PREVIOUS PAGE | INDEX PAGE |
અધ્યાય-૧૮-મોક્ષસંન્યાસ યોગ
અર્જુન-હે કૃષ્ણ,હું સંન્યાસ અને ત્યાગ નું તત્વ અલગ અલગ જાણવા ઈચ્છું છું.(૧)
કૃષ્ણ-કામ્ય કર્મો (ફળની ઈચ્છા થી કરાતાં કર્મો)ના ત્યાગ ને જ્ઞાનીઓ ‘સંન્યાસ’ કહે છે.અને સર્વ કર્મોના ‘ફળ’ના ત્યાગ ને ‘ત્યાગ’ કહે છે.(૨)
ત્યાગ ત્રણ પ્રકારનો છે,કર્તવ્ય તરીકે નિયત થયેલાં કર્મોનો મોહ-અજ્ઞાન વશ ત્યાગ તે તામસિક ત્યાગ(૭)
કર્મો દુઃખરૂપ છે,એમ સમજી શારીરિક પીડાના ભયથી કર્મો નો ત્યાગ તે રાજસિક ત્યાગ(૮)
કર્તવ્ય કર્મ ને ધર્મ સમજી,આશક્તિ તથા ફળની ઈચ્છાનો ત્યાગ કરી કરેલો ત્યાગ તે સાત્વિક ત્યાગ (૯)
શરીર,મન અને વાણી વડે મનુષ્ય જે કઈ ધર્મ કે અધર્મ રૂપ કર્મ કરે છે તેના પાંચ કારણો—દેહ,જીવાત્મા,સાધનો,ક્રિયાઓ અને દૈવ છે.(૧૪-૧૫)
પણ ‘હું કર્તા છું’ એવો જેનામાં અહંકાર ભાવ નથી,અને ફળની ઇચ્છાથી જેની બુદ્ધિ લેપાતી નથી,તે જ્ઞાની સર્વ પ્રાણીઓને હણી નાખે,તો પણ ખરી રીતે તે મારતો નથી કે બંધન માં પડતો નથી.(૧૭)
પછી ત્રણ જાતના (સાત્વિક,રાજસિક અને તામસિક )જ્ઞાન (૨૦-૨૨),કર્મ (૨૩-૩૫),કર્તા (૨૬-૨૮)બુદ્ધિ (૩૦-૩૨),ધીરજ(૩૩-૩૫)સુખ(૩૭-૩૯) બતાવ્યા છે.
બ્રાહ્મણ,ક્ષત્રિય,વૈશ્ય અને શુદ્રોના ‘કર્મો’ તેમના ‘સ્વભાવગત ગુણો’ અનુસાર અલગ અલગ વિભાગ કરવામાં આવ્યા છે(૪૧)
તેમના કર્મો નું વર્ણન (૪૨-૪૪) માં છે.
“અહંકાર અને મોહને લીધે તું યુદ્ધ કરવા ઈચ્છતો નથી પણ તારો ક્ષત્રિય સ્વભાવ અને તારા ‘સ્વભાવજન્ય’પૂર્વકર્મ નું બંધન તને વિવશ કરીને પણ યુદ્ધ કરાવડાવશે”(૫૯- ૬૦)
સંસાર રૂપ યંત્ર પર
પૂતળાની જેમ બેઠેલા સર્વ પ્રાણીઓ ને
માયા વડે ભરમાવતો પરમાત્મા તે સર્વ પ્રાણીઓના હૃદય માં વસે છે,
માટે સર્વ ભાવથી મારે શરણે આવ અને પરમ શાંતિ-મોક્ષ પ્રાપ્ત કર(૬૧-૬૨)
આ પ્રમાણે મેં તને ગુહ્યત્તમ જ્ઞાન કહ્યું, તેને તું બરાબર ‘વિચારીને’ પછી
તારી ‘ઈચ્છા’ હોય તેમ કર (૬૩)
આ ગીતા શાસ્ત્ર નું ગૂઢ જ્ઞાન તારે કદી તપરહિત,ભક્તિરહિત,સાંભળવા નહિ ઈચ્છનારને, અને મારી અસૂયા (નિંદા) કરે છે,તેને કહેવું નહિ (૬૭)
અર્જુન-હે કૃષ્ણ,આપની કૃપાથી મારો મોહ સંપૂર્ણ પણે દૂર થયો છે,અને હવે શંશય વગરનો થઇ આપના કહેવા પ્રમાણે જ કરીશ (૭૩)
જ્યાં યોગેશ્વર શ્રી કૃષ્ણ અને જે પક્ષમાં ધનુર્ધારી અર્જુન છે,ત્યાં લક્ષ્મી,વિજય,ઐશ્વર્ય અને અવિચળ નીતિ વાસ કરે છે(૭૮)
PREVIOUS PAGE | INDEX PAGE |
જ્ઞાનેશ્વરી ગીતા રહસ્ય
સંત જ્ઞાનેશ્વરે માત્ર ૧૫ વર્ષ ની ઉંમરે લખેલી ભગવદગીતા ની ટીકા “ભાવાર્થદીપિકા”
જે “જ્ઞાનેશ્વરી ગીતા” તરીકે પ્રખ્યાત છે-તેના ઉપર આધારિત-.