Feb 6, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૩૪

અહીં આગળ વાંચતા પહેલાં –એક વસ્તુ ફરી સમજી લેવાથી, આગળ સમજવાનું કદાચ સહેલું પડે.
પરમાત્મા (બ્રહ્મ-પરમ આત્મા) નિરાકાર (આકાર વગરના) છે.
જયારે દેવ-દેવીઓ –એ આત્મા –તરીકે –શરીરધારી અવતાર તરીકે-
પરમાત્મા (બ્રહ્મ)નું સાકાર (આકારવાળું) સ્વરૂપ છે.

કર્મનાં ફળની ઈચ્છા રાખનાર સામાન્ય માનવી,પૃથ્વી પરના દેવો કે દેવીઓનું જ પૂજન કરી,
પોતાની ઈચ્છા મુજબનાં ફળ મેળવી, ખુશ થાય છે.અને તે દેવ કે દેવીઓને જ –
પરમાત્મા માનવા માંડે છે-(જો કે એમાં કંઈ ખોટું નથી) પણ,
સત્ય- પરમાત્મા –બ્રહ્મનો –તેમના મનમાં વિચાર સુદ્ધાં આવતો નથી.

આવા મનુષ્યો –કે –અનેક જુદા જુદા દેવ-દેવીઓને જ પરમાત્મા (બ્રહ્મ) માની –
અને ફળની ઈચ્છા માટે –જ- તે દેવ-દેવીની ઉપાસના –પૂજા કરે છે,

અને જયારે તેમને –તેમની ઈચ્છા મુજબનું ફળ પ્રાપ્ત થાય છે-
ત્યારે તે,ઈચ્છા મુજબનું ફળ (દેવ-દેવીની પૂજા કરવાથી કે તેમની માનતા રાખવાથી મળેલું ફળ)
ખરી રીતે તો-તેમનાં જ કર્મોનું જ ફળ છે-
આમાં આપનાર અને લેનાર- કર્મ- સિવાય બીજું કાંઇ છે જ નહિ.
(મનુષ્યે કર્મ કર્યું-પૂજા કરવાનું –કે માનતા રાખવાનું-અને દેવ-દેવીએ કર્મ કર્યું ફળ આપવાનું)
આ પૃથ્વી-લોકમાં માત્ર –કર્મ- વડે જ- ફળ મળે છે,જેવું કર્મ-તેવા -ફળની પ્રાપ્તિ થાય છે.

ઉદાહરણ થી જોઈએ તો-
--જમીનની અંદર જે જાતનું બીજ વાવીએ,તેવું જ અનાજ પેદા થાય છે,બીજી જાત નું નહિ.
--દર્પણની અંદર જેવી વસ્તુ હોય તેવું જ પ્રતિબિંબ પડે છે.
--ડુંગરની ખીણ માં આપણા બોલેલા શબ્દોનો જ પ્રતિધ્વનિ સાંભળવા મળે છે.

જુદા જુદા દેવ-દેવીની ઉપાસનાનો આધાર માત્ર પરમાત્મા (બ્રહ્મ) જ હોવાથી,
દરેક મનુષ્યને તેની ભાવના (ઈચ્છા) મુજબ કે-તેને તે ઈચ્છા માટે કરેલ કર્મ મુજબ-જ- ફળ મળે છે. (૧૨)

દુનિયાના દરેક મનુષ્યોમાં “એક” આત્મતત્વ હોવાં છતાં,પ્રકૃતિ (માયા) ના ત્રણ જુદા જુદા ગુણો,
(રાજસિક,તામસિક,સાત્વિક) ના લીધે દરેકના સ્વ-ભાવ જુદા જુદા દેખાય છે,
જેને લીધે -તેમના કર્મો પણ જુદા જુદા દેખાય છે,

ગુણો અને કર્મોના હિસાબે –અને જગતના નિયમન માટે –
ચાર વર્ણો (બ્રાહ્મણ,વૈશ્ય,ક્ષત્રિય અને શૂદ્ર) ની વ્યવસ્થા થયેલી હશે.
પરમાત્માએ બનાવેલા આત્માએ (મનુષ્યે) આ વ્યવસ્થા –(તે જમાનાને અનુરૂપ) કરી હશે,

એટલે-કે –એક “આત્મા” એ (મનુષ્યે) તે વ્યવસ્થા બનાવી,એટલે પરમાત્માએ બનાવી એમ કહેવાય –
અને-એમ –ના-પણ કહેવાય. કારણ કે “પરમાત્મા (બ્રહ્મ)” એ –તે વર્ણ-વ્યવસ્થા .ખુદ પોતે બનાવી નથી.
આ રીતે દરેક મનુષ્યમાં –દરેક આત્મામાં -
એક સરખો –પરમાત્મા –આત્મા- રૂપે રહેલો છે,માટે દરેક મનુષ્ય પ્રભુથી જુદો હોઈ શકે જ નહિ.(૧૩)

ઉદાહરણથી જોઈએ તો-
જેમ કોઈ સ્કુલમાં બેલ વગાડનાર પટાવાળો,અને તે સ્કુલનો હેડમાસ્ટર –એ બંને જણા –
તેમની પ્રકૃતિ અને ગુણોના આધારે જુદા છે. પણ બંનેમાં એક જ આત્મ તત્વ છે-
પટાવાળો હેડ માસ્ટર બની શકતો નથી,કે હેડ માસ્ટર પટાવાળો બની શકતો નથી.

ટૂંક માં કહીએ તો-
વર્ણભેદ(ચાર વર્ણો) –પરમાત્માની સત્તાથી થયેલો છે-તેમ છતાં –તેમણે (પરમાત્માએ) કરેલો નથી,
અને આ પરમાત્માના કર્મોને (સૃષ્ટિની રચના) સાચી રીતે જે સમજી લઇ અને
પ્રકૃતિ-અનુસાર (સ્વ-ભાવ અનુસાર-વર્ણ અનુસાર) પોતાના- કર્તવ્ય-કર્મો –
કર્મમાં આસક્ત થયા વિના (વિવેકથી) કરે છે- તેને કર્મોનું બંધન લાગતું નથી. (૧૪-૧૫)

કર્મ એટલે શું ? અને અકર્મ એટલે શું ?
એના સંબંધે વિચાર કરતાં –મોટા મોટા વિદ્વાનો –જ્ઞાનીઓ ભ્રમમાં પડે છે.
પછી અજ્ઞાનીઓની તો વાત જ શી ?
જેવી રીતે સો રૂપિયાની –ખોટી નોટ પણ સાચી છે કે ખોટી તે જાણવામાં હોશિયાર બેન્કર પણ
ભ્રમમાં પડે છે.તેવી રીતે આ કર્મ-અકર્મની વિચારણામાં જ્ઞાનીઓની પણ સુસ્તી ઉડી જાય છે.

શ્રીકૃષ્ણ કહે છે- કે-કર્મ એટલે શું ?તે હું તને જણાવું  છું,કે જે -
જાણીને તું સંસારના દુઃખ માંથી મુક્ત થઈશ. (૧૬)

જ્ઞાનેશ્વરી ગીતા ઉપર આધારિત 
     PREVIOUS PAGE    
      NEXT PAGE 
       INDEX PAGE