અધ્યાય-૨ -૩
હવે પછીના આ ગીતાના અગિયારમા શ્લોકને ગીતાનું બીજ પણ કહે છે.
ભવિષ્યમાં ફરીથી ગીતા વાંચવાની શરૂઆત અહીંથી પણ કરી શકાય.???
જે આગળ જોઈ- એ વાત-ગીતા કયા સંજોગોમાં અને ક્યારે કહેવામાં આવી તેની
પ્રસ્તાવના છે.તે જમાનાનેને અનુરૂપ યુદ્ધનો પ્રસંગ બતાવ્યો છે.
અત્યારના જમાનામાં હક્ક લેવા માટે ધર્મયુદ્ધ કોર્ટ-કચેરીમાં થાય છે.
જયારે કોઈ પણ બીજી રીતે સમજાવટથી પણ મિલકતની વહેંચણી ન થાય અને છેવટે
કોર્ટમાં જવાનું
નક્કી કરી નાખવામાં આવે –અને જયારે કોર્ટમાં બયાન દેવાનો સમય આપે અને કોઈ કહે
–કે-
“હું બયાન ન આપું.”-એવી કંઈક સ્થિતિ પેદા થઇ છે.
મૂળ કહેવાનો મુદ્દો એવો છે કે –જયારે કોઈ નિર્ણયાત્મક પ્રસંગ આવે,ત્યારે તે વખતે જ બુદ્ધિ
આડી ફાટે –અને,કંઈક એવું વિચારવાનું ચાલુ કરી
દે,કે-જે-તે પ્રસંગ ને અનુરૂપ ન હોય,
કોઈ ભૂતકાળના અનુભવ (જ્ઞાન) કે-પછી,તે જ ભૂતકાળના જ્ઞાનને આધારે,
ભવિષ્યના કોઈ સાચા-ખોટા વિચાર કરીને,બુદ્ધિ કોઈ વિચિત્ર-નિર્ણય લઇને બેસી જાય છે.
અહીં મનુષ્ય અટકે તો સારું-પણ હજુ તે અહીં અટકતો નથી,
હવે તેનાથી પણ વધુ ખરાબ એવી પરિસ્થિતિ પેદા થઇ જાય છે-કે –બુદ્ધિ એ લીધેલ જે નિર્ણય લીધેલો છે,
તેને તે ચોંટી રહે છે.--અને મન ડામાડોળ બને
છે.
જેમ,જો કોઈ મનુષ્ય જન્મથી આંધળો હોય,અને પછી જો તેને ગાંડપણનો રોગ લાગે –
તો તે ફાવે ત્યાં દોડાદોડ કરી મૂકે છે.
કૃષ્ણ કહે છે-અર્જુન,તેં આ યુદ્ધ સમયે જ આ શું લપ માંડી છે ? મને આશ્ચર્ય થાય
છે.
તું પોતાને જ્ઞાની સમજે છે,પણ તારું અજ્ઞાનપણું ક્યાં છોડે છે ?
તને હજુ કંઈક બોધ આપવાનો વિચાર કરું તે પહેલાં તો તું મોટી ડાહી ડાહી વાતો કરે
છે.
તું તારી પોતાની હાલની શું દશા છે,તે જાણતો નથી અને બીજાના માટે શોક કરે છે!!
જેના માટે શોક કરવો (વિચાર કરવો) તે યોગ્ય નથી તેના માટે તું શોક કરે
છે.(વિચાર કરે છે)
(જેના માટે શોક કરવાનો છે તે તું ક્યાં કરે છે ?)
અને આશ્ચર્યની વાત તો એ છે કે-તું પાછો જ્ઞાનની,મોટા મોટા પંડિતો જેવી વાતો
કરે છે.(11)
પણ આ જગતમાં કોઈ એક ઈશ્વર છે-જે પ્રાણીમાત્રની ઉત્પત્તિ તે કરે છે.તેવું જે
કહેવાય છે-
તે વાત શું ખોટી છે ? અત્યારે તો તું જાણે એવું બોલે છે-કે-બધાના જન્મ-મૃત્યુ
તારા જ હાથમાં છે.
તું ઈચ્છા કરીશ તો જ કૌરવોનો નાશ
થશે-મૃત્યુ થશે!!
પણ જે વિવેકી-જ્ઞાની-પંડિત છે-તે ઉત્પત્તિ અને વિનાશ એ બંને ભ્રમ છે-એમ માને
છે.
એટલે તે જીવતા કે મરેલાનો શોક કરતા નથી.(વિચાર કરતા નથી ) (૨-૧૧)
તું કહે છે,કે “હું કૌરવોને મારીશ નહિ”-તો શું તે બધા કદી મરવાના જ નથી ?
માત્ર એકલો તું જ એમને મારીશ કે મારી શકીશ? આવા “ભ્રમ વાળો અહંકાર” મન માં લાવીને –
તું જે નિર્ણય કરી અને તે નિર્ણયને
ચોંટીને તું બેસી ગયો છે.તે શું તને સાચું લાગે છે ?
માત્ર તું જ એક મારનારો છે અને બાકીના બધા મરનારા છે- આ ભ્રાંતિએ (ભ્રમે)
તારા ચિત્તમાં પ્રવેશી
તને શોકમય અને તારા મનને ડામાડોળ પરિસ્થિતિમાં મુક્યું છે-તે તને ખબર પડે છે
?
આ જગત અનાદિ કાળથી ચાલ્યું આવે છે-મનુષ્યો જન્મે છે અને મરે છે. જગતનો નિયંતા
કોઈ બીજો છે.
તું નથી, તો પછી તેનો શોક કરવાનું કારણ શું છે તે મને કહે.
તારી બુદ્ધિની મૂર્ખતાના કારણે –તેણે (બુદ્ધિએ) વિવેકથી વિચારવાનું છોડ્યું
છે.
અને જેનું ચિંતન નથી કરવાનું તેનું ચિંતન કરવાનું ચાલુ કરી દીધું છે.
અર્જુન અશાંત છે. આજે દુનિયા પણ અશાંત છે.
જેનો વિચાર કરવાનો નથી તેનો વિચાર કરીને મનુષ્ય પોતાની જાતે જ –
પોતાની શાંતિમાં અવરોધ ઉભો કરે છે.
એક ભાઈ માથે સુધી ગોદડી ઓઢીને સુઈ જાય છે –અને પછી ગોદડીની અંદરથી બુમો મારે
છે-
કે બહુ ગરમી લાગે છે- ગોદડી તો ભાઈ તમે જાતે ઓઢી છે-ગોદડીને જ ફેંક ને !!
બીજા એક ભાઈ થાંભલાને બાથ ભરી ને ઉભા છે-અને બુમો મારે છે-મને થાંભલાએ પકડ્યો
છે.!!
અર્જુને પણ બાથ ભરીને એક એવો થાંભલો પકડ્યો છે.
તેની બુદ્ધિમાં મોહના વિચારોએ સ્થાન
લઈને મન ને દુઃખી કર્યું છે.
અને તે દુઃખી મને પછી બુદ્ધિને દોરી અને કોઈ એક નિર્ણય લેવડાવ્યો છે-કે-“હું યુદ્ધ નહિ કરું.”
જ્ઞાનેશ્વરી ગીતા ઉપર આધારિત (રજૂઆત-અનિલ પ્રવિણભાઈ શુક્લ)