બીજો સ્કંધ-ભાગ-૨
અધ્યાય-૪ માં પરિક્ષિત પ્રશ્ન કરે છે કે-ભગવાને આ સૃષ્ટી ની રચના કેવી રીતે અને કેમ કરી હશે? નિરાકાર બ્રહ્મ અને માયાનું મૂળ ક્યા છે?
અધ્યાય-૫ માં ૨૧ થી ૪૨ શ્લોકોમાં ખુબ જ સુંદર રીતે સૃષ્ટિ ની રચના (સર્ગ) વિષે વર્ણન છે.જિજ્ઞાસુ એ તે વાંચવું રહ્યું.
પણ આ ટુંક માં નીચેની રીતે સમજી શકાય.---
માયાપતિ ભગવાન ને (બ્રહ્મ ને) એકમાં થી અનેક થવાની ઈચ્છા થઇ,ત્યારે તેમણે ૨૪ તત્વો (કારણરૂપ) ઉત્પન્ન કર્યા,
પણ જયારે આ ૨૪ તત્વો કોઈ 'કાર્ય' કરી શક્યા નહી, ત્યારે દરેક તત્વ માં ચેતના 'શક્તિ'(કાર્ય રૂપ) પ્રેરી.અને
આમ સૃષ્ટિ (બ્રહ્માંડ અને શરીર) ની રચના કરી.
અધ્યાય -૬ માં વિરાટ પુરૂષ ની વિભૂતિઓ નું વર્ણન છે.
અધ્યાય-૭ માં બ્રહ્મા અને નારદ નો સંવાદ છે.ભગવાન ના થઇ ગયેલા અને આવનારા અવતારો (લીલાવતારો) નું તેમની લીલાઓ સાથે ટુંક માં વર્ણન કરેલું છે.અને છેલ્લે કહે છે કે ---
અવતારો મનુષ્ય (દેવ) રૂપે થયેલા છે,પણ ભગવાન નું સાચું -સ્વરૂપ- આનંદ સ્વરૂપ -બ્રહ્મ- છે.
અધ્યાય-૮ માં પરિક્ષિત સૃષ્ટિ અને માયા વિષે વધુ પ્રશ્ન કરી ભગવાન ની લીલા ઓ નું વર્ણન કરવા વિનંતી કરે છે,
ત્યારે શુકદેવજી એ ભાગવત પુરાણ સંભળાવવાની શરુઆત કરી (ભા/૨/૮/૨૮)
અધ્યાય -૯ માં શુકદેવજી એ શરૂઆત 'માયા'થી કરી ચતુશ્લોકી ભાગવત કહ્યું છે.
માયા ને સમજાવવા સ્વપ્ન નું દ્રષ્ટાંત આપીને કહે છે કે-
સ્વપ્ન માં દેખાતા પદાર્થો જોડે સ્વપ્ન જોવાવાળાને કોઈ સંબંધ નથી તેમ માયાને 'જીવ' જોડે કોઈ સંબંધ નથી.
માયા એટલે અજ્ઞાન..તે અનાદિ છે.તેનું મૂળ ખોળી શકાય તેમ નથી.અજ્ઞાન નો આરંભ ખોળી શકાય નહી.
જયારે સૃષ્ટી ની રચના આગળ વધારવા બ્રહ્મા ની પાસે જ્ઞાન દ્રષ્ટિ ની કમીલાગી ત્યારે તેમણે નારાયણ ના કહેવાથી તપ કર્યું.ત્યારે નારાયણે તેમને ચતુશ્લોકી ભાગવત કહ્યું.
"સૃષ્ટિ પહેલા હું જ હતો,સૃષ્ટિ પછી હુ જ રહું છું,અને હાલ સૃષ્ટી માં હું જ છું. માયા ને લીધે "આત્મારૂપ"મારું અંશ પણું દેખાતું નથી.
જેમ પાંચ મહાભૂતો પ્રત્યેક ભૌતિક પદાર્થ માં સૃષ્ટિ પછી દાખલ થયાં છે,અને દાખલ થયાં પણ નથી,
તેમ હું પણ એ પંચમહાભૂતોમાં રહ્યો છું અને નથી પણ રહ્યો.આવવી મારી સર્વત્ર સ્થિતિ છે.
આત્મા નું સ્વરૂપ જાણનારા માંગતા પુરુષે માત્ર એટલું જ જાણવાનું બસ છે કે-
જે વસ્તુ અન્વય(આત્મા નું ભાન થવું તે) અને અતિરેક(આત્મા નું ભાન થવાથી દેહ નું વિસ્મરણ થવું તે) થી
સર્વ સ્થળે સર્વદા છે,તે "આત્મા" છે.(૨/૯/૩૨,૩૩,૩૪,૩૫)
છેલ્લે અધ્યાય -૧૦ માં ભાગવત ના ૧૦-વિષયો વિષે ટુંકમાં વર્ણન કર્યું છે.
સર્ગ,વિસર્ગ,સ્થાન,પોષણ,ઉતી,મન્વંતર,ઈશાનુકથા,નિરોધ,મુક્તિ અને આશ્રય --
આ દરેક વિષયો ની ટુંક માં વ્યાખ્યા આપી છે.
---બીજો સ્કંધ સમાપ્ત -----
PREVIOUS PAGE | NEXT PAGE | INDEX PAGE |