધા પછી,ફરીથી ગૃહસ્થાશ્રમ માં પ્રવેશ કરનાર વિઠ્ઠલપંત –એ પહેલું ઉદાહરણ હતા.
તે પહેલાં આવું કદી બનેલું નહિ-
એટલે પોતાના પુત્ર ને યજ્ઞોપવિત ધારણ કરાવી શકાશે-કે-નહિ કરીશકાય-તેનો તે નિર્ણય કરી શકતા નહોતા. તેમણે ખૂબ ખટપટ કરી –પરંતુ કોઈ પણ તેમની સાથે વાત સુદ્ધાં કરતુ નહિ.
અંતે રુક્મિણીબાઈ ના માત પ્રમાણે-“કાંઇ અનુષ્ઠાન કરવું” એવો નિશ્ચય કરી ને વિઠ્ઠલપંત-
ત્ર્યંબકેશ્વર (મહારાષ્ટ્ર) ગયા.ત્યાં તેઓ નદીમાં મધ્યરાત્રિએ સ્નાન કરી, સંતાનો ની સાથે-
બ્રહ્મગિરિ (પર્વત) ની  પ્રદિક્ષણા કરતા. અંતે એક દિવસ નિવૃત્તિનાથ ના ભાગ્યોદય નો સમય થયો.

એક દિવસ રાત્રિ ના સમયે સર્વ કુટુંબ પ્રદિક્ષણા કરતુ હતું તે વખતે –એક વિકરાળ વાઘ માર્ગમાં આવ્યો.
વિઠ્ઠલપંત એકદમ ગભરાઈ ને બાળકો ને સંભાળવામાં લાગ્યા. નિવૃત્તિ નાથ આગળ હતા તે –રસ્તો ચૂકી
ગયા અને બીજે જ રસ્તે ચાલ્યા ગયા. ચાલતાં ચાલતાં તે અંજની પર્વત ની એક ગુફામાં ગયા કે-
જ્યાં ગૈનીનાથ-તેમના બે શિષ્યો સાથે તપશ્ચર્યા કરતા હતા. નિવૃત્તિનાથે – ગૈનીનાથ ના ચરણ માં
મસ્તક મુક્યું. ગૈનીનાથ ને આ કોમળ વયના અધિકાર સંપન્ન બાળક ને જોઈ અત્યંત આનંદ થયો.
નિવૃત્તિનાથ સાત દિવસ ગુરુના સમીપ રહ્યા અને ગૈનીનાથે –તેમને યોગમાર્ગ ની દીક્ષા આપી અને
બ્રહ્મમાર્ગ નો બોધ કર્યો.

ગૈનીનાથ –એ “આદિનાથ” સંપ્રદાય ના હતા, એથી નિવૃત્તિ નાથ ને પોતાના સંપ્રદાય માં લઇ ને –
શ્રીકૃષ્ણ ની ઉપાસના અને નામસ્મરણ નો પ્રચાર કરવાની આજ્ઞા આપી.

નિવૃત્તિનાથ ની ઉંમર નાની હતી,તે વાત સાચી,પણ પૂર્વ સંસ્કાર ને કારણે તેમણે-ગુરૂ બોધ ગ્રહણ કર્યો,
અને પાછળથી પોતાના ભાઈ બહેન ને પણ તે બોધ આપી તેમને પણ કૃતાર્થ કર્યા.
(શંકરાચાર્યે પણ આઠમા વર્ષે ચારે વેદ નું અને બારમે વર્ષે સકળ શાસ્ત્રોનું અધ્યયન કર્યું હતું.
સોળમે  વર્ષે ભાષ્ય લખ્યાં અને બત્રીસ વર્ષમાં તો પોતાનું અવતાર કૃત્ય સમાપ્ત કર્યું હતું)

નિવૃત્તિ નાથ અને જ્ઞાનેશ્વર પણ આચાર્ય કોટિ ના જ હોઈ-તેમનું ચરિત્ર પણ તેવું જ હૃદયંગમ છે.

તે પછી નિવૃત્તિનાથ –કેટલેક દિવસે ગુરુની આજ્ઞા લઇ –માતપિતાને આવી મળ્યા.

જ્ઞાનેશ્વર ને પોતાના આયુષ્ય ના આઠમા વર્ષે જ નિવૃત્તિ નાથ નો ઉપદેશ મળેલો અને તે ઉપદેશ
ગ્રહણ કરી પૂર્ણતા ને પામેલા.

(નાથ સંપ્રદાય ના મૂળ ગુરૂ –આદિનાથ (શંકર) છે,આદિનાથ ના મુખ્ય શિષ્ય મત્સ્યેન્દ્રનાથ,
તેમના શિષ્ય ગોરક્ષનાથ ,તેમના શિષ્ય ગૈનીનાથ,તેમના શિષ્ય નિવૃત્તિનાથ અને
તેમના શિષ્ય જ્ઞાનેશ્વર છે-આમ જ્ઞાનેશ્વર એ નાથસંપ્રદાય ના હતા –એમ કહી શકાય)


Click to choose Page number  1.....2....3....4....5....6....7....8....9....10