પરીક્ષિત –કળિને કહે છે-કે- તને-શરણાગતને હું મારતો નથી –પણ મારું રાજ્ય છોડી તું ચાલ્યો જા. મારા રાજ્યમાં રહીશ નહિ.કળિ પ્રાર્થના કરે છે-પૃથ્વીના સાર્વભૌમ રાજા આપ છો(આખી પૃથ્વી પર તમારું રાજ્ય છે). તમારું રાજ્ય છોડીને હું ક્યાં જાઉં ? હું આપને શરણે આવ્યો છું.મને રહેવા કોઈ સ્થાન આપો.
પરીક્ષિતે દયા કરી અને ચાર જગાએ કળિને રહેવાની જગ્યા આપી છે.
(૧)જુગાર (૨)મદિરાપાન અને માંસ ભક્ષણ (૩)ધર્મવિરુદ્ધનો સ્ત્રીસંગ-વેશ્યા (૪)હિંસા.
આ ચાર સ્થાનો આપ્યાં –પણ – કળિને સંતોષ થયો નહિ. કળિ કહે છે-આ ચાર સ્થાનો ગંદા છે-કોઈ સારું સ્થાન રહેવા આપો.તેથી પરીક્ષિતે તેને –સુવર્ણ ((સોનું)માં રહેવાનું સ્થાન આપ્યું.સોનાને આમ તો પ્રભુની વિભૂતિ કહી છે. પણ અધર્મથી-પાપથી જે ધન ઘરમાં આવે તેમાં કળિનો નિવાસ છે.અનીતિ અને અન્યાયથી મેળવેલા ધનમાં કળિ છે.(એમ કહેવાનો આશય છે). અનીતિનું ધન--ધન કમાનારને –તો –દુઃખ આપે છે જ-પણ જો તેને કોઈ વારસામાં મૂકી જાય તો –તે -વારસો પણ દુઃખ આપે છે.
જુઠ-ગુસ્સો-મદ-વેર-અને રજોગુણ –આ પાંચ જ્યાં ના હોય –ત્યાં આજે પણ સત-યુગ છે. જેના ઘરમાં નિત્ય- પ્રભુનાં સેવા-સ્મરણ થાય છે,જેના ઘરમાં આચાર-વિચાર પાળવામાં આવે છે-તેના ઘરમાં કળિનો પ્રવેશ થતો નથી.કળિને આમ રહેવાનાં સ્થાન મળ્યાં એટલે કળિ વિચારે છે કે-હવે હરકત નહિ-કોઈ વખત પરીક્ષિતને ત્યાં પણ પેસી જઈશ.બળદના ત્રણ કાપેલા પગોને –પરીક્ષિતે જોડીને-ધર્મ નું સ્થાપન કર્યું છે.
તે પછી –એક દિવસ પરીક્ષિતને જીજ્ઞાસા થઇ કે-ચાલ જોઉં-કે –મારા દાદાએ મારા માટે –ઘરમાં શું શું રાખ્યું છે.એક પટારામાં તેણે એક સોનાનો મુગટ જોયો અને વગર વિચાર્યે તે માથે મુક્યો.
આ મુગટ જરાસંઘનો હતો. જરાસંઘે-અન્યાય અને પાપથી બધું ભેગું કર્યું હતું. જરાસંઘ પર વિજય પછી તેનું સર્વ ધન –પાંડવોનું ગણાય-પણ માત્ર રાજ મુગટ લઇ લેવામાં આવતો. જરાસંઘના પુત્રે વિનવણી કરેલી કે ‘મારા પિતાનો રાજમુગટ મને આપો.’ તે વખતે ધર્મરાજાએ તે મુગટ –ન લેવાની સલાહ પણ આપેલી.
જરાસંઘ ના પુત્રની ઈચ્છા મુગટ આપવાની ન હતી-તેમ છતાં જબરજસ્તીથી તે મુગટ ભીમ –લઇ આવેલા. એટલે આ અન્યાય-અનીતિનું ધન થયું. ધર્મ રાજા –આ જાણે છે-એટલે તેમણે તેને(મુગુટ ને) માથે ના પહેરેલો અને એક બંધ પટારામાં મૂકી રાખેલો.
આજ પરીક્ષિતની દ્રષ્ટિએ તે મુગટ પડતાં –તેણે તે મુગટ પહેર્યો.કળિ રાહ જોઈ બેઠો હતો. તેણે આ સોનાના મુગટ દ્વારા પરીક્ષિતની બુદ્ધિમાં પ્રવેશ કર્યો.આમ તો કોઈ દિવસ રાજાને શિકાર કરવા જવાની ઈચ્છા થઇ નથી,પણ આજે રાજાને શિકાર કરવા જવાની ઈચ્છા થઇ.મુગટ પહેરી,પરીક્ષિત શિકાર કરવા ગયા છે. અનેક નિરપરાધ જીવોની હિંસા કરી છે. મધ્યાહ્નકાળે રાજાને ભુખ તરસ લાગી છે.
દિવસના બાર વાગે (ભુખ લાગે ત્યારે) અને રાતે બાર વાગે(જીવ કામાંધ થાય ત્યારે) વિવેક રહેતો નથી.
આ વિવેકને ટકાવવા-રામજી દિવસે બાર વાગે અને કૃષ્ણ રાતે બાર વાગે આવ્યા છે.
પરીક્ષિતે એક ઋષિનો આશ્રમ જોયો. તે આશ્રમમાં ગયા. આશ્રમ શમીકઋષિ નો હતો. સમાધિમાં શમીક ઋષિ તન્મય હતા.પરીક્ષિતે ઋષિને કહ્યું-મહારાજ મને ભુખ તરસ લાગી છે-કાંઇક ખાવાનું અને જળ આપો. ઋષિ કંઈ જવાબ આપતા નથી.પરમાત્માના ધ્યાનમાં તન્મય છે.
રાજાનો જીવ - ભુખ અને તરસના લીધે- વ્યાકુળ થયેલો છે-વિવેક ભૂલાઈ ગયો અને ક્રોધ આવ્યો છે.
‘આ દેશનો હું રાજા છું. ઋષિએ મારું સ્વાગત કરવું જોઈએ –તે કેમ કરતા નથી ? આ ઋષિ મારું સ્વાગત- ના- કરવા સમાધિનો ઢોંગ કરે છે.લાવ તેમની પરીક્ષા કરું’
બુદ્ધિમાં કળિ બેઠેલો છે એટલે બુદ્ધિ બગડેલી છે.ઋષિની સેવા કરવાના બદલે તે સેવા માગે છે.
રાજાએ સર્પની હિંસા કરી તે મરેલો સર્પ સમિક ઋષિના ગળા માં પહેરાવ્યો.
રોજ બ્રાહ્મણના ગળામાં ફૂલની માળા અર્પણ કરનાર આજે –બ્રાહ્મણના ગળામાં સર્પ પહેરાવે છે.
રોજ વેદ-બ્રાહ્મણની પૂજા કરનાર આજે-બ્રાહ્મણનું અપમાન કરે છે.
બીજાનું અપમાન કરનાર-પોતે પોતાની જાતનું અપમાન કરે છે. બીજાને છેતરનારો –પોતાની જાતને છેતરે છે.
કારણ કે –આત્મા સર્વમાં એક છે. રાજાએ શમીકઋષિના ગળામાં સાપ રાખ્યો નથી પણ પોતાના ગળામાં જીવતો સાપ રાખ્યો છે.
સર્પ એ કાળનું સ્વરૂપ છે. શમીક ઋષિ –એટલે સર્વ ઈન્દ્રિય વૃત્તિઓને અંતર્મુખ રાખી ઈશ્વરમાં સ્થિર થયેલાં જ્ઞાની-જીવ.એના ગળામાં મરી ગયેલો સર્પ (કાળ) આવે-એટલે કે-ઈશ્વરમાં તન્મય થયેલા-જીતેન્દ્રિય જીવનો કાળ મરે છે. કાળ મરી જાય છે.રાજા રજોગુણમાં ફસાયેલો જીવ છે-જે જીવમાં ભોગ –પ્રધાન છે. તેવાના ગળા માં- કાળ જીવે છે-ગળામાં જીવતો સર્પ(કાળ) છે.
રાજાને રાજા હોવાનું અભિમાન છે.હાથમાં ધનુષ્ય બાણ છે. એટલે પાપ થયું છે.
હાથમાં કોઈ એવી વસ્તુ રાખો-કે પાપ થાય નહિ. ઘણાંના હાથમાં લાકડી હોય તો છેવટે થાંભલા પર મારે-ખખડાવે.હાથ માં માળા હોત તો –પાપ થાત નહિ.
ઋષિ ની પરીક્ષા કર્યા પછી-રાજાની ફરજ હતી –કે-તેમના ગળામાંથી સર્પ કાઢી નાખવો.
પણ –‘હું રાજા છું-મને કોણ પૂછનાર ?’ રાજા એવું વિચારી-ઋષિનું અપમાન કરી ઘેર આવ્યા છે.