અજબ કાયાનો ઘડનારો
એ પોતે એમાં પુરાણો
માયાપતિ માયાને વશ થઈ
માનવ બનીને મુંઝવાણો પ્રભુજી
પોતે એમાં પુરાણો
પુરણબ્રહ્મ પરમાત્મા રૂપે
એકલો બહુ અકળાણો
એતોહમ બહુ સ્વામી કહીને
લખ ચોરાસીમાં સમાણો
પોતે એમાં પુરાણો
કોટિ બ્રહ્માંડ રચ્યાયે પલકમાં
સાંધો ક્યાં યે ના દેખાણો
અખંડમાંથી ખંડ ઉપજ્યુ
થયો ન ઓછો દાણો
પોતે એમાં પુરાણો
પૃથવી અને મહી ઓષધી
એ સૌને દેવાવાળો
હજાર હાથે દીએ છતાંયે
પોતે ક્યાંયે ના દેખાણો પ્રભુજી
પોતે એમાં પુરાણો
પોતે ભગવન પોતે પુજારી
પોતે દરશનવાળો
રિધ્ધી સિદ્ધી દીયે સંતોને
સ્વામી થઈને સૂંઢાળો
પોતે એમાં પુરાણો
દૃષ્યમાન છે જે કઈ જગમાં
સીયારામ મય જાણો તમે
ગુરૂકૃપા આનંદ છે ત્યાં
અર્જુન માયામાં અટવાણો
પોતે એમાં પુરાણો
Go to Index Page-સદાબહાર ભજન સંગ્રહ-અનુક્રમણિકા