PREVIOUS PAGE | NEXT PAGE | INDEX PAGE |
કૃષ્ણ કહે છે કે –ફળની આશા વગર પોતાનું કર્તવ્ય કર્મ કરનાર તે સંન્યાસી અને યોગી છે.
સંકલ્પ નો સંન્યાસ(ત્યાગ)કર્યા વિના યોગી થઇ શકતું નથી.
યોગ પ્રાપ્તિ માટે યોગીને ‘કર્મ’ એ ‘સાધન’ છે.
તેજ યોગી યોગ પ્રાપ્ત કરે પછી ‘શમ’(કર્મત્યાગ) એ ‘સાધન’ છે (૧-૩)
માનવે આત્મા વડે જ આત્મા નો ઉદ્ધાર કરવો,
પોતાના આત્માને અધોગતિ તરફ લઇ જવો નહિ,
કારણકે આત્મા જ આત્માનો મિત્ર અને આત્મા જ આત્માનો શત્રુ છે.
માટે આત્મા વડે આત્મા ને જીતવો જોઈએ .(૫-૬)
પવિત્ર પ્રદેશ માં આસન લગાવી,મનને એકાગ્ર કરી ,ઈન્દ્રિયોને જીતી,સ્થિર થઇ,--શરીર ,મસ્તક અને ગરદન ને સીધા રાખી –નાસિકના અગ્ર પર દ્રષ્ટિ રાખી ,નિર્ભય થઇ,બ્રહ્મચર્ય વ્રત આદરી,--પ્રભુનું ચિંતન અને પ્રભુ પારાયણ થઇ ,--ધ્યાનસ્થ થઇ યોગાભ્યાસ કરવો જોઈએ (૧૧ -૧૪)
અતિ આહાર ,અતિનિદ્રા કે નિરાહાર અને અતિજાગ્રત રહેનાર ને યોગ સાધ્ય નથી.
પ્રમાણસર સમતા રાખવી જોઈએ (૧૬-૧૭)
સંકલ્પ થી થનાર વાસનાનો ત્યાગ,
મનથી ઈન્દ્રિયોને જીતી આત્મ સ્વ-રૂપમાં સ્થિર થવું.અને
અસ્થિર,ચંચળ મન જે જે સ્થળે જાય ત્યાંથી તેને નિગ્રહ વડે આત્મ સ્વ-રૂપમાં સ્થિર કરવું.(૩૫-૩૬ )
જેની સર્વત્ર સમદ્રષ્ટિ થઇ જાય તેવો યોગી સર્વ ભૂતોમાં પોતાના આત્માને જુએ છે
અને પોતાના આત્મામાં સર્વ ભૂતોને જુએ છે.
તેની દ્રષ્ટિ થી હું દૂર થતો નથી અને મારી દ્રષ્ટિ થી તે દૂર થતો નથી.(૨૯-૩૦)
અર્જુન—હે કૃષ્ણ ,તમે આ સમત્વ યોગ કહ્યોપણ
આ મન અતિ ચંચળ છે અને તેનો નિગ્રહ કરવો તે વાયુને અટકાવવા જેવું અઘરું છે.(૩૪)
કૃષ્ણ –હે અર્જુન,તારી વાત સાચી છે.પણ
‘અભ્યાસ ‘અને ‘વૈરાગ્ય ‘ થી એ મન સ્વાધીન થઇ શકે છે.(૩૫)
અર્જુન—હે કૃષ્ણ ,શ્રધ્ધાવાળો હોવા છતાં જાત પર કાબુ ના રાખી શકતો હોય અને જેનું મન ,યોગ થી દૂર ભટકતું હોય તેની શી ગતિ થાય છે?
કૃષ્ણ—હે અર્જુન,યોગની ઈચ્છા રાખનાર અને સત્કૃત્યો કરનાર દુર્ગતિ પામતો નથી પણ
ફરીથી તે પવિત્ર અને શ્રીમંત કુટુંબ માં જન્મે છે,અને
પુનર્જન્મ ની યોગ બુદ્ધિ નો ફરી વિકાસ કરી યોગ સિદ્ધિ માટે પ્રયત્ન કરે છે.(૪૩-૪૪ )
તપસ્વી,જ્ઞાની તથા કર્મ કરનાર કરતાં પણ યોગી અધિક શ્રેષ્ઠ છે,માટે હે અર્જુન,
તું યોગી થા.(૪૬)
PREVIOUS PAGE | NEXT PAGE | INDEX PAGE |
જ્ઞાનેશ્વરી ગીતા રહસ્ય
સંત જ્ઞાનેશ્વરે માત્ર ૧૫ વર્ષ ની ઉંમરે લખેલી ભગવદગીતા ની ટીકા “ભાવાર્થદીપિકા”
જે “જ્ઞાનેશ્વરી ગીતા” તરીકે પ્રખ્યાત છે-તેના ઉપર આધારિત-.