PREVIOUS PAGE | NEXT PAGE | INDEX PAGE |
અધ્યાય-૧૧ -વિશ્વ રૂપ દર્શન યોગ
અર્જુન –હે કૃષ્ણ,આપે મને ઉચ્ચ અધ્યાત્મિક રહસ્ય સમજાવ્યું તેનાથી મારો મોહ દૂર થયો છે,પણ હવે મને આપનું અવિનાશી રૂપ જોવાની ઈચ્છા છે.(૧-૪)
કૃષ્ણ-હે અર્જુ ન , તું સ્થૂળ ચક્ષુ થી તે જોઈ શકીશ નહિ,માટે હું તને દિવ્ય ચક્ષુ(દ્રષ્ટિ) આપું છું.તે વડે તું મારું અવિનાશી ,વિશ્વરૂપ ,અને વિરાટ રૂપને જો(૫-૮)
અર્જુને જોયું તો હજારો સૂરજ એક સાથે ઉદય પામ્યા હોય તેવું તેજ આ સ્વરૂપ નું દેખાણું.(૧-૨)
આ વિરાટ,વિશ્વ રૂપ દર્શન માં ભગવાન મુકુટ,ગદા અને ચક્ર વાળા,અતિશય કાંતિવાળા,હજારો હાથ વાળા,હજારો મસ્તકવાળા,હજારો ઉદર વાળા,આદિ,મધ્ય અને અંત વગરના દેખાતા હતા.તેમનાથી પૃથ્વી,આકાશ અને દિશાઓ વ્યાપ્ત થઇ ગયા હતા.વળી તેમના સંહારક રૂપ માં તેમનું મુખ જ્વલંત અગ્નિ નું બનેલું જોઈ અર્જુન ભયભીત પણ થાય છે. (૧૩-૩૧)
‘’હે ,અર્જુન,હું લોકોના વિનાશ કરનાર કાલ સ્વરૂપે અહી પ્રવૃત થયો છું ,તારા વિના પણ આ બધા યોધ્ધાઓ ઓ નાશ પામવાના છે,માટે મોહ ત્યજીને ઉઠ અને શત્રુઓ પાર વિજય મેળવી તું માત્ર નિમિત્ત થા(૩૨-૩૩)
અર્જુન—હે કૃષ્ણ, આપ અનાદિ પુરાણ પુરુષ છો,વિશ્વના લય સ્થાન છો,આપ જાણનાર અને જાણવાયોગ્ય પરમ ધામ છો,આપ વડે સકળ વિશ્વ વ્યાપ્ત છે. (૩૮)
પૂર્વે નહિ જોયેલું આ દિવ્ય તેજોમય સ્વરૂપ જોઈ હું હર્ષ પામ્યો છું,છતાં તમારું સંહારક સ્વરૂપ જોઈ ભયથી મારું મન ઘણું ગભરાઈ ગયું છે.માટે હે દેવ,મને પૂર્વ નું રૂપ દેખાડો(૪૫)
ત્યારે કૃષ્ણે પોતાનું અસલ રૂપ દેખાડ્યું
કૃષ્ણ –હે અર્જુન,તેં જે પ્રકારે મારું વિરાટ દર્શન કર્યું તે પ્રકારે હું વેદો વડે,તપ વડે,દાન વડે કે યજ્ઞ વડે જોવાને શક્ય નથી,માત્ર અનન્ય ભક્તિ વડે જ એ દિવ્ય રૂપને જાણવા,જોવા,સાક્ષાત્કાર કરવાનું શક્ય છે.(૫૩-૫૪)
જે મારો ભક્ત,મારા માટે કર્મ કરનારો,મને જ શ્રેષ્ઠ માનનારો ,મારા પરાયણ રહેનારો,જેણે સંગ નો ત્યાગ કર્યો છે,અને સર્વ પ્રાણી પ્રત્યે વેર રહિત હોય છે,તે મને પામે છે (૫૫)
PREVIOUS PAGE | NEXT PAGE | INDEX PAGE |
જ્ઞાનેશ્વરી ગીતા રહસ્ય
સંત જ્ઞાનેશ્વરે માત્ર ૧૫ વર્ષ ની ઉંમરે લખેલી ભગવદગીતા ની ટીકા “ભાવાર્થદીપિકા”
જે “જ્ઞાનેશ્વરી ગીતા” તરીકે પ્રખ્યાત છે-તેના ઉપર આધારિત-.