PREVIOUS PAGE | NEXT PAGE | INDEX PAGE |
અધ્યાય-૧૬-દૈવાસુર સંપદ્વિભાગ યોગ
અભયતા,ચિત્તની નિર્મળતા,તત્વજ્ઞાન,અહિંસા,સત્ય,ધ્યાનમાં નિષ્ઠા,જ્ઞાન વગેરે
દૈવી સંપત પ્રાપ્ત થયેલા પુરુષના લક્ષણો છે.(૧-૩)
દંભ,દર્પ,અભિમાન,ક્રોધ,કઠોરતા,અજ્ઞાન વગેરે આસુરી સંપત વાળા પુરુષોના લક્ષણો છે.(૪)
દૈવી સંપદા મોક્ષ આપનારી અને આસુરી સંપદા બંધન માં નાખનારી છે(૫)
આસુરી વૃત્તિવાળા મનુષ્યો,પ્રવૃત્તિ કે નિવૃત્તિ કર્મોને સમજતા નથી, તેમનામાં પવિત્રતા,સદાચાર,સત્યતા હોતા નથી (૩)
તેઓ કહે છે કે –“આ જગત આધાર વિનાનું,ઈશ્વર વિનાનું,અસત્ય,અને કામરૂપ હેતુ વાળું છે.”અને તેથી કામનાઓ ભોગવે છે.(૮)
અને દંભ,મદ,માનથી છકીને, કદી તૃપ્ત ના થાય એવી કામનાઓ નો આશ્રય કરી,ખોટા આગ્રહો પકડીને ‘વિરુદ્ધ’કર્મો માં મચ્યા રહે છે.(૧૦)
‘આશા રૂપી’પશોથી બંધાયેલા તથા કામ-ક્રોધ માં પરાયણ રહેનારા આ મનુષ્યો અન્યાય થી ધન નો સંગ્રહ કરવાનો પ્રયત્ન કરે છે.(૧૨)
તેઓ વિચારે છે કે”આજે આ મેં મેળવ્યું છે અને હવે બીજી કામના સફળ કરી બીજું મેળવીશ,આ શત્રુને મેં માર્યો અને હવે બીજાને મારીશ.હું વૈભવશાળી,પ્રતિષ્ઠાવાળો,બળવાન,સુખી,ધનિક,કુટુંબ કબીલા વાળો,અને કુળવાન છું. હું યજ્ઞ કરીશ,દાન દઈશ,હું જ સિદ્ધ છું “
આવી રીતે અજ્ઞાન થી મોહિત,અનેક પ્રકારે ભ્રમિત ચિત્ત વાળા,મોહજાળમાં ફસાયેલા અને વિષયભોગમાં આશક્ત થયેલા તે આસુરી લોકો નરક માં જ જાય છે.(૧૩-૧૬)
પુરુષ નો નાશ કરનાર ત્રણ -નરકનાં દ્વાર છે,-કામ,ક્રોધ અને મોહ. તેનો તરત જ ત્યાગ કરવો જોઈએ.(૨૧)
તેનાથી મુક્ત થયેલો મનુષ્ય આત્મા નું કલ્યાણ કરી પરમ ગતિ પામે છે.(૨૨)
જે મનુષ્ય શાસ્ત્ર વિધિ છોડી પોતાની ઈચ્છા પ્રમાણે વર્તે છે,તે સિદ્ધિ કે પરમ સુખ મેળવી શકતો નથી.(૨૩)
કરવા યોગ્ય કે ના કરવા યોગ્ય કર્મો નો નિર્ણય કરવામાં શાસ્ત્ર જ પ્રમાણ છે.માટે તેના મુજબ કરવા યોગ્ય કર્મ કરવા તે જ યોગ્ય છે.(૨૪)
PREVIOUS PAGE | NEXT PAGE | INDEX PAGE |
જ્ઞાનેશ્વરી ગીતા રહસ્ય
સંત જ્ઞાનેશ્વરે માત્ર ૧૫ વર્ષ ની ઉંમરે લખેલી ભગવદગીતા ની ટીકા “ભાવાર્થદીપિકા”
જે “જ્ઞાનેશ્વરી ગીતા” તરીકે પ્રખ્યાત છે-તેના ઉપર આધારિત-.