Jan 29, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૨૭

જેમ,સાપની જોડે કે વાઘની જોડે-રમી શકાય નહિ.કેરોસીનની નજીક તણખો (અગ્નિ) લઇ જવાય નહિ, અને જો ભૂલથી કે કૌતુકતાથી પણ તેની નજીક અગ્નિ જાય તો જે ભડકો થાય અને જ્વાળાઓ નીકળે તે ઘણી વખત કાબુમાં લાવવી મુશ્કેલ બની જાય છે.
તેમ,કોઈ પણ વિચારવાન (બુદ્ધિશાળી) મનુષ્યે, ભૂલથી કે કૌતુકતાથી પણ –
ઇન્દ્રિયો  (જીભ-વગેરે) ના લાલન પાલન (લાડ કોડ) કરવા નહિ જોઈએ.અને જો કરે-તો- ઇન્દ્રિયો (જીભ-વગેરે)ની વિષય લોલુપતા (સ્વાદ-વગેરેની લોલુપતા) વધે છે,અને પછી તેનો અવરોધ (વિરોધ) કરી શકાતો નથી.

વાસ્તવિક રીતે જોતાં આ શરીર (અને ઇન્દ્રિયો) પ્રકૃતિના ગુણો (સાત્વિક,રાજસિક,તામસિક)ને આધીન છે.
અને પાંચ તત્વોનું (પૃથ્વી,પાણી,આકાશ,તેજ,વાયુ) બનેલું –શરીર-
છેવટે તો તે  (મૃત્યુ પછી) પાંચ તત્વોમાં જ પાછું મળી જાય છે.
તો પછી અથાગ મહેનત કરી માત્ર શરીરના વિચારમાં જ –આયુષ્ય ખર્ચી નાખવાનો કોઈ અર્થ નથી.(૩૩)

વિષયો (સ્વાદ-વગેરે)ની જોડે રાગ (પ્રેમ) કરવો  કે પછી વિષયો જોડે દ્વેષ કરવો –
તે –ઇન્દ્રિયો (જીભ-વગેરે) નો ધર્મ છે. તેથી બુદ્ધિશાળી મનુષ્યે આ ઇન્દ્રિયો (જીભ-વગેરે)ના જે ધર્મો-
રાગ અને દ્વેષ છે.તેને આધીન થવું નહિ જોઈએ.અને જો આધીન થાય તો-
(નીચે બતાવેલા માછલીના ઉદાહરણમાં બતાવ્યા મુજબ) જીવ મોતને ભેટે છે.(૩૪)  

માછલી પકડવા માટે-એક લોખંડના હૂક માં કીડો કે માંસ લગાડવા માં આવે છે.અને આ હૂકને દોરી જોડે
બાંધીને પાણીમાં નાખવામાં આવે છે, માછલી આ કીડો કે માંસ ખાવા આવે છે, અને તે હૂક –
માછલીના ગળામાં ફસાઈ જાય છે અને પોતે પણ ફસાઈ જઈ મોતને પામે છે.

જો,પોતાના  સ્વ-ધર્મ પ્રમાણે કર્મો કરવાનાં  કોઈ મનુષ્યને કઠિન લાગે-અને એમ વિચારે કે-
બીજા કોઈના સ્વ-ધર્મો સહેલા છે-તો લાવ તેના જેવા કર્મો કરું,તો આ વિચાર તદ્દન ખોટો છે.
બીજાના મહેલો જોઈ ને આપણું ઘાસનું છાપરું તોડી નાખવું –એ શું સારું છે ? 
સ્વ-ધર્મના કર્મો નું આચરણ કરતાં-કરતાં,ભલે મૃત્યુ આવે –પણ બીજાના ધર્મ (સ્વ-ધર્મ)ના
કર્મોના આચરણ કરતાં,પોતાના સ્વ-ધર્મનું આચરણ જ વધુ કલ્યાણકારક છે.

ઉપરનાં ઉદાહરણ માં બતાવ્યા મુજબ જો આપણું ઘાસનું છાપરું તોડી નાખીએ તો પછી રહેવાના
ફાંફાં થઇ જાય !! એટલે બીજાના સ્વ-ધર્મના કર્મોનું આચરણ ભયકારક છે.(૩૫)

શ્રીકૃષ્ણ,પોતાના વિચારો બની શકે એટલી સરળતાથી સમજાવવાનો પ્રયત્ન કરે છે.
પણ સંશયોથી ભરપૂર અર્જુનના ભેજામાં વળી પાછો પ્રશ્ન ઉભો થાય છે. અને પ્રશ્ન પૂછે છે-કે-
“આ જીવને (જ્ઞાની-મનુષ્યને)  વિષય (સ્વાદ-વગેરે)ની ઈચ્છા ના હોવા છતાં,પણ,
આ જીવ (જ્ઞાની-મનુષ્ય) –જાણે બળાત્કારે (પરાણે) –વિષયો (સ્વાદ-વગેરે) તરફ ધકેલાય છે-
તો આ જીવને બળાત્કારે (પરાણે) વિષયો (સ્વાદ-વગેરે) તરફ લઇ જવાની પ્રેરણા કોની છે ? “ (૩૬)

અજ્ઞાની મનુષ્યની ઇન્દ્રિયો તેના વિષય તરફ ખેંચાય તે સ્વાભાવિક છે-પણ
જયારે જ્ઞાની મહાત્માઓની ઇન્દ્રિયો પણ વિષયો તરફ પરાણે ખેંચાય,તેનું કારણ શું હશે ?
અંધ મનુષ્યથી ધાન્ય (અનાજ) અને તેનાં ફોતરાં છૂટાં ના પડે શકે તે બરાબર છે,પણ
દેખતા મનુષ્યથી આ કાર્ય શા માટે નથી થઇ શકતું નથી ?
જ્ઞાની લોકો જે વિષયો (સ્વાદ-વગેરે)નો ડર હોય છે,ને જેનાથી તેઓ દૂર રહેવાનો પ્રયત્ન કરે છે,
તેમ છતાં પણ તે (વિષયોમાં),જાણે-પરાણે કેમ ફસાઈ જાય છે?

જ્ઞાનેશ્વરી ગીતા ઉપર આધારિત  (રજૂઆત-અનિલ પ્રવિણભાઈ શુક્લ)
     PREVIOUS PAGE    
      NEXT PAGE 
       INDEX PAGE