Aug 12, 2011

લેપ ટોપ કોમ્પ્યુટર

હા, ખોળા પર અત્યંત આદરથી બેસતા લેપટોપ ભગવાન નું આજે ઘરમાં આગમન થયું છે.

બોક્ષ માંથી બહાર કાઢીને બેટરી લગાવી પણ પ્રભુજી હજુ નિંદ્રા માં છે.સ્વીચ દબાવી પણ હજુ
પ્રભુજી નિંદ્રાધીન છે.

કેવા કેવા આશ્ચર્યો આપતું અને ઈન્ટરનેટ જોડે કનેક્ટ થઇ ને જ્ઞાન નો ભંડાર ખોલતું  આ લેપટોપ
કશું કરવા સમર્થ નથી.જાણે એક પ્લાસ્ટિક નું ખોખું જ લાગે છે.

પછી સમજ માં આવ્યું કે જે બેટરી કનેક્ટ કરી તેના કોન્ટેક્ટ પર લગાવેલી પ્લાસ્ટીક ની ટેપ
કાઢવાની રહી ગયેલી છે,ઉતાવળ માં બેટરી લગાવી દીધી પણ આ પ્લાસ્ટિક ની ટેપ ને લીધે
બેટરી અને લેપટોપ નો સંયોગ થતો નથી. અને લેપટોપ પ્રભુ જાગતા નથી.

બસ પ્લાસ્ટિક ની ટેપ હટાવી ફરીથી બેટરી લગાવી અને લેપટોપ જાગી ગયું. અને જાગતા ની સાથે
સમય સેટ કરો તેવું કહ્યું.સમય તો તે બતાવતું હતું પણ દુનિયા માં ક્યાં આગળ ‘તે’ છે.  તે જાણવા
માગતું હતું. સમય નાખતા જ ‘તે’ ને ‘હું’ નું ભાન થયું.અને અનેક આશ્ચર્યો બતાવવા મેદાન માં આવી ગયું.

આ આખા પ્રસંગ વિષે થોડોક વિચાર કરતા થયું કે......
આ અત્યંત આદરથી ખોળામાં બેસાડાતા લેપટોપ ને ‘બ્રહ્મ’ કે ‘પરમાત્મા’ જોડે સરખાવવાની થોડી વાર
ધ્રુષ્ટતા કરી લઉં તો કેમ???

જગત ની ઉત્પત્તિ કરનાર અને અનેક આશ્ચર્યો સર્જનાર બ્રહમ જયારે કાળ-શક્તિ (સમય અને શક્તિ ) ને
પોતાની અંદર જ સમાવીને નિદ્રાધીન સમાધિ સ્થિતિ માં લગભગ આ લેપટોપ ની જેમ જ સુતું હોય છે.
જેને વિસર્ગ અવસ્થા પણ કહે છે.
અને જયારે કોઈ ચોક્કસ સમયે(કાળે) આ બ્રહ્મ નું શક્તિ (પ્રકૃતિ) જોડે સંયોજન થાય છે
(બેટરી અને લેપટોપ ના સંયોજન ની જેમ જ)
ત્યારે જગતની ઉત્પત્તિ થાય છે .
જેને સર્ગ અવસ્થા કહે છે.અને જે સર્ગ સિધ્ધાંત થી પણ ઓળખાય છે.

સર્ગ સિધ્ધાંત વિષે વધુ -અહીં ક્લિક કરો 

Go to INDEX Page-   આત્મા-પરમાત્મા-ધર્મ-વગેરે