બે માતાઓના આશીર્વાદ લઇ –માત્ર-પાંચ વર્ષનો ધ્રુવ વનમાં જાય છે.
જરા વિચાર કરો-પાંચ વર્ષના બાળકના મનની શી સ્થિતિ હશે ?
ધ્રુવ વિચાર કરતા જાય છે-વનમાં તો વાઘ વરુ હશે-કોઈ મને મારશે તો નહિ ને ?પણ ના-ના- હું એકલો નથી, માએ મને કહ્યું છે-કે નારાયણ મારી સાથે છે.
આજ કાલ કેટલાંક ઘર છોડે છે-પણ ઘરમાં ઝગડો થાય એટલે ઘર છોડે છે. બાવા બને છે. આવા બાવાના બે-ય- બગડે છે.ઝગડો કરી-ઘર છોડીને સંત(ગુરુ) ખોળે છે...તેને સંત ક્યાંથી મળે ? સર્વને વંદન કરી-સર્વ માં સદભાવ રાખી ઘર છોડે-તેને સંત મળે.
આ બાજુ વૈકુંઠ લોકમાં નારાયણને ખબર પડી છે. “એક પતિવ્રતા નારીએ –મારા આધારે –પાંચ વર્ષના બાળકને વનમાં મોકલ્યો છે. મારામાં કેટલો વિશ્વાસ છે!! બાળક મને મળવા આતુર છે. તેનો હું વાળ વાંકો નહિ થવા દઉં.” પરમાત્માની આતુરતા થાય તો –પરમાત્મા સામે ચડીને સંત (ગુરુ)ને મોકલે છે.(તેમને ખોળવા પડતા નથી) પ્રભુએ નારદજીને પ્રેરણા કરી છે.બાળક લાયક હોય તો તમે તેને ઉપદેશ કરજો.
નારદજી ધ્રુવના રસ્તા પર પ્રગટ થયા છે.એક હાથમાં માળા,એક હાથમાં તંબુરો અને મુખમાંથી –નારાયણ નારાયણ.ધ્રુવ નારદજીને ઓળખી શકતા નથી,પણ વેષ પરથી લાગ્યું-કે કોઈ સંત –મહાત્મા લાગે છે.
માતાએ સારા સંસ્કાર આપેલા –કે-કોઈ સંત-સાધુ મળે તો સાષ્ટાંગ પ્રણામ કરવા.
ધ્રુવજી, નારદજીને સાષ્ટાંગ પ્રણામ કરે છે.
(પ્રકૃતિ અષ્ટધા (આઠ અંગ વળી) છે. તે આઠે પ્રકૃતિસ્વરૂપ પરમાત્મા છે. તે પરમાત્મામાં મળી જવાની ઈચ્છા –બતાવવા-આઠે અંગ સહિત સાષ્ટાંગ પ્રણામ કરવાનાં હોય છે. સાષ્ટાંગ પ્રણામથી આત્મનિવેદન થાય છે.)
અધિકારી શિષ્યને સદગુરુ રસ્તામાં જ મળે છે. તત્વથી જોઈએ તો સદગુરુ અને ઈશ્વર એક જ છે.તેથી-પરમાત્મા જેમ વ્યાપક છે-તેમ સદગુરુ પણ વ્યાપક છે. સર્વવ્યાપકને 'શોધવાની' જરૂર પડતી નથી. પણ 'ઓળખવાની' જરૂર છે.
ધ્રુવનો વિનય જોતો નારદજીને આનંદ થયો છે,હૃદય પીગળ્યું છે, ધ્રુવને ગોદમાં લઇ માથે હાથ મુક્યો.
ધ્રુવ વિચારે છે-મા ના આશીર્વાદથી જાણે રસ્તામાં મને બીજી મા મળી ગઈ.
નારદજી પૂછે છે કે –બેટા તું ક્યાં જાય છે ? ધ્રુવજી કહે છે-હું વનમાં ભગવાનના દર્શન કરવા જાઉં છું. મારી મા એ કહ્યું છે-કે મારા સાચા પિતા નારાયણ છે-હું મારા સાચા પિતા નારાયણની ગોદમાં બેસવા જાઉં છું. પરમાત્મા માટે મેં ઘર છોડ્યું છે.
ધ્રુવની વાત સાંભળી નારદજી ડોલી ગયા છે-ગદગદ થઇ ગયા છે. પણ પછી થયું-કે બોલે છે તો બહુ સારું
પણ ખરેખર પરમાત્માના દર્શન માટે કેટલો આતુર છે? તે મારે ચકાસવું પડશે.
(સદગુરુ શિષ્યની પરીક્ષા કરી -પછી ઉપદેશ આપે છે)
નારદજી કહે છે-બેટા, તું હજી બાળક છે, આ તારી રમવાની ઉંમર છે, અત્યારથી જપ કરવાની કંઈ જરૂર નથી. તું મોટો થઇ દરેક પ્રકારનાં સુખ ભોગવી –વૃદ્ધાવસ્થામાં વનમાં જજે. તું માને છે કે ભગવાન તને ગોદ માં લેશે-પણ મોટા મોટા ઋષિઓ –વનમાં હજારો વર્ષ તપશ્ચર્યા કરે છે –તેમ છતાં તેઓને પરમાત્માના દર્શન થતાં નથી.
તો,તારા જેવા બાળકને પરમાત્મા કેવી રીતે મળશે ?
માટે તું ઘેર જા, ચાલ ,હું તારી સાથે આવું છું, તારા પિતાની ગોદમાં હું તને બેસાડીશ –અડધું રાજ્ય અપાવીશ.ધ્રુવજીનો નિશ્ચય મક્કમ હતો-કહે છે- મારે હવે ઘેર જવું નથી, જે ઘરમાં મારું માન નથી-તે ઘરમાં મારે રહેવું નથી. મારે પિતાની ગાદી પર બેસવું નથી. ઉચ્છિષ્ટ (આપેલી) સંપત્તિની ઈચ્છા કરવી નથી. મેં નિશ્ચય કર્યો છે-આ જન્મમાં જ મારે નારાયણનાં દર્શન કરવા છે. મારે મારા સાચા પિતા નારાયણની ગોદમાં જ બેસવું છે. ગુરુજી,મને ઉપાય બતાવો.
પાંચ વર્ષનો બાળક,ઘરમાં જરા અપમાન થયું ,તો પરમપિતાની શોધ માં અડગ નિશ્ચય કરીને નીકળ્યો છે.
આજકાલ કેટલાકને ઘરમાં રોજ થપ્પડ પડે છે-છોકરાઓ રોજ અપમાન કરે છે-તે સહીને ઘરમાં બેસી રહે છે.વૃદ્ધાવસ્થામાં પણ ઘર છોડતા નથી,અરે ઘર ના છોડે તો પણ કાંઇ નહિ –પરમાત્મા પામવાનો નિશ્ચય પણ કરી શકતા નથી.
જેમ,જમીનમાં થાંભલો ઉભો કરવાનો હોય તો-જમીનમાં થાંભલો ખોડીને- પછી તેને હલાવીને જુએ છે-
તેને-હલાવે છે તે થાંભલાને ઉખેડવા માટે નહિ પણ –થાંભલો કેટલો મજબૂત દટાયો છે-તે જોવા –તેને હલાવીને જુએ છે.તેમ,નારદજીએ ધ્રુવ ની પરીક્ષા કરી. ધ્રુવ નો દૃઢ નિશ્ચય અને પરમાત્મા મેળવવાની આતુરતા જોઈ-કહે છે-આજ્ઞા કરે છે-કે-પાસે જ મધુવન છે-તે મધુવનમાં તું જા.
વૃંદાવનમાં આ મધુવન છે. વ્રજ ચોર્યાસીની યાત્રા માટે નીકળીએ –પછી પહેલો મુકામ ત્યાં મધુવનમાં થાય છે.
ભાગવત માં ચાર પાંચ જગ્યાઓ એવી બતાવી છે-કે જ્યાં ઠાકોરજી અખંડ વિરાજે છે.
મધુવનમાં ભગવાન અખંડ વિરાજે છે.
નારદજી કહે છે-મધુવનમાં યમુના કિનારે તું જપ કર. યમુનાજીને શરણે જા.(યમુનાજી સંયોગિકા “શક્તિ” છે)
યમુના મહારાણી-કૃપાદેવીનો અવતાર છે. તારો બ્રહ્મસંબંધ યમુનાજી સિદ્ધ કરી આપશે. તે તારા માટે સિફારસ કરશે.વૃંદાવન- એ પ્રેમભૂમિ-દિવ્યભૂમિ છે. ત્યાં રહી ભજન કરવાથી,મન જલ્દી શુદ્ધ થાય છે, જીવ ઈશ્વરનું મિલન જલ્દી થાય છે.
(શક્તિ energy મળે-શક્તિની કૃપા પ્રથમ મળે-તે પછી તેના વતી જ બ્રહ્મસંબંધ થઇ શકે-પ્રભુ મળી શકે)