“બ્રહ્મ” સ્થિતિ (બ્રહ્માકર સ્થિતિ) પ્રાપ્ત કરી છે-તેમને –
આવું આત્મ-સ્વ-રૂપ
નું ભાન કેવી રીતે અને કયા માર્ગ પર ચાલવાથી થયું હશે ?
જગતના દરેકે દરેક -આપણા
જેવા સામાન્ય માનવી-ને આવી બ્રહ્માકાર સ્થિતિ પ્રાપ્ત નથી.કરોડોમાં એક ને આવી
સ્થિતિ પ્રાપ્ત થાય છે.
એટલે અત્યારે તો –અહીં
-હવે પછીના બે શ્લોકમાં આત્મ-સ્વ-રૂપને જાણવા માટે –
કઈ જાતનો આધ્યત્મિક
અભ્યાસ-
કે યોગ કરવો જોઈએ ?-તેનું
ટૂંકમાં વર્ણન છે. (વિગતથી વર્ણન આગળ આવશે)
(૧) વૈરાગ્ય (અનાસક્તિ)ની સહાયથી,વિષયોને (સ્વાદ-શબ્દ-વગેરે) દૂર કરીને-
(૨) ઇન્દ્રિયો,મનને
બુદ્ધિને પોતાને–વશ કરીને-(એકનિષ્ઠ કરીને)-
(૩) ઈચ્છા(કામ),ભય,ક્રોધનો નાશ કરીને-
(૪) નાસિકા દ્વારમાંના શ્વાસ-ઉચ્છવાસને –સમ-કરીને (પ્રાણ અને
અપાનવાયુને સમ કરીને)
(૫) ભ્રકૃટી (બે
ભ્રમર-આઈ લેસ-ની વચ્ચે)-માં દૃષ્ટિ (નજર) સ્થાપન કરીને (રાખીને)-
જયારે ચિત્તની
વૃત્તિઓનો નિરોધ થાય છે-ત્યારે-તે ચિત્તની એકાગ્રતા-સ્થિરતા- થાય છે .
ચિત્તની એકાગ્રતા
થવાથી,મનના તરંગો (વિચારો)નો ચિત્ત રૂપી આકાશમાં લય થઇ જાય છે.
જેવી રીતે સરોવરનું
પાણી સુકાઈ જાય તો પછી તેમાં પ્રતિબિંબ દેખાતું નથી.
તેવી રીતે મન-બુદ્ધિ નો જ લોપ (નાશ) થઇ જાય, તો પછી અહંકાર
રહેતો જ નથી.
અહંકાર (હું-અજ્ઞાન)નો પડદો ફાટી જવાથી-
આત્મા-પરમાત્માના
મિલનનો અનુભવ થાય છે (સત્ય જ્ઞાન થાય
છે) -અને
આવો યોગી-મહાત્મા
શરીરમાં હોવા છતાં “બ્રહ્મ” (પરમાત્મા) બને
છે. (૨૭-૨૮)
ઉપર બતાવ્યો તે
અષ્ટાંગયોગ (રાજયોગ)નું ટૂંકું સ્વરૂપ છે.
આ યોગથી આત્મા અને
પરમાત્માનું ઐક્ય થાય છે.ઘટાકાશ મહાકાશમાં મળી જાય છે.
આત્માની ઉપાધિ (ઘડો-માયા)
ફૂટી જાય છે,
અને શાંતિ અને સુખની (પરમાનંદની) પ્રાપ્તિ થાય છે. (૨૯)
અધ્યાય-૫-કર્મસંન્યાસ
યોગ –સમાપ્ત-