એટલે આત્માના
આનંદમાં તૃપ્ત થઇ -પછી તે મહાત્મા –
શરીર પ્રત્યે,ઇન્દ્રિયો
પ્રત્યે (મુખ-વગેરે), વિષયો પ્રત્યે (સ્વાદ-વગેરે)-ઉદાસીન થઇ જાય છે.
તેના મન અને બુદ્ધિ –પોતાને
આધીન-થવાથી-
તેને પછી કોઈ નવું
કર્મ કરવાની ઈચ્છા થતી નથી.
પોતાનાં કર્તવ્ય
કર્મો તે કરે છે,પણ તે કર્મોના ફળની તેને ઈચ્છા હોતી નથી,
ઈચ્છાઓનો-તે- ત્યાગ (સંન્યાસ ) કરે છે,
એટલે કે-જીવન
જરૂરિયાતના કર્મો અને તે કર્મોના ફળ બંને પ્રત્યે તેની ઉદાસીનતા હોય છે.
આત્માનંદની તૃપ્તિમાં મગ્ન એવો –એ મહાત્મા કોઈ પણ વિષય (સ્વાદ-વગેરે)નો-
આશરો લેતો નથી,કે
વિષયો (સ્વાદ-વગેરે) ને આધીન થતો નથી,એથી-
એવે વખતે તે કોઈ પણ
કર્મ કરે તેમ છતાં પણ તે કોઈ જ કર્મ કરતો નથી.
એટલે કે તે કર્મ
બંધનથી લેપાતો નથી.(કર્મ, એ અકર્મ થઇ જાય છે) (૧૯-૨૦)
આવા મહાત્માઓ અત્યારના
જમાનામાં મળવા કદાચ મુશ્કેલ છે.
--કે જેમણે કોઈ જ
જાતની આશા નથી.
--કે જેમણે પોતાનાં
મન અને બુદ્ધિને સ્વાધીન રાખ્યા છે.
--કે જેમણે સર્વ
સંગ્રહનો ત્યાગ કર્યો છે,(અપરિગ્રહતા)
--કે જેમને અનાયાસે
જ જે મળે તેમાં સંતોષ હોય છે,
--કે જેમના મનમાં
દ્વંદ (હું અને મારું-તારું,સુખ દુઃખ વગેરે) રહ્યો નથી,કે કોઈ ઈર્ષા નથી,
--કે જેમણે ચાલુ કરેલું
કર્મ પુરુ થાય કે તે કર્મ અપૂર્ણ રહે-પણ તેને કોઈ હર્ષ કે ખેદ થતો નથી.
આવા મહાત્મા ઓ શરીરના નિર્વાહ માટે - કોઈ પણ કર્મ કરે પણ તે-
કર્મનું બંધન કે
કર્મનો કોઈ દોષ તેમને લાગતો નથી. (૨૧-૨૨)
પછીના શ્લોક -૨૩ થી
શ્લોક- ૩૧ -સુધી, બાર પ્રકારના યજ્ઞો કહી
સંભળાવ્યા છે.
તેનો સાર માત્ર એટલો
જ છે કે-આ સર્વ યજ્ઞો કર્મથી જ ઉત્પન્ન થાય છે,
અને આટલું જાણી લીધા
પછી કર્મનું બંધન નડતું નથી. (૩૨)
વેદોમાં યજ્ઞોનું
બહુ વિસ્તૃત વર્ણન છે,અને વેદો એ આ યજ્ઞોનું મૂળ પણ છે.
જેમાં બાહ્ય
ક્રિયાઓની (બાહ્ય કર્મોની) ખટપટ વધારે છે.અને આ કર્મોનું
(અપૂર્વ) ફળ –તે -સ્વર્ગ છે.
આ બધા યજ્ઞો સાચા છે –તેમાં ના નહિ, પણ,
પણ આ બધા યજ્ઞો-જ્ઞાનયજ્ઞની બરાબરી કરી શકતા નથી. જ્ઞાનયજ્ઞ –શ્રેષ્ઠ
છે.
જેમ સૂર્યની આગળ –તારાઓનું તેજ ફિક્કું છે.તેમ જ્ઞાનયજ્ઞ આગળ બધા યજ્ઞો ફિક્કા છે.
સર્વ કર્મો (યજ્ઞો)
છેવટે જ્ઞાન (આત્મજ્ઞાન) માં જઈ મળે છે.(૩૩)