·
તત્વબોધ-
·
શંકરાચાર્ય કૃત તત્વબોધ માં --તત્વ-વિવેક-નું વર્ણન છે.
·
તત્વવિવેક = આત્મા સત્ય છે અને એના સિવાય બીજું બધું મિથ્યા છે-તે
·
તત્વ = આત્મા
·
(૧) આત્મા = સત, ચિત અને આનંદ સ્વ-રૂપે-શરીર માં રહેલો છે
(૧) સત = જે ત્રણે કાળ માં -ત્રણેય અવસ્થાઓમાં –રહે છે- અને-પણ-
સાક્ષી-માત્ર છે તે
(૨) ચિત = જે જ્ઞાન સ્વરૂપ છે-તે
(૩) આનંદ = જે સુખ સ્વરૂપ છે-તે
ત્રણ કાળ=વર્તમાનકાળ, ભવિષ્યકાળ. ભૂતકાળ
ત્રણ અવસ્થા = જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ
જાગ્રત અવસ્થા = જે અવસ્થામાં – આંખ,કાન –વગેરે જ્ઞાનેન્દ્રિયોથી
-જોવું,સાંભળવું-વગેરે વિષયો નું ગ્રહણ કરે છે તે
સ્વપ્નાવસ્થા
= જાગ્રત અવસ્થામાં જે કઈ જોયું-સાંભળ્યું છે તેનાથી બનેલી વાસનાથી નિદ્રા સમયે જે
પ્રપંચ અનુભવમાં આવે છે તે.
સુષુપ્તિ
અવસ્થા = "હું કઈ પણ નથી જાણતો,મેં સુખથી
નિદ્રાનો અનુભવ કર્યો છે" એવી અવસ્થા છે-તે
·
(૨) આત્મા = ત્રણ જાતના શરીરો થી જુદો છે. અને પંચકોશોથી શ્રેષ્ઠ છે.
ત્રણ જાતના શરીરો = કારણ શરીર,સૂક્ષ્મ
શરીર,સ્થૂળ શરીર
કારણ શરીર = જે
અનાદિ, અવિદ્યારૂપ, સ્થૂળ અને સૂક્ષ્મ - બે
શરીરોનું કારણ-નિર્વિકલ્પરૂપ
સૂક્ષ્મ શરીર = અપંચીકૃત (ભેગા કર્યા પહેલાં ના ) પંચમહાભૂતો થી બનેલું-નરી આંખે જોઈ ના શકાય તેવું
સ્થૂલ શરીર = પંચીકૃત (ભેગા કરેલા) પંચમહાભૂતોથી નિર્મિત- છ
વિકારોથી યુક્ત સ્થૂલ શરીર છે.
છ વિકારો=અસ્તિ, જન્મ, વૃદ્ધિ, પરિવર્તન, ક્ષય, અને વિનાશ
અસ્તિ =અસ્તિત્વમાં આવવું
જન્મ =ઉત્પન્ન થવું
વૃદ્ધિ =વધવું
પરિવર્તન =રૂપાંતર થવું
ક્ષય =ઘટવું –ઓછું થવું
વિનાશ =વિનાશ –મૃત્યુ થવું
પાંચ કોશ =
અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય અને આનંદમય પાંચ
કોશ છે.
અન્નમય
કોશ = સ્થૂલ શરીર-જે અન્નરસથી બને છે, અન્નરસથી વૃદ્ધિ પામે છે અને અન્નરૂપ પૃથ્વીમાં લીન થઈ જાય છે તે
પ્રાણમય કોશ = પાંચ વાયુ અને પાંચ કર્મેન્દ્રિયોથી નિર્મિત
પ્રાણમય કોશ છે.
મનોમય
કોશ = મન અને પાંચ જ્ઞાનેન્દ્રિયો મળીને મનોમય કોશ કહેવાય છે.
વિજ્ઞાનમય
કોશ =બુદ્ધિ અને પાંચ જ્ઞાનેન્દ્રિયો મળીને વિજ્ઞાનમય કોશ કહેવાય છે.
આનંદમય
કોશ = કારણ શરીર રૂપ –અવિદ્યા માં રહેલ –નિર્વિકલ્પ-નિરાકાર રૂપ
· (૩) આ આત્મા- સાધનચતુષ્ટ્યથી સમ્પન્ન અધિકારી પુરુષો માટે-મોક્ષના -સાધન--રૂપ
છે.
સાધન-ચતુષ્ટ્ય =
ચાર સાધન
(૧) વિવેક =એક બ્રહ્મ જ નિત્ય વસ્તુ છે. એના સિવાય બધુ અનિત્ય છે
(૨) વૈરાગ્ય =આ લોક
અને પરલોકમાં પોતાના કર્મોના ફળભોગથી વૈરાગ્ય – ફળભોગ ની અનિચ્છા
(૩) છ સંપત્તિઓ (શમ, દમ, ઉપરતિ, તિતિક્ષા, શ્રદ્ધા અને સમાધાન)
શમ = મનોનિગ્રહ-મન ઉપર નિયંત્રણ પ્રાપ્ત કરવું તે
દમ = ઇન્દ્રિયનિગ્રહ –ઇન્દ્રિયો ઉપર મન થી નિયંત્રણ કરવું તે
ઉપરતિ = સ્વ-ધર્મનું અનુષ્ઠાન
તિતિક્ષા = સુખ-દુખ,
વગેરે દ્વંદ્વ (વિસંગતતા) માં સહન કરવાનો સ્વભાવ
શ્રદ્ધા = સદગુરૂ અને વેદાન્તના વાક્યોમાં વિશ્વાસ રાખવો એ
સમાધાન = ચિત્તની-અંતઃકરણની એકાગ્રતા
(૪) મુમુક્ષત્વ = મને-મોક્ષ
પ્રાપ્ત હો - આ ઈચ્છા નું નામ