સીતાજી, સાક્ષાત મહાલક્ષ્મી-લગ્ન પછી જનકપુરી છોડીને રામજી ની જોડે- જાય છે.
અયોધ્યામાં ચારે ભાઈઓ લગ્ન કરીને પાછા આવ્યા ત્યારે-કૌશલ્યા મા એ ચારે ને વધાવ્યા છે.
અયોધ્યા પાછા આવ્યા પછી,દશરથરાજાએ રાણીઓ ની રૂબરૂ માં જનકરાજાના બહુ વખાણ કર્યા.
સીતાજી તે સાંભળે છે.કન્યા ના માતપિતાના વખાણ કરો તો કન્યા રાજી થાય છે.
દશરથ રાજાએ એવી આજ્ઞા કરી છે-કે-આ પારકી કન્યા આપણે ઘેર આવી છે-તેનું રક્ષણ-પાંપણો જેમ
આંખનું રક્ષણ કરે છે-તેમ કરજો. તેને બરોબર સાચવજો.હવે એ આપણી દીકરી બની છે.
અયોધ્યાની પ્રજા સીતારામ ને નિહાળે છે.અતિશય આનંદ થયો છે.
આનંદ ના દિવસો જતાં વાર લાગતી નથી. રામજી ૨૭ વર્ષના અને જાનકીજી ૧૮ વર્ષના થયા છે.
એક વાર દેવર્ષિ નારદ અયોધ્યા આવ્યા છે.રામજી એ નારદનું સ્વાગત કર્યું અને પૂછ્યું-કે-શું સેવા કરું ?
નારદજી કહે છે-કે-તમારાં સત્ય સ્વરૂપ ને હું જાણું છું,તમે જગત ને ગૃહસ્થાશ્રમ નો આદર્શ બતાવો છો.
તમે ભલે માન આપો,પણ તમે તો લીલા કરો છો. આજે બ્રહ્માજી ની પ્રેરણા થી આવ્યો છું.
રાવણ દેવો ને બહુ ત્રાસ આપે છે,તમારો રાજ્યાભિષેક થશે તો રાવણ નો વિનાશ કોણ કરશે ?
ભગવવાને કહ્યું-તમે ચિંતા ન કરો.આવતીકાલે હું લીલા કરીશ.
એક દિવસ દશરથજી રાજસભામાં વિરાજતા હતા,ત્યારે માથાનો મુગુટ જરા વાંકો થયો,સેવકો દર્પણ લાવ્યા.
રાજાએ દર્પણ માં જોયું તો મુગુટ વાંકો હતો,વિશેષ માં જોયું તો કાન ના ધોળા વાળ પણ દેખાણા.
કાન ના ધોળા વાળ અતિ વૃદ્ધાવસ્થા ની નિશાની છે.
દશરથે વિચાર્યું-કે “આ ધોળા વાળ મને બોધ આપે છે-કે-હું હવે વૃદ્ધ થયો છું,હું રામ ને રાજગાદીએ કેમ
બેસાડતો નથી ? સીતારામ નો રાજ્યાભિષેક થાય અને મારી આંખે નિહાળું, હવે આ એક જ ઈચ્છા છે.”
ઈચ્છા ઓ નો અંત આવતો નથી.પરંતુ ઈચ્છાઓ નો ત્યાગ કરી ભગવદ ભજન કરવું એ ઉત્તમ છે.
પરંતુ દશરથરાજા આ વાત જઈ ને કોને કહે ?દશરથ નુ રાજ્ય પ્રજાતંત્ર રાજ્ય છે.
મંત્રી અને મહાજનો ની સંમતિ સિવાય રામને ગાદી પર બેસાડી શકે નહિ.
દશરથે મહાજન અને મંત્રીઓ ને બોલાવ્યા અને કહ્યું-
તમારાં સર્વની ઈચ્છા હોય તો આવતીકાલે રામનો રાજ્યાભિષેક કરું.
સુમંત મંત્રી એ કહ્યું-અમારી અને પ્રજાની પણ એ જ ઈચ્છા હતી,પણ સંકોચ ને કારણે બોલી શકતા નહોતા.
વશિષ્ઠ જી ને બોલાવ્યા અને તેમની પણ મંજૂરી લેવામાં આવી.અને શુભ મુહૂર્ત ની માગણી કરી.
વશિષ્ઠ જી જાણતા હતા કે –રામ કોઈ પણ મુહૂર્ત માં ગાદીએ બેસવાના નથી, એટલે તેમણે કોઈ દિવસ
આપ્યો નથી-અને કહ્યું-કે રામજી જે દિવસે ગાદીએ વિરાજે તે શ્રેષ્ઠ દિવસ છે.
વશિષ્ઠ ની ગૂઢાર્થ વાણી દશરથ સમજી શકતા નથી.અને કહે છે-કે આવતીકાલે જ દિવસ અતિઉત્તમ છે.
આવતીકાલે રામ નો રાજ્યાભિષેક થાય,બધી તૈયારીઓ ચાલુ કરો.
દશરથે વશિષ્ઠ ને વિનંતી કરી છે-કે આ વાત તમે જ રામજી ને જઈ કરો.
વશિષ્ઠજી રામજી પાસે આવી ને રાજ્યાભિષેક ની વાત કરે છે.
રામજી કહે છે-કે- મને એકલા ને ગાદી પર બેસાડશો? ના,ના –અમે ચારેય ભાઈઓ નો રાજ્યાભિષેક કરો.
વશિષ્ઠ કહે છે-કે-સૂર્યવંશ ની રાજનીતિ છે કે-જે જ્યેષ્ઠ (મોટો) પુત્ર હોય તે રાજા થઇ શકે છે.
તમે જ્યેષ્ઠ છો, સર્વ ની ઈચ્છા છે-કે તમે સીતા સાથે સિંહાસન પર વિરાજો.
આજે આખું ગામ શણગારવામાં આવ્યું છે,દશરથના હૃદય માં આનંદ સમાતો નથી.દશરથના જીવન માં
આ છેલ્લો દરબાર હતો. આ સૂર્યવંશી ગાદી છે-જે ગાદી ઉપર રઘુરાજા,ભગીરથ,દિલીપ વિરાજતા હતા-તે
ગાદીને દશરથ પ્રણામ કરી કહે છે-કે-અત્યાર સુધી હું તારી ગોદ માં બેસતો હતો,હવે આવતીકાલથી