તત્વોપદેશ--(આદિ) શંકરાચાર્ય રચિત
TATVOPADESH—GUJARATI--BY --(AADI) SHANKARACHARYA
ઉપરના દ્રષ્ટાંતમાં જેમ ચોર લોકો એ તે મનુષ્ય ને હેરાન કર્યો,તેમ,
--આ સંસારમાં રાગ-દ્વેષ,દેહાભિમાન –વગેરે જે દુઃખદાયી શત્રુ-વર્ગ છે તેમને ચોર જેવા સમજવા.
કે જે તારા “આત્માનંદ-રૂપ” ધન ને ચોરી લેનારા છે,
--તે ચોરો, “અદ્વૈત-આનંદ-રૂપ” તારા પોતાના મૂળ સ્થાને થી ભ્રષ્ટ કરી (દૂર કરી),
સ્થૂળ-સૂક્ષ્મ-વગેરે “શરીરો-રૂપી” સંસાર ની વનભૂમિઓમાં અત્યંત દૂર લઇ ગયા.
--તું “બ્રહ્માનંદ” તરફ પ્રમાદી બની પોતાના “અજ્ઞાન-રૂપ” નિંદ્રા ને વશ થયો,
ત્યારે તે ચોરો (રાગ-વગેરે) એ, ભોગ,તૃષ્ણા –વગેરે બંધનો થી તને મજબૂત બાંધ્યો,
--તે સંસાર રૂપી વનમાં સર્વ દુઃખો ના મૂળ કારણ –ત્રણ શરીરો તથા કર્મો ની આંધળી વાસનાઓથી,
બનેલી જાતજાતની યોનિઓમાં –તે ચોરોએ તને પેસાડ્યો છે.
--એમ,”આત્માનંદ” તરફ ની તારી દૃષ્ટિ ને,ચૂકવી ને તને સંસારી બનાવ્યો છે.
--જેથી અનાદિકાળ થી માંડી તું સદાય દુઃખ અનુભવે છે.
--વળી,જન્મ-મૃત્યુ,ઘડપણ વગેરે દોષવાળી નરક જેવી પરંપરાને ભોગવતો,તું ખેદ-શોક ને પામે છે.
--આમ હોવા છતાં,તું તું એ દુઃખ-દાયી,અવિદ્યા-રૂપ (અજ્ઞાન-રૂપ) બંધન ને દૂર કરવા અને “સ્વ-રૂપાનંદ” ને
પ્રાપ્ત કરવાનો સાચો ઉપાય તું મેળવી શક્યો જ નહોતો. (૬૪-૭૦)
પરંતુ જેમ પેલો ગાંધાર-દેશનો મનુષ્ય લાંબા કાળ સુધી એ દુઃખ ની સ્થિતિમાં જંગલ માં પડી રહ્યો હતો,
તે વખતે દૈવ-યોગે,કોઈ દયાળુ મુસાફરો ત્યાં આવી પહોંચ્યા અને તેઓએ તેના આંખ અને હાથ પગ ના બંધનો છોડીને તેને તેના દેશ નો (ગામનો) માર્ગ બતાવ્યો,
જેના પર ચાલતો ચાલતો,તે મનુષ્ય,પોતાના ગાંધાર દેશમાં પહોંચ્યો,
જ્યાં પોતાના સગાં-સંબંધીઓ સાથે પૂર્વ ની પેઠે સુખી થઇ ને રહ્યો. (૭૧-૭૫)
એ જ પ્રમાણે, તું પણ અનેક દુઃખ-દાયી જન્મો માં ભટકતો રહ્યો હતો,પરંતુ છેવટે દૈવ-યોગે,તને શુભ-માર્ગ માં શ્રદ્ધા થઇ,સારાં કર્મો અને સારા આચાર-વિચાર પાળવા માંડ્યા,
--જેથી પુણ્ય નો ઉદય થતા ઈશ્વર-કૃપાથી તને બ્રહ્મ-વેતા,ઉત્તમ,સદગુરૂ મળી આવ્યા,તેં વિધિમુજબ સંન્યાસ લીધો,વિવેક-વગેરે સાધનો થી તું યુક્ત બન્યો,અને ઉત્તમ બુદ્ધિશાળી હોવાથી,બ્રહ્મોપદેશ પ્રાપ્ત કર્યો.
--વૈરાગ્ય-વગેરે ના અભ્યાસ થી આજે તે બ્રહ્મજ્ઞાન માં તું અત્યંત પંડિત બન્યો છે,વળી બુદ્ધિમાન હોઈ,
યુક્તિથી બીજી વસ્તુ નો વિચાર ના કરતાં,નિદિધ્યાસન થી યુક્ત બની,પરમપદ ને પામ્યો જ છે.(૭૪-૭૭)
TATVOPADESH—GUJARATI--BY --(AADI) SHANKARACHARYA