કે પછી- સત્ય (સાચું) જ્ઞાન જેની –“બુદ્ધિ” માં- નથી-
તેવા અજ્ઞાની
લોકો-જુદા જુદા દેવ-દેવીઓમાં જ.(દેવ-દેવીઓની મૂર્તિઓમાં જ)
તે સારું છે-પણ –આવા આસ્તિક લોકો-પરમાત્માનું જે સાકાર (આકારવાળું) સ્વ-રૂપ છે-તે
દેવ-દેવીઓ-કે મૂર્તિઓનું પૂજન કરતાં કરતાં –જડ
થઇ જાય છે- અને ભૂલી જાય છે કે-
--પરમાત્મા (બ્રહ્મ) દરેક મનુષ્યો (આત્મા)
અને દેવ-દેવીઓથી જુદા નથી.(કોઈ ભેદ નથી)
(તેમ છતાં –જુદા-જુદા પરમાત્માઓ (ભેદ)-દેવ-દેવીઓની કલ્પનાથી ઉત્પન્ન કરે છે.)
--પરમાત્મા (બ્રહ્મ)નું કોઈ જ નામ નથી (તેમ
છતાં અનેક જુદાં જુદાં નામો આપે છે.)
--પરમાત્માનું કોઈ શબ્દોથી વર્ણન થઇ શકતું નથી.(તેમ છતાં –તેમનું
શબ્દથી વર્ણન કરે છે.)
(૨)-કાં –તો-તે દેવ
દેવીઓના સામાન્ય વર્તન (ક્રિયાઓ) જોઈ ને –
મૂર્તિમાં કે દેવ દેવીમાં –ઈશ્વર નથી -તેવી
જ માત્ર કલ્પના કરે છે. (નાસ્તિકતા)
આ પણ એક રીતે ખોટું તો નથી--પણ કમનસીબી એ
છે કે- આવા લોકો –
ઉપર જણાવ્યા મુજબ-પરમાત્માનું એક નિરાકાર (આકાર વગરનું-મૂર્તિ વગરનું ) સ્વરૂપ છે-
તે જાણવાની કે ખોળવાની ઈચ્છા પણ કરતા નથી.
અને પરમાત્માનું જગતમાં ક્યાંયે -અસ્તિત્વ
છે જ નહિ એમ સમજે છે- જે ખોટું છે.
ગમ્મતની વાત તો એ
છે –કે-
આ જ દેવી
દેવીઓમાં –કોઈ દેવ સારા તો કોઈ દેવ ખરાબ –એવો
એક બીજો ભેદ પણ પેદા થાય છે.
દાખલા તરીકે-કોઈ
મનુષ્યને સંતાનની ઈચ્છા છે-
અને તે કોઈ એક
દેવ-કે-દેવીની બાધા રાખે અને જો તેની બાધા (માનતા) પૂરી ન થાય તો –તે
બીજા કોઈ –દેવ- કે-
દેવીની બાધા રાખે –
અને જો આ નવી બાધા
પૂર્ણ થાય અને તેને ત્યાં સંતાન થાય તો-
પહેલા દેવ કે દેવી
ખરાબ અને બીજા દેવ કે દેવી સારા-આમ નક્કી કરે છે.
અને ઘણી વખત એવું પણ
બને કે કોઈ નાસ્તિક મનુષ્યને સંતાન જોઈતું હોય અને
માત્ર કુતુહુલતાથી,કોઈ
દેવ કે દેવીની બાધા રાખે, અને જો તેને ત્યાં સંતાન થાય તો-તે
માત્ર તે જ દેવ કે
દેવીને પૂજીને થોડો આસ્તિક બનશે.
પણ તેમ છતાં યે–સત્ય
પરમાત્મા (બ્રહ્મ) વિષે વિચાર કરવાનોયે તેને માટે દૂરની વાત છે.
આમ અહીં શ્રીકૃષ્ણ (કે જે- પરમાત્મા (બ્રહ્મ) નું સાકાર સ્વરૂપ છે-તે) -કહે છે-કે-
“ફળ માટે જ કર્મ
કરનારા અને ફળની જ જેમને ઈચ્છા છે,- તેવા
મનુષ્યો,
જે જે ભાવનાથી મારું
ભજન કરે છે, (તેમની ઈચ્છા) તેમની ભાવના મુજબ જ હું પૂર્ણ કરું છું.
તેમની બુદ્ધિએ પેદા
કરેલ અનેક દેવ-દેવીઓ અને સર્વમાં સાચી રીતે તો -હું જ છું. “ (૧૧)
--જે લોકો ને
શ્રીકૃષ્ણમાં શ્રદ્ધા ના હોય-
--જે શ્રીકૃષ્ણ ને ભગવાન માનવા તૈયાર ન હોય-
--જે ગીતા માત્ર કુતુહુલતા ખાતર જ વાંચતા હોય-
--જે માત્ર તર્કથી જ ગીતાને જોતા હોય-
--જે શ્રીકૃષ્ણ ને ભગવાન માનવા તૈયાર ન હોય-
--જે ગીતા માત્ર કુતુહુલતા ખાતર જ વાંચતા હોય-
--જે માત્ર તર્કથી જ ગીતાને જોતા હોય-
--જેને- (પોતે જ્ઞાની
(?) છે-તેવા અહમને ગીતા વાંચતા વાંચતા પણ જો-સંતોષવો હોય-!!!
તો જયારે જયારે
શ્રીકૃષ્ણ- “હું” એમ કહે છે-ત્યારે તે શ્રીકૃષ્ણ તરીકે નહિ પણ –
છેવટે-નિરાકાર પરમાત્મા (બ્રહ્મ) કહે છે કે-
છેવટે-નિરાકાર પરમાત્મા (બ્રહ્મ) કહે છે કે-
એમ જો સમજે- તો-ગીતા સમજવામાં સરળતા જરૂર રહે.
(કદાચ એવું પણ બને કે
–કુતુહુલતા, જીજ્ઞાસામાં પરિવર્તન પામે)