Feb 28, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૫૨

હજારો મનુષ્યોમાંથી કોઈ એકાદ મનુષ્યને જ આ “સત્ય જ્ઞાન”ની “ઈચ્છા” થયેલી હોય છે.
આવી “ઈચ્છા થયેલા મનુષ્યો” માંથી પણ કોઈ એકાદ જ –આ-“સત્યજ્ઞાન” મેળવવા પ્રયત્ન 
કરે છે.અને આવા પ્રયત્ન કરનારામાંથી કોઈ એકાદ જ –આ સત્યજ્ઞાનને –પરમાત્માને
ઓળખી શકે છે.(મેળવી શકે છે).(૩)

બીજી રીતે કહીએ તો-પરમાત્માના સત્ય-જ્ઞાનને મેળવવા માટે-કેટલાય લોકો 
આસ્થાના પૂરમાં ભૂસકા મારે છે-કુદી પડે છે-પરંતુ સામે કાંઠે તો –કોઈ એકાદ જ માણસ પહોંચી શકે છે.
(કોઈ એક ને જ સત્ય ની પ્રાપ્તિ થાય છે) માટે આ સામાન્ય વાત નથી.
એટલે હવે “સત્યજ્ઞાન” ની વાત પહેલાં “વિજ્ઞાન” ના સ્વરૂપને સમજીએ.
અને ધીરે ધીરે સત્યજ્ઞાન (પરમાત્મા) ને સમજવા તરફ પ્રયાણ કરીએ.

પંચમહાભૂત (પૃથ્વી,જલ,અગ્નિ,વાયુ,આકાશ) અને મન,બુદ્ધિ,અને અહંકાર-
આ આઠ ભેદ વાળી (આઠ ભાગમાં વિભક્ત થયેલી) બ્રહ્મની- પ્રકૃતિ – સ્થૂળ-જડ-અપરા  છે..(૪)

જે પ્રમાણે શરીર નો પડછાયો પડે-પણ પડછાયો તે શરીર નથી--તેમ 
બ્રહ્મ (પરમાત્મા) એ જગતનું --કારણ - છે. અને તેનો પડછાયો જે- છે –તે-ઉપર બતાવેલી
આઠ ભેદ વળી પ્રકૃતિ----------કાર્ય ---રૂપે --માયા --રૂપે --છે .
આ માયા –કે- જેને પ્રકૃતિ પણ કહે છે-તે-બ્રહ્મ નથી-પણ તે પડછાયા રૂપે છે-જડ-કે-સ્થૂળ- છે-
તેને અપરા (ગૌણ-સ્થૂળ) પ્રકૃતિ પણ કહેવામાં આવે છે.     

બ્રહ્મની (પરમાત્માની) એક  બીજી (જુદી) -પ્રકૃતિ- કે જે- ચેતન- છે -જેને –પરા (સૂક્ષ્મ) પ્રકૃતિ- કે- 
જીવભુતા પ્રકૃતિ -કહે છે.જેના વડે બ્રહ્મ (પરમાત્મા) આ જગત ધારણ કરે છે.(૫) 

અપરા (ગૌણ-સ્થૂળ) પ્રકૃતિ–કે જે –ઉપર બતાવ્યા મુજબ-આઠ ભેદ વાળી છે-તેનું-
એકીકરણ (ઐક્ય) તે પરા (સૂક્ષ્મ) પ્રકૃતિ.
આ પરા પ્રકૃતિ-કે-જે- બ્રહ્મ માં (શૂન્ય-અવ્યક્ત-નિરાકાર-નિર્ગુણ-નિર્વિકલ્પ-પરમાત્મામાં)
જીવભાવ ઉત્પન્ન કરે છે.તેથી તેને “જીવભૂતા પ્રકૃતિ” પણ  કહે છે.
આ -પરા (સૂક્ષ્મ-જીવભૂતા) પ્રકૃતિ -અચેતન ને ચેતન (જીવન) આપે છે.
અને જેના સાનિધ્યથી બુદ્ધિમાં જ્ઞાન ઉત્પન્ન થાય છે. “હું” (અહમ) નું ભાન ઉત્પન્ન થાય છે.
પરા પ્રકૃતિ અહંકાર(વૈકારિક) ના કૌશલ્યથી જગત ધારણ કરે છે. 

સર્વ જીવો- આ બે પ્રકારની (પરા -અપરા) પ્રકૃતિથી ઉત્પન્ન થયા છે.
અને આ બંને પ્રકૃતિના “કાર્ય” દ્વારા (મારફત) -જ-
સમગ્ર જગતની ઉત્પત્તિ અને સંહારનું “કારણ” બ્રહ્મ (પરમાત્મા) બને છે.(૬) 

જયારે પરા (સૂક્ષ્મ) પ્રકૃતિ સ્વેચ્છાએ અપરા (સ્થૂળ) પ્રકૃતિ જોડે સંયુક્ત થાય છે ---
ત્યારે સૃષ્ટિમાં જીવો ની (પ્રાણીઓની) ઉત્પત્તિ થાય છે. અને જીવોનો વિસ્તાર થાય છે.
જીવોમાં માયા (પ્રકૃતિ) નું અવતરણ થાય છે.
આ –જ- માયા પ્રવૃત્તિ (કર્મો) કરાવે છે. કર્મોનો હિસાબ રાખે છે.
અને હિસાબ પુરો થતાં (સરભર થતાં) તે-જીવોના (પ્રાણીઓના) સંહારનું કારણ પણ બને છે.

સહુથી મહત્વની વાત જો સમજી શકાય તો એ છે-કે-
આ પ્રકૃતિ (માયા) એ બ્રહ્મ (પરમાત્મા) માં જ લય પામતી હોવાથી-
જગતની ઉત્પત્તિ,સ્થિતિ અને વિનાશ નું કારણ એ બ્રહ્મ (પરમાત્મા) જ છે.
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
આ જ વસ્તુ-સહેલાઇ થી બુદ્ધિ માં ઉતરે તેવી રીતે અહીં જોઈએ.કે જેને સર્ગ-સિદ્ધાંત પણ કહે છે.

--પુરૂષ અને પ્રકૃતિ બંને એકબીજાથી વિરુદ્ધ ધર્મ ધરાવે છે.પણ -એક જ પુરૂષ -માં સ્થિત છે. 
  જેને -પરમાત્મા- કહી શકાય

ઉદાહરણ તરીકે (માત્ર સમજવા પૂરતું) જોઈએ-તો-
--પુરૂષ ની અંદર (+) અને (-) બંને છે-- હવે તેને છુટા પાડવા હોય તો - 
     પુરૂષ ને (+) અને પ્રકૃતિ ને (-) આમ કહી શકાય
-- પુરૂષ (+) ને નિમિત્ત -કારણ -રૂપ કહ્યો છે.
-- પ્રકૃતિ (-) જે કાર્ય રૂપ છે-જેને શક્તિ કહી છે અને જે માયા તરીકે વિખ્યાત છે.
---આ પુરૂષ (+) અને પ્રકૃતિ (-) નો કોઈ વાસ્તવિક રીતે સંયોગ થતો નથી.
-- પણ બંને સાથે જ નજદીક -નજદીક રહેવાથી- બિંબ-પ્રતિબિંબની ક્રિયા થાય છે
     અને જેથી પ્રકૃતિના ગુણોનો  (ત્રણ ગુણો-સાત્વિક-રાજસિક-તામસિક) ક્ષોભ થાય છે-
      અને આ પ્રકૃતિના ગુણોનો ક્ષોભ થવાથી જગતની ઉત્પત્તિ થાય છે.


જ્ઞાનેશ્વરી ગીતા ઉપર આધારિત