PREVIOUS PAGE | NEXT PAGE | INDEX PAGE |
અધ્યાય-૧૪ -ગુણત્રયવિભાગ યોગ
કૃષ્ણ –હે અર્જુન,મારી ‘મૂળ પ્રકૃતિ’(મહદ બ્રહ્મ પ્રકૃતિ)
-એ સર્વ ભૂતોની યોનિ સ્થાન (ગર્ભ સ્થાન) છે.
તેમાં હું જ પિતા તરીકે ચેતન ના અંશ રૂપ બીજ મુકું છું અને હું જ માતા તરીકે ગર્ભ ધારણ કરું છું.જેના થી સર્વ ભૂતોની ઉત્પત્તિ થાય છે (૩-૪)
સત્વ,રજસ અને તમસ એ ત્રણ ગુણો પ્રકૃતિ માં થી ઉત્પન્ન થયેલા છે,અને આ ત્રણ ગુણો, દેહમાં રહેલા અવિનાશી જીવાત્મા ને બાંધે છે.(૫)
સત્વ ગુણ---નિર્મળ અને પ્રકાશક છે,તે ‘સુખ’અને ‘જ્ઞાન’ ના સંગ થી જીવ ને બાંધે છે (૬)
રજોગુણ---આશક્તિ અને રાગ રૂપ છે,તે ‘કર્મ’ ના સંગ થી જીવ ને બાંધે છે(૭)
તમોગુણ---અજ્ઞાન અને મોહ રૂપ છે,તે ‘પ્રમાદ,આળસ અને નિંદ્રા’ વડે જીવ ને બાંધે છે(૮)
રજોગુણ ને તમોગુણ ને દબાવી સત્વગુણ વૃદ્ધિ પામે છે,
જેના થી જ્ઞાન ઉત્પન્ન થાય છે,અને દેવગતિ ની પ્રાપ્તિ થાય છે.
સત્વગુણ અને તમોગુણ ને દબાવી રજોગુણ વૃદ્ધિ પામે છે,જેનાથી આશક્તિ (લોભ) ઉત્પન્ન થાય છે,
અને મનુષ્ય ગતિ પ્રાપ્ત થાય છે .
સત્વગુણ અને રજોગુણ ને દબાવી તમોગુણ ઉત્પન્ન થાય છે,જેનાથી મોહ –અજ્ઞાન ઉત્પન્ન થાય છે,અને અધોગતિ પ્રાપ્ત થાય છે.(૧૦-૧૮)
જયારે તત્વજ્ઞ –જ્ઞાની મનુષ્ય,- ગુણો કરતાં બીજા કર્તા ને જાણતો નથી પણ ગુણો થી પર એવા આત્મા ને જાણે છે,ત્યારે તે મારા સ્વરૂપ ને પ્રાપ્ત કરે છે (૧૯)
જે મનુષ્ય ઉપરના ત્રણે ગુણોથી થનારા –પ્રકાશ,પ્રવૃત્તિ અને મોહ ને માનતો નથી,અને કાર્યોની નિવૃત્તિ થતાં તેમની ઈચ્છા કરતો નથી,કશું પણ કરતો નથી અને ઉદાસીન ની માફક પોતાના સ્વરૂપમાં સ્થિર રહે છે,
’ગુણો જ ગુણો માં પ્રવર્તે છે’ એવું સમજી સુખ-દુઃખ ને સમાન માને છે,સ્વસ્થ રહે છે,માટી-પથ્થર-સોનાને સમાન ગણે છે,પ્રિય-અપ્રિય,નિંદા-સ્તુતિ, માન-અપમાન માં નિર્વિકાર રહે છે,શત્રુ-મિત્ર માં સમ-ભાવે રહે છે,
અને બધા કર્મો ના આરંભ નો જેને ત્યાગ કર્યો છે,તે ‘ગુણાતીત’ કહેવાય છે. (૨૨-૨૫)
જે મનુષ્ય એકનિષ્ઠ ભક્તિયોગ વડે મને ઉપાસે છે,તે આ ત્રણે ગુણોથી પર થઇ ‘બ્રહ્મભાવ’ પામવા યોગ્ય બને છે(૨૬)
PREVIOUS PAGE | NEXT PAGE | INDEX PAGE |
જ્ઞાનેશ્વરી ગીતા રહસ્ય
સંત જ્ઞાનેશ્વરે માત્ર ૧૫ વર્ષ ની ઉંમરે લખેલી ભગવદગીતા ની ટીકા “ભાવાર્થદીપિકા”
જે “જ્ઞાનેશ્વરી ગીતા” તરીકે પ્રખ્યાત છે-તેના ઉપર આધારિત-.