Jan 10, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૯

આ જગતનો એક સૃષ્ટિ-ક્રમ છે.જેવી રીતે ગંગાનું પાણી ઉત્પન્ન થાય છે-વચ્ચે પ્રવાહ (નદી) રૂપે રહે છે અને પછી સમુદ્રમાં જઈ મળી જાય છે.એ જ રીતે જગતની ઉત્પત્તિ (સર્ગ)થાય છે, કોઈ એક સ્થિતિ (જીવન)માં રહે છે,અને પછી તેનો નાશ (પ્રલય) થાય છે.
જેનો જન્મ થાય છે-તેનું મૃત્યુ થાય જ છે- અને- જેનું મૃત્યુ થાય છે-તેનો પુનર્જન્મ થાય છે.
આ ઘટનાને ટાળવી હોય તો પણ તે ટાળી ન શકાય તેવી છે-

આ થઇ, શરીરના નાશ (તેને જો પ્રલય કહીએ-તો તે પ્રલય)ની વાત-
પણ મહા-પ્રલયકાળે તો ત્રણે લોકનો-સમસ્ત જગતનો નાશ થાય છે.(વિસર્ગ)

જેવી રીતે સૂર્યનો ઉદય અને અસ્ત –આપોઆપ નિત્ય ચાલ્યા કરે છે-કદી બંધ રહેતો નથી.
સૂર્યને ઉગતો કે આથમતો -બંધ કરી શકતો નથી- તેવું જ જન્મ-મૃત્યુનું છે.
ઉત્પત્તિ અને અંત –કદી પણ રોકી શકાય તેવા નથી.

અને આ જો સમજ માં આવી જાય -કે-
બધાનું મૃત્યુ  હોય જ છે-તો તેને તું  (અર્જુન) નહિ મારે તો પણ તે મરી જ જવાના છે-
પછી તેના વિષે શોક કરવાનો અર્થ શો ? (૨૭)

આત્માની વાત થોડી વાર બાજુએ મુકીએ-તો-અને સહેજ વિચાર કરીએ તો-
આ જગતના સર્વ જીવોની જગત પર ઉત્પત્તિ થઇ –
  • ·         તે પહેલાં તે કોઈ એક આકાર વગરના (નિરાકાર) સ્વરૂપ માં હતાં (આંખ જોઈ શકે તેવાં નહોતાં)
  • ·         જગતમાં તેમનો જન્મ થયો –એટલે કે આકાર મળ્યો.(મનુષ્ય-ગાય-ઘોડો વગેરે-કે જે દેખાય છે)
  • ·         અને જયારે મૃત્યુ પામે છે-ત્યારે પણ કોઈ આકાર વગરની (નિરાકાર) સ્થિતિમાં જતાં રહે છે.(૨૮)

અહીં “જન્મ”ની જે વચ્ચેની ;સ્થિતિ; છે-જેમાં જીવને આકાર મળે છે-તે –માયાના યોગથી સાચી દેખાય છે.
આ વાત આપણે ઉદાહરણથી સમજીએ.કોઈ એક સોનાની લગડી છે.
આ સોનાની લગડી ને તો શરીર પર પહેરી શકાય નહિ.
એટલે મનુષ્ય તેની “ઈચ્છા” મુજબ સોની પાસે જઈ તેનો ઘાટ ઘડાવશે.
કોઈ બહેન ની ઈચ્છા –ગળામાં હાર પહેરવાની થાય તો તે જઈને  હાર બનાવડાવશે.
જો બીજી કોઈ બહેનને કાનની બુટ્ટી પહેરવાની –ઈચ્છા થાય તો તે બુટ્ટી બનાવડાવશે.

એટલે થયું એવું કે-સોનાની લગડીને (પરમાત્માને)
જુદા જુદા લોકોની “ઈચ્છા” (વાસના) મુજબ આકાર મળ્યો.(આત્મા)

હવે પ્રભુ ના કરે ને બહેન ઉકલી ગયાં- અને તેમની નવા જમાનાની વહુને તે હાર “જૂની સ્ટાઈલ” નો
લાગે તો –તે સોની પાસે લઇ જાય અને વહુની “ઈચ્છા” નવા જમાનાના ઘાટના હારની હોય-
તો સોની તે નવો ઘાટ બનાવવા –સહુ પ્રથમ તે જુના આકારના હારને ઓગાળી નાખી અને
સોનાની લગડી બનાવશે અને પછી નવેસરથી નવો હાર બનાવશે.પણ અહીં સોનું તો તેનું તે જ રહે છે.

જ્ઞાનેશ્વરી ગીતા ઉપર આધારિત  (રજૂઆત-અનિલ પ્રવિણભાઈ શુક્લ)
     PREVIOUS PAGE    
      NEXT PAGE 
       INDEX PAGE