PREVIOUS PAGE | NEXT PAGE | INDEX PAGE |
અધ્યાય-૨ -સાંખ્યયોગ
કૃષ્ણ કહે છે કે-જેનો શોક કરવા યોગ્ય નથી તેનો તુ શોક કરે છે.અને વાતો બુદ્ધિમાન ના જેવી બોલે છે.
પણ જે જ્ઞાની છે તે મરેલા(ગયેલાઓનો) કે જીવતા(નથી ગયા તેનો) નો શોક કરતા નથી.(૧૧)
આમ કહી તેમણે આત્મા નું -આત્માના અમરત્વ નું જ્ઞાન (સાંખ્ય,વેદાંત) આપવાની શરૂઆત કરી---
હે અર્જુન તુ અજ્ઞાન ના ઘોર અંધકારમાંથી જાગ.તુ બધા શરીરોને જુએ છે-- કે જે જન્મે છે અને મરે પણ--
શરીર માં રહેલ આત્મા કદી ઉત્પન્ન થતો નથી કે મરતો નથી.જેથી શરીર નો વધ થવાથી આત્મા નો નાશ નથી થતો .આવું આત્મા નું અવિનાશી,નિત્ય ,અજન્મા,અને અવિકૃત રૂપ જે જાણી જાય છે
તે- જ -સમજી શકે છે કે ----આત્મા ને કોઈ મારનાર નથી કે મરાવનાર નથી.
જેમ જુનાં વસ્ત્રો ઉતારી નવા વસ્ત્રો ધારણ કરાય છે તે પ્રમાણે આત્મા એક દેહ નો ત્યાગ કરી અન્ય શરીર નો સ્વીકાર કરે છે.(૨૦,૨૧,૨૨)
હવે કૃષ્ણ સ્વ-ધર્મ ની વાત કરે છે--
હે અર્જુન -તુ તારી ફરજ નિભાવ.એક ક્ષત્રિય તરીકે તારે તારી ફરજ કે - જે યુદ્ધ- છે તે કરવું જોઈએ.
કારણકે એક ક્ષત્રિય માટે --ધર્મ માટે યુદ્ધ કરવું -તેના કરતા કશું એ વિશેષ નથી.(૩૧)
જય-પરાજય,સુખ -દુઃખ,લાભ-હાનિ આ સર્વ ને સમાન ગણી યુદ્ધ માટે તૈયાર થા એટલે તને કોઈ પાપ લાગશે નહી (૩૮)
આમ --જ્ઞાન અને -સ્વ-ધર્મ -ની વાત પછી કૃષ્ણ “કર્મ ના જ્ઞાન “ ની વાત કરે છે.
હે અર્જુન તુ કર્મ નો જ (સ્વ-ધર્મ રૂપી યુદ્ધ ) અધિકારી છે,ફળ નો અધિકારી બનીશ નહી,
અને કર્મ ફળ ની ઈચ્છા પણ કરીશ નહી.અને કર્મ નથી કરવું તેવો આગ્રહ પણ રાખીશ નહી.(૪૭)
"હું કર્મ કરું છું"તેવા અભિમાન નો ત્યાગ અને ફળ ની ઈચ્છા નો પણ ત્યાગ કરીને(અનાશક્ત થઈને)
શરુ કરેલું કર્મ પાર પડે કે ના પડે તો પણ તેનો હર્ષ કે શોક કરીશ નહી.સિદ્ધિ -અસીદ્ધિ માં સમતા થવી એને જ યોગ કહે છે.(૪૮)
અનેક પ્રકારના સિદ્ધાંતો સાંભળીને ભ્રમ માં પડેલી બુદ્ધિ જયારે સ્થિર થાય(સ્થિત-પ્રજ્ઞ) થાય ત્યારે -જ-
સમતા રૂપી યોગ પ્રાપ્ત કરી શકીશ (૫૩)
કૃષ્ણ છેલ્લે સ્થિતપ્રજ્ઞ(સ્થિર બુદ્ધિ) ના લક્ષણો વર્ણવે છે.
જયારે મનુષ્ય મન માં રહેલી સર્વ કામના ઓ ત્યજી દે છે.અને આત્મા વડે આત્મા માં જ સંતોષ પ્રાપ્ત કરે છે.ત્યારે તે સ્થિત-પ્રજ્ઞ કહેવાય છે.(૫૫)
દુઃખ માં મન ઉદ્વિગ્ન ના થાય અને સુખમાં નિસ્પૃહ(અનાશક્ત) રહે,રાગ,ભય,ક્રોધ વગરનો હોય,સર્વત્ર સ્નેહ રાખતો હોય,અને સર્વ ઇન્દ્રીઓને ,ઇન્દ્રીઓના વિષય માં થી સમેટી લે ત્યારે તે સ્થિતપ્રજ્ઞ કહેવાય છે.
(૫૬-થી-૫૮)
PREVIOUS PAGE | NEXT PAGE | INDEX PAGE |
જ્ઞાનેશ્વરી ગીતા રહસ્ય
સંત જ્ઞાનેશ્વરે માત્ર ૧૫ વર્ષ ની ઉંમરે લખેલી ભગવદગીતા ની ટીકા “ભાવાર્થદીપિકા”
જે “જ્ઞાનેશ્વરી ગીતા” તરીકે પ્રખ્યાત છે-તેના ઉપર આધારિત-.