Sep 11, 2019

ભાગવત રહસ્ય-૬૦

કુંતા એ મર્યાદા ભક્તિ છે.-સાધન ભક્તિ છે.યશોદા- એ-પુષ્ટિ ભક્તિ છે. 
પુષ્ટિ-ભક્તિમાં વ્યવહાર અને ભક્તિને જુદાં માનવામાં આવતાં નથી.
યશોદાનો બધો વ્યવહાર ભક્તિરૂપ હતો. ભક્તની દરેક ક્રિયા (વ્યવહાર) ભક્તિ બની જાય છે.મર્યાદા ભક્તિ પહેલાં આવે છે.તે પછી પુષ્ટિ ભક્તિ.
મર્યાદા ભક્તિ –એ સાધન છે. તેથી આરંભમાં આવે છે. પુષ્ટિ ભક્તિ એ સાધ્ય છે-એટલે અંતમાં આવે છે.

ભાગવત ના નવમા સ્કંધ સુધી સાધન (મર્યાદા) ભક્તિનું વર્ણન છે.દશમા સ્કંધમાં સાધ્ય (પુષ્ટિ) ભક્તિનું વર્ણન છે. સાધ્ય ભક્તિ-(પુષ્ટિ ભક્તિ) પ્રભુને બાંધે છે. વ્યવહાર જ ભક્તિમય બને છે.
જેના વિયોગમાં દુઃખ થાય –તો માનજો –ત્યાં તમારો સાચો પ્રેમ છે. પરમાત્માના વિયોગમાં જેને દુઃખ થતું નથી –તે –ભક્તિ કરતો નથી.પ્રભુના વિયોગમાં જેના પ્રાણ –અકળાય-છે-તે ભક્તિ કરે છે. ભક્તિ-માર્ગમાં પ્રભુ નો વિયોગ સહન થતો નથી.સાચો ભક્ત તે છે-જે-પ્રભુ વિરહમાં બળે છે. કૃષ્ણ વિયોગ જેને સહન થતો નથી. .
કૃષ્ણ વિયોગ જેવું કોઈ દુઃખ નથી.

દ્વારકાનાથ-દ્વારકા જવા તૈયાર થયા છે. કુંતાજીનું હૃદય ભરાયું છે.ઝંખના છે-ચોવીસ કલાક-લાલાજીને નિહાળવાની. લાલાજી મારાથી દૂર ના જાય-પણ આજે એ લાલાજી છોડીને જવા નીકળ્યા છે.
'મારા ભગવાન મને છોડીને જાય છે' જે રસ્તે પ્રભુનો રથ જવાનો હતો –ત્યાં કુંતાજી આવ્યાં છે. હાથ જોડીને ઊભાં છે.આંખો ભીની છે-શરીરમાં રોમાંચ છે.શ્રીકૃષ્ણની નજર પડી અને સારથી દારુકને રથ ઉભો રાખવાનું કહ્યું. “ફઈબા (કુંતાજી) અત્રે માર્ગમાં કેમ ઉભા હશે ?” 

શ્રીકૃષ્ણ રથમાંથી ઉતર્યા છે. કુંતાજી-શ્રીકૃષ્ણને વંદન કરે છે.રોજનો નિયમ છે કે-કૃષ્ણ કુંતાજીને વંદન કરે છે. ત્યારે આજે કુંતાજી એ શ્રીકૃષ્ણને વંદન કર્યા છે.
શ્રીકૃષ્ણ કહે છે-કે-તમે આ શું કરો છો ?હું તો તમારા ભાઈનો દીકરો છુ. તમે મને પ્રણામ કરો એ ના શોભે.
કુંતાજી કહે છે-કે-આજ દિન સુધી હું માનતી હતી કે તમે મારા ભાઈના પુત્ર છો.પણ તમારી કૃપાથી તમારા સ્વ-રૂપની ઓળખાણ થઇ છે.આજે સમજાયું –આપ સર્વેશ્વર છો. યોગીઓ તમારું જ ધ્યાન કરે છે. તમે કોઈ ના દીકરા નથી. તમે સર્વના પિતા છો. પૂજ્ય છો.

અહીં કુંતાની આ દાસ્ય ભક્તિથી મિશ્રિત વાત્સલ્ય ભક્તિ છે. (કુંતાજી ની ઉપર મુજબ –મર્યાદા ભક્તિ છે.જેમાં –મર્યાદા(માલિક પ્રત્યેની) –છે. અને મર્યાદા ભક્તિમાં દાસ્ય-ભાવ મુખ્ય છે.- મારા માલિક છે તે દાસ્ય-ભાવ -અને -મારા ભાઈનો પુત્ર છે –એટલે વાત્સલ્ય ભાવ )

દાસ્ય ભાવ (મર્યાદા ભક્તિ) ના આચાર્ય હનુમાનજી છે. દાસ્યભાવથી હૃદય દીન બને છે. (મારા માલિકની સામું જોવાની મારી હિંમત નથી, હું તો તેમનો નોકર છું.) દાસ્ય ભક્તિમાં નજર(દૃષ્ટિ) માલિકના ચરણોમાં જ સ્થિર કરવાની હોય છે. જ્યારે-વાત્સલ્ય ભાવ (પુષ્ટિ ભક્તિ-યશોદાજીની) માં લાલાજીના મુખારવિંદ પર નજર (દૃષ્ટિ) સ્થિર કરવાની હોય છે.(લાલાજી પુત્ર બને છે!!)

મર્યાદા ભક્તિમાં –દાસ્યભાવ મુખ્ય છે. મારા માલિક ભગવાન છે.પણ ચરણ તરફ જોઈને તૃપ્તિ થતી નથી,એટલે મુખારવિંદ તરફ નિહાળી –મારા ભાઈનો દીકરો-વાત્સલ્યભાવ લાવી –કુંતાજી શ્રીકૃષ્ણની સ્તુતિ કરે છે. “જેમની નાભિમાંથી બ્રહ્માનું જન્મસ્થાન કમળ પ્રગટ થયું છે, જેણે સુંદર કમળોની માળા ધારણ કરેલી છે, જેમનાં નેત્રો –કમળ સમાન વિશાળ અને કોમળ છે, જેમનાં ચરણ કમળોમાં કમળનું ચિહ્ન છે, 
એવા હે શ્રીકૃષ્ણ –આપને હું વારંવાર વંદન કરું છુ”

ભગવાનની સ્તુતિ રોજ ત્રણ વાર કરવી –સવારે-બપોરે-અને રાતે સૂતાં પહેલાં. 
તે ઉપરાંત-સુખાવસાને-દુખાવસાને-અને-દેહાવસાને-એ ત્રણ વાર સ્તુતિ કરવી.
અર્જુન દુઃખમાં સ્તુતિ કરે છે.-કુંતાજી સુખમાં સ્તુતિ કરે છે.-અંતકાળ વખતે ભીષ્મ સ્તુતિ કરે છે.

સુખમાં જે-સ્તુતિ કરે છે-તે-પછી દુઃખી થતો નથી. સુખમાં ભગવાનનો ઉપકાર માનો.
ભગવાનની સ્તુતિ કરો અને કહો--મારા-કર્મથી નહિ-પણ –નાથ-તમારી કૃપાથી હું સુખી થયો છું.એકલો સુખ ભોગવે તે દુઃખી થાય છે. ભગવાનને સાથે રાખી-સુખ ભોગવે તો વાંધો નથી.

દુઃખમાં પણ પ્રભુની સ્તુતિ કરો.અને પ્રભુના ઉપકાર માનો.
કોઈ કહેશે –કે-દુઃખમાં પ્રભુના ઉપકાર કેમ મનાય ? દુઃખમાં સ્તુતિ કેમ થાય ?
દુઃખ કંઈ કાયમ માટે નથી આવ્યું. દુઃખ અને સુખનું એક ચક્ર છે. જે આવે –જાય છે.
દુઃખ –આપણને સાવધાન કરવા માટે આવ્યું છે. દુઃખ એ તો ગુરુ છે. દુઃખમાં માણસ ડાહ્યો થાય છે. તેથી દુઃખને પણ પ્રભુનો પ્રસાદ માનજો. જીવનમાં પાપથી કોઈ વખત દુઃખનો પ્રસંગ આવે-તો-ધીરજ રાખી પ્રભુની સ્તુતિ કરજો.

કોઈ કહેશે-કે દુઃખમાં વળી ધીરજ કેમ કરી રહે ?-એનો ઉપાય છે-દુઃખ આવે ત્યારે માનો કે –મારા પાપ પહાડ જેવાં છે. મારા પાપના પ્રમાણ માં –ભગવાને બહુ ઓછી સજા કરી છે.
ખરેખર-જીવના પાપના પ્રમાણ માં ભગવાન સજા કરતાં હોય-તો-મનુષ્યને પીવાનું પાણી પણ મળે કે કેમ ? તે શંકા છે.આપણને સુધારવા ભગવાન સજા કરે છે. ભગવાન સજા કરે છે-પણ દયા રાખીને સજા કરે છે.

દુઃખ માં સ્તુતિ કરે તેને ભગવાન –બુદ્ધિ-આપે છે. તેથી તે દુઃખની અસર મન પર થતી નથી.
સુખ અને દુઃખમાં જે સ્તુતિ કરે તે અંતકાળે સ્તુતિ કરી શકે છે.
અને અંતકાળે સ્તુતિ કરે તે પરમાત્મા ને પામી શકે છે.
       
      PREVIOUS PAGE
       NEXT PAGE               
  INDEX PAGE