PREVIOUS PAGE | NEXT PAGE | INDEX PAGE |
અધ્યાય-૯-રાજ વિદ્યા –રાજગુહ્ય યોગ
હવે હું તને ગૂઢ માં ગૂઢ(ગુહ્ય) જ્ઞાન ,વિજ્ઞાન સહિત કહું છું,
જે જ્ઞાન સર્વ વિદ્યા નો રાજા છે ,
સર્વ ગુઢતા માં શ્રેષ્ઠ,પવિત્ર,ઉત્તમ,ધર્મમય,સુખદ,પ્રત્યક્ષ અનુભવ કરી શકાય તેવું અને
મેળવવામાં સરળ છે.(૧-૨)
(નોધ-ધર્મ વિષયક જ્ઞાન =ગુહ્ય જ્ઞાન ,આત્મ જ્ઞાન =ગુહ્યતર,પરમાત્મ જ્ઞાન=ગુહ્યત્તમ )
હું અવ્યક્ત સ્વરૂપ છું અને સકળ વિશ્વ મારાથી વ્યાપ્ત છે.મારામાં સર્વ જીવો રહેલાં છે,
પણ હું તેમનામાં સ્થિત નથી.( ૪)
જે રીતે સર્વ ગામી વાયુ આકાશ માં રહેલો છે,તેવી રીતે સર્વ જીવો મારામાં રહેલાં છે.(૬)
મારી ત્રિગુણાત્મક પ્રકૃતિનો આશ્રય લઇ --‘સ્વ-ભાવ થી પરાધીન’ એવા ‘સર્વ જીવોને’ ,કલ્પ ના અંતે હું ફરી થી ઉત્પન્ન કરું છું (૭)
ખોટી આશા,ખોટા કર્મ અને ખોટું જ્ઞાન વાળા અજ્ઞાની જનો-
અસુર જેવા-- મોહ માં ફસાવનાર –તામસી –સ્વભાવ ને ધારણ કરનારા હોય છે.
જયારે દૈવી પ્રકૃતિ નો આશ્રય લેનારા ભક્ત જનો
મને અક્ષર (નાશ વગરના)સ્વરૂપ નો જાણી ,મને ભજે છે.(૧૨-૧૩)
જે મનુષ્યો અનન્ય ભાવે મારું ચિંતન કરતાં મને ઉપાસી,નિત્ય મારામાં તત્પર રહે છે તેમના જીવન નો ભાર હું ઉઠાવું છું.(૨૨)
જે મને ભક્તિ પૂર્વક પત્ર,પુષ્પ,ફળ,પાણી વગેરે અર્પણ કરે છે,તે શુદ્ધ ચિત્ત વાળાના પદાર્થો હું ગ્રહણ કરું છું.(૨૬)
તું જે ખાય છે ,જે કરે છે,જે હોમે છે,જે દાન કરે છે,જે તપ કરે છે તે સર્વ મને અર્પણ કર (૨૭)
અત્યંત દુરાચારી પણ જો અનન્ય ભાવથી મને ભજે તો તેને શ્રેષ્ઠ જ માનવો,કારણ કે તે મારામાં નિશ્ચય વાળો હોય છે.તે સત્વર જ ધર્માત્મા થાય છે ,શાંતિ ને પ્રાપ્ત થાય છે,
મારો ભક્ત કદી પણ નાશ પામતો નથી તેવું તું નિશ્ચય પૂર્વક જાણ.(૩૦-૩૧)
તું મારામાં ચિત્ત રાખ,મારો ભક્ત થા,મને પૂજનારો થા,અને મને નમસ્કાર કર.આ પ્રકારે મારા પારાયણ થયેલો તું નિશંક મને જ પામીશ.(૩૪)
PREVIOUS PAGE | NEXT PAGE | INDEX PAGE |
જ્ઞાનેશ્વરી ગીતા રહસ્ય
સંત જ્ઞાનેશ્વરે માત્ર ૧૫ વર્ષ ની ઉંમરે લખેલી ભગવદગીતા ની ટીકા “ભાવાર્થદીપિકા”
જે “જ્ઞાનેશ્વરી ગીતા” તરીકે પ્રખ્યાત છે-તેના ઉપર આધારિત-.