જેવી રીતે મેલથી
અરીસો ઢંકાયેલો હોય છે, અને જેવી રીતે ઓરથી ગર્ભ વીંટાયેલો હોય છે,
તેવી રીતે “શુદ્ધ
જ્ઞાન” –“કામ” થી ઢંકાયેલું હોય છે..(૩૮)
જ્ઞાન –એ પોતે શુદ્ધ
છે,પણ તેના પર મહા બળવાન થઇ બેઠેલા -કામ-ક્રોધનું આવરણ થાય છે,અને તે ઢંકાઈ જાય
છે.માટે સહુ પ્રથમ કામ અને ક્રોધને જીત્યા પછી જ મુમુક્ષુએ જ્ઞાન પ્રાપ્ત કરવું
જોઈએ.
પણ આ કામ-ક્રોધ ને જીતવા –એ મહા મુશ્કેલ છે. કારણકે –તેને જીતવા માટે જે જે સાધનો
લાવવામાં (કરવામાં) આવે
છે-તે મનુષ્ય ને સહાયકારી થવાને બદલે –
સામેની પાર્ટી –કામ-ક્રોધ
ને જ સહાયકારી થાય છે.
જેમ અગ્નિ માં વધારે
લાકડા પડતાં અગ્નિ વધારે પ્રદીપ્ત થાય, છે- લાકડાં અગ્નિને સહાય કરે છે.(૩૯)
ઇન્દ્રિયો (જીભ-વગેરે), મન અને બુદ્ધિ –માં “કામ” નું નિવાસ સ્થાન (રહેઠાણ) છે.
અને એમની જ
સહાયતાથી, “કામ” મનુષ્યના જ્ઞાનને ઢાંકી દઈ –તેને મોહમાં નાંખી દે છે.
અને મોટા મોટા યોગીઓને પણ જીતી લે છે.
પણ કામને જીતવાનો
એક ઉત્તમ ઉપાય છે,જો તું તે ઉપાય કરી શકે તેમ હોય તો તે હું તને કહું છું.(૪૦)
એમનું (કામ-ક્રોધનું) મૂળ ઠેકાણું ઇન્દ્રિયોમાં છે.ઇન્દ્રિયો દ્વારા જ “કર્મ”ની પ્રવૃત્તિ થાય છે.
માટે સહુ પ્રથમ –ઇન્દ્રિયોને જીત અને તે કામ-ક્રોધને
તું માર.(૪૧)
શરીરથી ઇન્દ્રિયો
પર છે.(સૂક્ષ્મ છે)
ઇન્દ્રિયોથી મન પર
છે (સૂક્ષ્મ છે)
મનથી બુદ્ધિ પર
છે,(સૂક્ષ્મ છે)
અને બુદ્ધિ કરતાં “આત્મા”(પરમાત્મા)
પર છે (સૂક્ષ્મ છે).(૪૨)
માટે જ બુદ્ધિથી પર આત્માને –સૂક્ષ્મતમ જાણી –
આત્માથી જ આત્માનું સંયમન (નિયમન) કર અને જીતી ના શકાય તેવા કામને જીત (૪૩)
આવી રીતે જયારે
અંતઃકરણમાંથી (મન-બુદ્ધિ-અહંકારમાંથી)
કામ-ક્રોધનો નિવાસ (રહેઠાણ) ટળ્યો,એટલે તે મરેલા છે –એમ જ
સમજ.
જે પ્રમાણે સુર્યના
કિરણ વગર –મૃગજળ –નજરે પડતું નથી,
તેમ કામ-ક્રોધના
નષ્ટ થવાથી રાગ-દ્વેષ (દ્વંદ) નષ્ટ થશે. ને
સૂર્ય કિરણ સમાન “બ્રહ્મ”ની પ્રાપ્તિ થશે.(આત્મ-તત્વની પ્રાપ્તિ થશે).
ગુરુ-શિષ્યની ગુહ્ય (ખાનગી) વાત આ જ છે.
જીવ અને બ્રહ્મ (આત્મા અને પરમાત્મા) નું ઐક્ય પણ આ જ છે.
“તું ત્યાં (આત્મ-તત્વમાં) સ્થિર થા,અને કદી પણ ચલિત થતો નહિ”
અધ્યાય-૩(કર્મયોગ)-સમાપ્ત.
અનુસંધાન-અધ્યાય-૪ –(જ્ઞાન-કર્મ-સંન્યાસ
યોગ) ઉપર.
જ્ઞાનેશ્વરી ગીતા ઉપર આધારિત (રજૂઆત-અનિલ પ્રવિણભાઈ શુક્લ)