Feb 27, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૫૧-અધ્યાય-૭-જ્ઞાન-વિજ્ઞાન યોગ

અધ્યાય-૭-જ્ઞાન-વિજ્ઞાન યોગ-૧
શ્રીકૃષ્ણ કહે છે-કે-
-યોગ નો (આગળના અધ્યાય -૬ માં બતાવ્યો તે) અભ્યાસ કરીને-
--અહીં તહીં ભટકતા તારા મનને–મારામાં (આત્મામાં-પરમાત્મામાં) જ આસક્ત કરીને-અને --કેવળ મારો (આત્માનો-પરમાત્માનો) આશ્રય ધરીને-(શરણમાં જઈને)
તું મારું (આત્માનું-પરમાત્માનું) સ્વરૂપ –કોઈ પણ સંશય વગર –
કેવી રીતે જાણી શકીશ-તેનું “જ્ઞાન” કહું છું.(૧)

જે “જ્ઞાન”ને જાણ્યા પછી આ લોકમાં જાણવા યોગ્ય કશું બાકી રહેતું નથી તે 
સંપૂર્ણ જ્ઞાન હું વિજ્ઞાન સહિત કહું છું.(૨) 

જ્ઞાનેશ્વર સત્ય (બ્રહ્મ) જ્ઞાન સિવાયના વિરુદ્ધ સર્વ જ્ઞાનને –વિજ્ઞાન-(વ્યવહારજ્ઞાન-કે-પ્રપંચજ્ઞાન) કહે છે.
---“સત્ય જ્ઞાન” –એ એવું જ્ઞાન છે-કે-તે કદી પણ બદલાતું નથી.-જયારે -
---“વ્યવહારિક જ્ઞાન”(વિજ્ઞાન) નો આધાર “અનુભવ” હોવાથી-.
    જેમ જેમ નવા નવા અનુભવ થતા જાય તેમ તેમ તે જ્ઞાન બદલાતું જાય.
---“સત્ય જ્ઞાન” (પરમાત્મા-આત્મા) ના સાક્ષાત્કાર વખતે- બુદ્ધિ ,વિચારો અને તર્કની સમાપ્તિ થઇ જાય છે.
     (બુદ્ધિ-સ્થિર થાય છે-જેમ નાવનું લંગર નાખ્યું હોય તો તે હાલતી નથી તેમ)
---“યોગ”નું જ્ઞાન –એ-"વિજ્ઞાન" છે- કે  જેનાથી “સત્ય જ્ઞાન” ને પામી શકાય છે.

સમજવામાં થોડીક અઘરી લાગતી –આ જ વાત ઉદાહરણથી સમજવા પ્રયત્ન કરીએ.

વિજ્ઞાન એ પ્રયોગો પર આધારિત છે.અને પ્રયોગો પછી તેનું એક સમીકરણ (તારણ) મુકાય છે.
હવે જો આપણી સમક્ષ ત્રણ વાડકામાં પાણી ભરેલું હોય-તો
આપણે નરી આંખે તેને જોઈને કહી શકીએ કે ત્રણ વાડકામાં પાણી છે.(સત્ય જ્ઞાન)

પણ હવે જો ડાબા વાડકામાં ખુબ જ ગરમ પાણી અને જમણા વાડકામાં ખુબ જ ઠંડું પાણી
અને વચ્ચે ના વાડકામાં સાદું –વાતાવરણના ઉષ્ણતામાન (ટેમ્પરેચર) વાળું પાણી ભરવામાં આવે-
તો આપણે પ્રયોગ કરીએ છીએ –એટલે આપણને ખબર છે-કે વચ્ચે ના વાડકામાં સાદું પાણી છે.
કે જેનું  વાતાવરણ ના ઉષ્ણતામાન જેટલું જ  ઉષ્ણતામાન છે  

હવે કોઈ વ્યક્તિ ને પ્રથમ ડાબા વાડકામાં થોડીવાર  હાથ ડૂબાડી રાખી ને –અને પછી તરત તેને –તે હાથ
વચ્ચેના વાડકામાં ડૂબાડી રાખી પૂછવામાં આવે તો-તે કહેશે કે-વચ્ચેના વાડકાનું પાણી ગરમ છે-
પણ સાચી રીતે આપણે જાણીએ છીએ કે તે વચ્ચે ના વાડકાનું પાણી ગરમ નથી.

હવે બીજી કોઈ વ્યક્તિ ને પ્રથમ જમણા વાડકામાં થોડીવાર  હાથ ડૂબાડી રાખી ને –અને પછી તરત તેને –તે હાથ વચ્ચે ના વાડકામાં ડૂબાડી રાખી પૂછવામાં આવે તો-તે કહેશે કે-વચ્ચેના વાડકાનું પાણી ઠંડું છે-
પણ સાચી રીતે આપણે જાણીએ છીએ કે તે વચ્ચે ના વાડકાનું પાણી ઠંડું નથી.

વચ્ચેના વાડકાના પાણીના અનુભવ પછી-એક વ્યક્તિ કહે છે-કે પાણી ગરમ છે-અને બીજી વ્યક્તિ કહે છે-કે- પાણી ઠંડું છે. અને આપણે જાણીએ છીએ કે તેમાંનું પાણી એ પાણી જ છે-
આમ જુદા જુદા અનુભવ નું જ્ઞાન એ અનુભવ ઉપર આધારિત હોવાથી –તે બદલાતું કે જુદું જુદું લાગે છે.
જેને વ્યવહારિક જ્ઞાન-કે -વિજ્ઞાન-કે-પ્રપંચ જ્ઞાન કહી શકાય.

પણ અહીં શ્રીકૃષ્ણ કહે છે-કે-
હવે હું તને એવું (સત્ય) જ્ઞાન કહું છું-(એવું ગુપ્ત –ગોપનીય “તત્વ” કહું છું)
કે જે જાણ્યા પછી –જગતમાં કંઈ પણ જાણવાનું બાકી રહેતું નથી.
(જે જ્ઞાન કદી બદલાતું નથી)

જ્ઞાનેશ્વરી ગીતા ઉપર આધારિત  
     NEXT PAGE