Nov 2, 2011

PAGE-8


આત્મબોધ- --(આદિ) શંકરાચાર્ય રચિત
AATM BODH-GUJARATI-BY (AADI) SHANKARACHARYA
      PREVIOUS PAGE
        NEXT PAGE

જેમ ઘડો વગેરે માટીનાં વાસણો માટી જ છે,માટી થી જુદા નથી,
તેમ, આ સર્વ જગત આત્મા છે,આત્મા થી જુદું કાંઇ જ નથી,
એટલે આમ જ્ઞાની બધાને પોતાના આત્મા-રૂપ જુએ છે.    (૪૮)

આમ “બધું જ બ્રહ્મ છે” એવા જ્ઞાન વાળો મનુષ્ય જીવન્મુક્ત (મુક્તિ પામેલો) છે,
તે પૂર્વોક્ત (પહેલાંની) સર્વ ઉપાધિઓ (માયા) ના ધર્મો નો ત્યાગ કરે છે, કારણકે,
જેમ,ભમરાએ દરમાં પૂરેલો કીડો ભમરા નું ધ્યાન કરતાં કરતાં ભમરો જ બની જાય છે,
તેમ, બ્રહ્મ (પરમાત્મા) નું ધ્યાન કરતો કરતો,સત્,ચિત્,આનંદ ના ધર્મો ને જ પામ્યો હોય છે.  (૪૯)

મોહ-રૂપી મહાસાગરને તરી જઈ,રાગ-દ્વેષ વગેરે રાક્ષસો નો નાશ કરી,શાંતિ સાથે જોડાયેલો,
આત્મા-રામ યોગી બ્રહ્મ-સ્વ-રૂપે પ્રકાશે છે.    (૫૦)

બહારનાં અનિત્ય સુખો ની આસક્તિ ત્યજીને કેવળ આત્મ-સુખમાં જ શાંતિ પામેલો, તે પુરુષ,
ઘડા માં રહેલા દીવા પેઠે,હૃદયાકાશ માં જ આત્મ-સ્વ-રૂપે પ્રકાશે છે.  (૫૧)

એ મનનશીલ પુરુષ,શરીર રૂપ ઉપાધિમાં રહ્યો હોય તો પણ,આકાશ ની પેઠે ધર્મો થી લેપાતો નથી,
કારણકે એ બધું જાણતો હોય છતાં મૂઢ જેવો રહે છે,અને
વાયુ ની પેઠે કોઈ વિષય માં આસક્ત થયા વિના વિચરે છે.      (૫૨)

એ જીવન્મુક્ત મુનિ,દેહરૂપ ઉપાધિ (માયા) નો લય થયા પછી,
જેમ પાણી,પાણીમાં-આકાશ,આકાશમાં-અને તેજ,તેજમાં એકરૂપ થઇ જાય છે,
તેમ વ્યાપક પરમાત્મા માં અભેદ-રૂપે પ્રવેશ કરી,પરમાત્મા-રૂપ બની જાય છે.   (૫૩)

જેનો લાભ થયા પછી તે સિવાય નો બીજો કોઈ લાભ જ નથી,
જેના સુખ મળ્યા પછી તે સિવાય નું બીજું કોઈ વધુ સુખ નથી,
જેનું જ્ઞાન થયા પછી,તે સિવાય નું  બીજું કોઈ વધુ જ્ઞાન નથી,
એ જ –બ્રહ્મ- છે એમ નિશ્ચય સમજવું.   (૫૪)



AATM BODH-GUJARATI-BY (AADI) SHANKARACHARYA

      PREVIOUS PAGE
        NEXT PAGE