આત્મબોધ- --(આદિ) શંકરાચાર્ય રચિત
AATM
BODH-GUJARATI-BY (AADI) SHANKARACHARYA
પરમાર્થ-પરમાત્મા
ને જાણનારો જ્ઞાની, રૂપ-વર્ણ વગેરે સર્વ નો ત્યાગ કરી,
પરિપૂર્ણ
ચૈતન્ય તથા આનંદ-સ્વ-રૂપે સ્થિતિ કરે છે.(સ્થિર બને છે) (૪૦)
જ્ઞાન,જ્ઞાતા
(જ્ઞાન ને જાણનાર)અને જ્ઞેય (જે જ્ઞાન ને જાણવાનું છે તે) –એવો ભેદ પરમાત્મા માં
છે જ નહિ,
એ
તો કેવળ ચૈતન્ય અને આનંદ-સ્વ-રૂપ હોવાથી પોતાની મેળે જ પ્રકાશે છે. (૪૧)
આત્મા-રૂપી
અરણિમાં (અગ્નિ પ્રગટાવવાનું લાકડું-સાધન) નિત્ય ધ્યાન-રૂપ મંથન કરતાં કરતાં,
“આત્મ-જ્ઞાન-રૂપ”
અગ્નિ જવાળા પ્રકટી નીકળે છે,અને તે અજ્ઞાન-રૂપી લાકડાં ને બાળી નાખે છે. (૪૨)
જેમ અરુણોદય
(સૂર્યોદય), પ્રથમ ગાઢ અંધકાર ને દૂર કરે છે,અને પછી પોતાની મેળે જ સૂર્ય પ્રગટે
છે,
તેમ, આત્મ-જ્ઞાન,પ્રથમ
અજ્ઞાન ને દૂર કરે છે અને પછી આપોઆપ જ આત્મા પ્રગટે છે. (૪૩)
જેમ,ગળાનો
દાગીનો ગળામાં જ હોય,છતાં,કોઈ વેળા એ ગળામાં નથી એવી ભ્રમણા થતાં,
મનુષ્ય
એણે ચારે બાજુ ખોળે છે અને તે ભ્રમણા દૂર થતાં પોતાના ગળામાં જ રહેલો –તે દેખાય
છે,
તેમ,આત્મા તો
સદા પાસે જ છે,સદા મળેલો જ છે,છતાં અજ્ઞાન ને લીધે તે પોતાને મળ્યો જ નથી,
એવું
મનુષ્ય ને લાગે છે,પરંતુ અજ્ઞાન નો નાશ થતાં,તે પ્રકાશે છે.(અનુભવ થાય છે) (૪૪)
જેમ ઝાડ ના
ઠુંઠા માં ભ્રાંતિ થી,પુરુષ દેખાય છે, તેમ,અજ્ઞાન ને લીધે જ બ્રહ્મ માં “જીવ-પણું”
દેખાય છે,
પરંતુ
જીવના તાત્વિક સ્વ-રૂપે “બ્રહ્મ” ના દર્શન થતાં,જીવ નું “જીવ-પણું” દૂર થાય
છે. (૪૫)
(બ્રહ્મ=આત્મા=પરમાત્મા) (જીવ-પણું=હું શરીર છું તેવું માનવું=માયા)
(બ્રહ્મ=આત્મા=પરમાત્મા) (જીવ-પણું=હું શરીર છું તેવું માનવું=માયા)
જેમ
માથું ભમી જતાં દિશાની ભ્રાંતિ થઇ હોય તે માથું ઠેકાણે આવતાં દૂર થાય છે,
તેમ,તત્વ
સ્વ-રૂપ બ્રહ્મ નો અપરોક્ષ અનુભવ થવાથી ઉત્પન્ન થયેલું જ્ઞાન,
તરત
જ “હું-મારું” એવા અજ્ઞાન ને દૂર કરે છે. (૪૬)
આત્મા
અને પરમાત્માની એકતા નું ઉત્તમ વિજ્ઞાન જેને થયું છે,તેવો યોગી પુરુષ, જ્ઞાન-દૃષ્ટિ
થી,
સર્વ જગતને પોતાના આત્મામાં
રહેલું જુએ છે અને સર્વ આત્મા ને “એક” જ
તરીકે દેખે છે. (૪૭)