આત્મબોધ- --(આદિ) શંકરાચાર્ય રચિત
AATM
BODH-GUJARATI-BY (AADI) SHANKARACHARYA
જેનાં
દર્શન કર્યા પછી બીજું કશું જોવાનું (દર્શન કરવાનું) રહેતું નથી,
જેના
“સ્વ-રૂપે” થયા પછી,સંસારમાં ફરીથી જન્મ થતો નથી,અને
જેને જાણ્યા પછી બીજું કશું જાણવાનું રહેતું નથી,તે જ
“બ્રહ્મ” (પરમાત્મા) છે,એમ નિશ્ચય કરવો. (૫૫)
જે
વસ્તુ,આડી-અવળી, ઉપર-નીચે,ભરચક ભરેલી છે,જે સત્-ચિત્-આનંદ-રૂપ છે,
જે
અદ્વૈત,અનંત,નિત્ય અને “એક” જ છે,તે જ “બ્રહ્મ”(પરમાત્મા) છે, એમ ચોક્કસ પણે
જાણવું. (૫૬)
“નેતિ-નેતિ”
-એટલે-
“તે બ્રહ્મ આવું નથી-બ્રહ્મ આવું
નથી”
એમ-
જડ વસ્તુઓ ના ત્યાગ કરવા રૂપે,વેદાંત જે જણાવે છે,
(જડ
વસ્તુઓ (જગત-વગેરે) એ બ્રહ્મ નથી-એટલે તેનો ત્યાગ કરવાનું વેદાંત જણાવે છે)
અને
જે અવિનાશી,નિર્વિકાર,તથા અખંડ(પરમ) આનંદ રૂપે “એક” જ છે,તે જ “બ્રહ્મ” (પરમાત્મા)
છે.
એમ
ખાતરી પૂર્વક જાણવું. (૫૭)
અખંડ
(પરમ) આનંદ-રૂપ એ “બ્રહ્મ” ના,અમુક (થોડા) લેશ આનંદ નો આશ્રય કરી ને,
બ્રહ્મા
(દેવો) વગેરે અને સર્વ જીવો ઓછા-વત્તા “આનંદી” થાય છે.(પરમાનંદી-નહિ) (૫૮)
સર્વ
વસ્તુ, એ “બ્રહ્મ” થી યુક્ત છે,અને સર્વ વ્યવહાર એ ચૈતન્ય (બ્રહ્મ) ને લીધે જ થઇ
રહ્યો છે.માટે,
જેમ,
બધાય દુધમાં ઘી વ્યાપી ને રહેલું છે,તેમ,બધાયમાં બ્રહ્મ સર્વ વ્યાપક છે. (૫૯)
જે
સૂક્ષ્મ નથી,સ્થૂળ નથી,ટૂંકું નથી કે લાંબુ નથી,વળી જે જન્મરહિત,અવિનાશી,નિર્વિકાર
અને
રૂપ,ગુણ,વર્ણ
તથા નામરહિત છે,તે જ “બ્રહ્મ” (પરમાત્મા) છે તેવો નિશ્ચય કરવો. (૬૦)
જેના (જે બ્રહ્મ-પરમાત્મા ના) પ્રકાશથી સૂર્ય પ્રકાશે છે,
પણ
સૂર્ય કે જેનાથી જગત ને પ્રકાશ મળે છે, તે સૂર્ય કાંઇ બ્રહ્મને પ્રકાશિત કરી શકતો
નથી!!!!!,
એટલે,તે
બ્રહ્મ (પરમાત્મા) જ “એક”માત્ર છે કે જેનાથી,આ બધું (સૂર્ય-વગેરે અને જગત) પ્રકાશી
રહ્યું છે,
તે,જ
માત્ર બ્રહ્મ (પરમાત્મા) છે એમ નિશ્ચય કરવો.
(૬૧)
AATM BODH-GUJARATI-BY (AADI) SHANKARACHARYA