બીજો સ્કંધ-ભાગ-૧
પહેલા સ્કંધ ને ટુંક માં જોઈએ તો પરિક્ષિત ના 'અહમે' તેની બુદ્ધિ ભ્રમિત કરી,અને શ્રાપ ની પ્રાપ્તિ થઇ.
'અહમ' એક પડદો બની જીવને ઈશ્વર થી વિમુખ કરે છે.ઈશ્વરનો જ્ઞાન-પ્રકાશ રોકાય છે અને અજ્ઞાન-અંધારું થાય છે.
પરિક્ષિત શુકદેવ ને પ્રશ્ન કરે છે કે-સર્વ કાળે અને મૃત્યુ કાળે મનુષ્ય નું કર્તવ્ય શું છે?
આ સ્કંધ માં શુકદેવજી નો સીધો સાદો જવાબ એ છે કે--
"જે 'અભયપદ'(મોક્ષ પદ)ને પ્રાપ્ત કરવા માગે છે,તેને તો સર્વાત્મા-સર્વ શક્તિમાન ભગવાન શ્રી કૃષ્ણ નું
શ્રવણ-કીર્તન અને સ્મરણ કરવું જોઈએ" (ભા/૨/૧/૫)
સામાન્ય પ્રમાદી માનવી 'સ્વ'રૂપ ને અહમ થી ભૂલી જઈને અનેક બંધનો પેદા કરે છે,અને અજ્ઞાન ની વૃદ્ધિ કરે છે,પણ જો પરમાત્માની શરણાગતિ (ભક્તિ યોગ) સ્વીકારવાથી - બે ઘડી પણ 'સ્વ'રૂપ નુ ભાન થાય તો તે બે ઘડી પણ ઉત્તમ છે (ભા/૨/૧/૧૨)
બંધનો માનવી ની પોતાની આગવી પેદાશ છે,નહીતર તો માનવી હરઘડી મુક્ત જ છે.
પછીના ૧૭ થી ૨૦ શ્લોક માં યોગ ના બધા અંગ બતાવી દીધા છે.
--સંસાર ની આશક્તિ અને કુટુંબ ની મમતા છોડી
--ત્રણ અક્ષર ના બનેલા 'અ ઉ મ 'પ્રણવ મંત્ર ઓમકાર નો મનમાં જપ કરવો,
--શ્વાસ ને જીતી (પ્રાણ-અપાન સમાન કરી) મન ને વશ કરવું
--બુદ્ધિ ને મન ના સહાયક કરી,ઇન્દ્રિયો ને તેના વિષય માં થી પાછા વાળી ભગવાન ના સ્વરૂપ માં મન ને સ્થિર કરી -સમાધિ માં જોડવું.
--વિષયો માંથી જો મન એકાગ્ર ના થાય તો,તેને 'વિરાટ પુરૂષ'(પરમાત્મા) ને 'ધારણા' નો વિષય બનાવી ભક્તિ યોગ થી સમાધિ માં બેસવું
ટુંક માં --આશક્તિ,શ્વાસ અને ઇન્દ્રિયો પર વિજય મેળવી,'બુદ્ધિ' ના દ્વારા મન ને ભગવાન ના સ્થૂળ સ્વરૂપ માં લગાવવું જોઈએ.
વિરાટ ભગવાન ના સ્થૂળ રૂપ નું વર્ણન કરેલુ છે.(ભા/૨/૧/૨૬ થી ૩૮)
ત્યાર બાદ વેદ માં દર્શાવેલ સદ્યોમુક્તિ અને ક્રમ મુક્તિ નું વર્ણન કરેલ છે.
આગળ વધેલા સાધકો ને ઉપયોગી થાય તેવું ષટચક્રભેદન નું ખૂબ સરસ વર્ણન છે.(ભા/૨/૨/૧૯,૨૦,૨૧)
જે અત્યારના જમાના નો સામાન્ય માનવી કરી શકે કે કેમ તે પ્રશ્ન છે.
ટુંક માં--
જીવ -- નિર્ગુણ -નિરાકાર બ્રહ્મ નું ચિંતન કરતાં કરતાં ખુદ બ્રહ્મ રૂપ થઇ જાય છે,અને મુક્ત બને છે
.(અદ્વૈત ને-એકને- પ્રાપ્ત કરી)---
હું ને મારો ઈશ્વર એમ દ્વૈત માની સાકાર ઈશ્વરની સેવા કરતાં કરતાં પણ બંને એક થઇ જાયછે ,અને મુક્ત બને છે.(દ્વૈત થી અદ્વૈત પ્રાપ્ત કરી )---
જુદી જુદી પ્રકૃતિ ના મનુષ્યો ના અનુસાર જુદા જુદા જુદા 'દેવો' અને આવા મનુષ્યો ની 'કામના' અનુસાર કયા કયા દેવોની આરાધના કરવી તે બતાવી ,
છેલ્લે કહેછે કે,જે બુદ્ધિમાન છે,તે-ભલે નિષ્કામ હોય કે કામનાથી યુક્ત હોય,પણ જો મોક્ષ ઈચ્છતો હોય તો તેને
પુરુષોત્તમ ભગવાન ની આરાધના કરવી જોઈએ.(ભા/૨/૩/૧૦)
આમ બીજા સ્કંધ ના આ પહેલા ત્રણ અધ્યાય માં ભાગવત નો બધો સાર બોધ આવી જાય છે.
પરિક્ષિત ને જે ઉપદેશ કરવાનો હતો તે આ ત્રણ અધ્યાય માં કર્યો છે.ત્યાર બાદ રાજા નું ધ્યાન વિષય તરફ ના જાય તે માટે બધાં ચરિત્રો કહ્યા છે.
PREVIOUS PAGE | NEXT PAGE | INDEX PAGE |